Quotes by Vishakha Mothiya in Bitesapp read free

Vishakha Mothiya

Vishakha Mothiya

@mothiyavgmail.com3309


રામ નવમીની સૌને શુભકામનાઓ 🚩🏹

રામ - આ બે અક્ષરના નામમાં જાણે સમગ્ર જગત સમાઈ ગયું હોય એવું લાગે.

રામ એટલે મર્યાદા અને સંયમનો પર્યાય.
અખૂટ શક્તિ પણ સંયમ ભારોભાર.
મુખ પર છલકાતું મૌન સ્મિત.

આદર્શ રાજાનું ઉત્તમ ઉદાહરણ.
જ્યાં છળ કપટનું નામોનિશાન નહીં.
જેનું યુદ્ધ પણ નિયમોનુસાર આદર્શ હતું.


*"ચૌદ વર્ષ, વન પણ જાણે વૈકુંઠ બની ગયું હતું."*

પ્રકૃતિના દરેક જીવો તેનો પરિવાર બની ગયા હતા.

- વિશાખા મોઠિયા

Read More

Reflections live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો માહિતીસભર લેખ...

*પરોપકારી પારસી*

જાણીશું એક એવા સમુદાયના લોકો વિશે જેનો સ્વભાવ,ભાષા,સેન્સ ઑફ હ્યુમર લોકોને ટદ્દન સકારાત્મક રીતે પ્રભાવિટ કરે છે. રિયલ લાઈફ હોય કે ટીવીમાં આ લોકોને આપણે ક્યારેય ઉદાસ નથી જોયા. Smile અને positivity જાણે આ લોકોની રગેરગમાં વસે છે. દૂધમાં સાકર ભળી જાય એમ આપણા દેશમાં ભળી ગયા અને ભારતના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. તો ચાલો જાણીએ,પરોપકારી પારસી વિશે; સાથે જાણીશું તેનો ઇતિહાસ, રિવાજો તેમજ વિશેષ બાબતો વિશે.

લેખ વાંચવા અહીં લિંક પર ક્લિક કરો -
https://reflections.live/articles/788/parokari-parsi-by-vishakha-mothiya-29370-mn62xfam.html

Read & Share

Read More

Colourful life VS Minimalist life

How far our choices have changed. Our living standards, and even our lives, shifted from colourful to black and white. We lost colours... Choose to be minimalist in everything.... Modernity is now minimalistic, not detailed. We lost structure, art, and so on. Now, more seems like a mess, and less seems like perfection.

- Vishakha

Read More

Stepwell | વાવ

માનવ સભ્યતાના જન્મ - વિકાસમાં કુદરતી સંસાધનનો અમૂલ્ય સ્ત્રોત એવા જળ એટલે કે પાણીએ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. દરેક સભ્યતાઓ નદીને કિનારેથી જ જન્મી,વિકસી છે,એટલા માટે જ જળને જીવન તેમજ માનવીઓની જીવાદોરી કહેવામાં આવી છે. પ્રાચીન સભ્યતાથી લઈને અત્યાર સુધી જેટલા પણ રાજવંશજો થયા એમાં જળ વ્યવસ્થાપન હંમેશાં મોખરે રહ્યું છે. જળ સંગ્રહ સ્થાપત્યોમાં વાવનું નામ આગળ પડતું લેવામાં આવે છે એનું કારણ એની દીવાલો પર કરવામાં આવેલ મંત્રમુગ્ધ કરી દે એવું કોતરણીકામ. તો ચાલો જાણીએ વાવ વિશે સરળતાથી, સાથે જાણીશું તેની સંરચના, અમુક પ્રખ્યાત વાવ તેમજ વિશેષ બાબતો વિશે.

વાંચવા અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/03/02/stepwell/

Read & Share

Read More

Famous Clock Tower | Iconic Heritage Clock

બસની મુસાફરી દરમિયાન જ્યારે પણ આપણી બસ કોઈ નાનકડા શહેરની બજારમાંથી પસાર થાય, ત્યારે એ બજારની વચોવચ અથવા તો રોડની એકબાજુએ ઊભો જૂના જમાનાનો ડંકાવાળી ઘડિયાળનો ટાવર નજરે ચડશે. અત્યારે ભલે એ કદાચ ન ચાલતો હોય પણ એ 100 – 150 વર્ષ જૂની ઐતિહાસિક વિરાસત લઈને ઊભો છે. આ બ્લોગમાં આપણે જાણીશું, ઘડિયાળના ટાવરના ઇતિહાસ વિશે સાથે જાણીશું - વિશ્વના પ્રખ્યાત ટાવર્સ વિશે.

વાંચવા માટે અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/02/19/clock-tower/

Don't forget to Share 🔁

Read More

Caricature Art |  Caricature Prompt

ગયા વર્ષે Ghibli હતું તો આ વર્ષે caricature છે. હાલમાં ટ્રેન્ડ થયેલા caricature art ફોટો બનાવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો -
https://vishakhainfo.wordpress.com/2026/02/09/caricature-art/

#caricature #digitalart

Read More

મેં Home Alone ક્યારેય જોઈ નહોતી અને Catherin O' Hara (કેથરિન ઓ' હારા) વિશે પણ નહોતી જાણતી. પણ જ્યારે કેથરિન ઓ' હારાના મૃત્યુની લગતી પોસ્ટ્સ ઈન્સ્ટાગ્રામ પર જોઈ ત્યારે ભાવુક થઈ ગઈ હતી. ખાસ કરીને ત્યારે, જ્યારે Macaulay Culkin (home alone's kevin) એ એની Home Alone મમા Catherin O' Hara ના મૃત્યુ પર જે પોસ્ટ લખી હતી.એ પોસ્ટનું લખાણ આંખ ભીંજવી દે એવું હતું. Home Alone માં Catherin O' Hara એ Macaulay Culkin ની મમ્મીનો રોલ કર્યો હતો.

Catherin O' Hara ના ચહેરા પર kindness અને motherhood ભારોભાર છલકાતું જોવા મળ્યું હતું. Home Alone પૂરા થયાના ઘણા વર્ષો પછી જ્યારે Macaulay Culkin જ્યારે Catherin O' Hara ને મળે છે ત્યારે એને Mumma કહીને બોલાવે છે. અને Macaulay Culkin ને જ્યારે હોલિવુડ વોક ઓફ ફેમનો એવોર્ડ મળ્યો,ત્યારે એની મમા Catherin O' Hara ની સ્પીચ પણ હરખભેર આંસુ આવે એવી હતી.

એટલા માટે જ કહેવાય છે કે - Be Kind Always.Because kind people are always remembered.

હવે જ્યારે સમય મળે ત્યારે Home Alone જોઈશ.

- Vishakha

Read More

Bhairav Battalion 🪖 | India's New Light Commando Force

આ વખતના ૭૭ મા પ્રજાસત્તાક દિનની પરેડમાં કર્તવ્ય પથ પર સિંહ ગર્જના કરતી ભારતીય સેનાની એક નવી રેજિમેન્ટ કૂચ કરતી જોવા મળી હતી.આ નવી રેજિમેન્ટનું જેવું નામ છે એવું જ કાર્ય છે. તો ચાલો જાણીએ, ભૈરવ બટાલિયન વિશે; સાથે જાણીશું તેની રચના, ઉદેશ્ય, રોલ - મિશન વગેરે.

વાંચવા માટે અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/02/01/bhairav-battalion/

શેર કરજો 🙏 જય હિન્દ, જય ભારત🫡🇮🇳

#bhairavbattalion #indianarmy #blogs #informative #generalknowledge #mustread

Read More

Grammy Awards | Music Award

ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રમાં જેમ ઓસ્કર એવોર્ડ સર્વોચ્ચ કક્ષાનો ગણાય છે, એવી જ રીતે સંગીત ક્ષેત્રમાં ગ્રેમી એવોર્ડ સર્વોચ્ચ કક્ષાનો એવોર્ડ ગણાય છે. બ્લોગમાં જાણીશું, ગ્રેમી એવોર્ડ સમારોહમાં અપાતા એવોર્ડ્સ વિશે તેમજ વિજેતા પસંદગીની પ્રક્રિયા વિશે.

વાંચવા માટે અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/01/25/grammy-awards/


Don't forget to Share

Read More

Reflections live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો માહિતીસભર લેખ...

તમે ક્યારેય એવું પક્ષી જોયું છે કે જે મશીન ગનમાંથી જેમ ગોળીઓ છૂટે એવો અવાજ કાઢતું હોય??? એક એવું પક્ષી જે આજના સમયનો જીવતો ડાયનોસોર તરીકે ઓળખાય છે,મગરના બચ્ચાને એક ઝાટકે ગળી જાય છે. તો ચાલો જાણીએ, જીવતો ડાયનોસોર તરીકે ઓળખાતા તેમજ મશીન ગન જેવો ધડાધડ અવાજ કાઢતા પક્ષી - શુબિલ વિશે.

લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો 👇
https://reflections.live/articles/788/shoebill-machine-gun-like-sound-producing-bird-by-vishakha-mothiya-27815-mjsv8e46.html

લેખ ગમે તો,વાંચીને શેર કરજો.

#birds #knowledgeispower #articlewriting #mustread

Read More