The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અત્યારે આખું સોશિયલ મીડિયા માઈકલ જેક્સન મુવીથી છલોછલ છે. મેં એનો મૂન વોક વાળો ડાન્સ જોયેલો છે, મૂવી એકપણ નથી જોયેલી.એનો ડાન્સ, ઓરા,પરફોર્મન્સ 🔥 કોઈને પણ ઝૂમાવી દે એવું. માઈકલ જેક્સનનો રોલ એના ભત્રીજાએ જ ભજવ્યો છે. ઘડીક માટે તો એમ જ લાગ્યું કે ખુદ માઈકલ જેક્સન એની બાયોપિક કરવા આવી ગયા.બધા જ સોંગ પરફોર્મન્સમાં માઈકલ જેક્સનની હાજરી હતી એવું ઓડીઅન્સ પણ ફીલ કરતી હતી. માઈકલ જેક્સનની મૂવીથી બધા દીલથી ખુશ થયા છે જાણે માઈકલ જેક્સન ફરી પાછો આવી ગયો હોય એમ. #RandomThinking #michaeljacksonforever #MichaelMovie #greatestofalltime #KingOfPopMichaelJackson #KingOfPopForever #MichaelJacksonTribute #MusicLegend
સૌને પુસ્તક દિવસની શુભકામનાઓ 📚📚 પુસ્તક દિવસ નાટ્યક્ષેત્રના ટ્રેજેડી કિંગ એવા વિલિયમ શેક્સપિયરની યાદમાં મનાવવામાં આવે છે.આજે એમની જન્મ તેમજ મૃત્યુતિથિ બંને છે. એમના લેખનમાં અવનવા,અટપટા શબ્દોનો (ન જોયેલા, ન સાંભળેલા, ન વાંચેલા) નવતર પ્રયોગ જોવા મળતો. એમના લેખનમાં શબ્દો પણ પોતાના બનાવેલા જોવા મળતા.નાટ્ય સર્જનની સાથે શબ્દ સર્જન પણ કરતા. હવે પુસ્તકની વાત કરીએ. પુસ્તક વાંચન પાછળ વાચકનો કોઈક ને કોઈક હેતુ છુપાયેલો હોય છે. પુસ્તક જાતજાતના ભાતભાતના અનુભવ કરાવે છે. એક પુસ્તક આખેઆખું વ્યક્તિત્વ બદલવામાં - ઘડવામાં ભાગ ભજવતું હોય છે. પુસ્તક મિત્ર પણ છે, ગુરુ પણ છે અને માર્ગદર્શક પણ.એમાં લખાયેલા શબ્દો - વાક્યો આત્મા સ્પર્શી જાય છે. આપણા માઈન્ડને ડિટોક્સ કરવાનું કામ કરે છે.જ્યારે પણ જીવનમાં હતાશા આવી હોય કે તૂટ્યા હોય ત્યારે માણસ કાં તો પુસ્તક વાંચન તરફ વળે છે અથવા તો ભગવાન પાસે જાય છે.પુસ્તક અને ભગવાન આ બંને પાસે માણસ હળવોફૂલ થઈ જાય છે.એક રાહ દેખાડે છે અને બીજા જીવન તારે છે. પુસ્તક વાંચન મનમાં વિચારરૂપી બીજ રોપે છે.પુસ્તક વાંચન ક્યારેય દેખાવ ખાતર પરાણે ન હોવું જોઈએ કે મારે વર્ષનો આટલો ટાર્ગેટ પૂરો કરવાનો છે. કારણ કે પુસ્તકને વાંચવા કરતા વધારે આત્મસાધ કરવાનું હોય છે. એને આપણા હૃદય સોંસરવા ઉતારવાનું હોય છે. મારી વાત કરું તો, હું વાંચવાની બાબતમાં પહેલેથી સિલેક્ટિવ છું. જેમાંથી માહિતી મળે એ પુસ્તક વાંચું છું, કારણ કે એ મારો વિષય છે.હું શીખવા માટે, નવા ટોપિક્સ માટે વાંચું છું. હું દેખાવ માટે પુસ્તક નથી ખરીદતી.જેટલા પણ છે એ બધા બીજીવાર વાંચવા ગમે એવા છે. - વિશાખા મોઠિયા
વીરચંદ ગાંધી : વિશ્વ ધર્મ પરિષદનું બીજું અણમોલ રત્ન by Vishakha Mothiya | વેબ ગુર્જરી વિશ્વ ધર્મ પરિષદનું નામ સાંભળીએ કે તરત જ આપણા માનસપટ પર સ્વામી વિવેકાનંદની તસ્વીર આવી જાય છે, પરંતુ આપણામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે એ પરિષદમાં સ્વામીજીની સાથે અન્ય એક મહાન વિભૂતિ પણ ત્યાં ગયા હતા, ચાલો જાણીએ, વિશ્વ ધર્મ પરિષદનું બીજું અણમોલ રત્ન એવા - વીરચંદ ગાંધી વિશે. વાંચવા અહીં ક્લિક કરો :- https://webgurjari.com/2026/04/14/veerchand-gandhi/ #mustread #knowledgesharing #informative #articlewriting #jain
The 30s | Lessons Learned in 30s Click here to read - https://vishakhainfo.wordpress.com/2026/04/05/30s/
રામ નવમીની સૌને શુભકામનાઓ 🚩🏹 રામ - આ બે અક્ષરના નામમાં જાણે સમગ્ર જગત સમાઈ ગયું હોય એવું લાગે. રામ એટલે મર્યાદા અને સંયમનો પર્યાય. અખૂટ શક્તિ પણ સંયમ ભારોભાર. મુખ પર છલકાતું મૌન સ્મિત. આદર્શ રાજાનું ઉત્તમ ઉદાહરણ. જ્યાં છળ કપટનું નામોનિશાન નહીં. જેનું યુદ્ધ પણ નિયમોનુસાર આદર્શ હતું. *"ચૌદ વર્ષ, વન પણ જાણે વૈકુંઠ બની ગયું હતું."* પ્રકૃતિના દરેક જીવો તેનો પરિવાર બની ગયા હતા. - વિશાખા મોઠિયા
Reflections live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો માહિતીસભર લેખ... *પરોપકારી પારસી* જાણીશું એક એવા સમુદાયના લોકો વિશે જેનો સ્વભાવ,ભાષા,સેન્સ ઑફ હ્યુમર લોકોને ટદ્દન સકારાત્મક રીતે પ્રભાવિટ કરે છે. રિયલ લાઈફ હોય કે ટીવીમાં આ લોકોને આપણે ક્યારેય ઉદાસ નથી જોયા. Smile અને positivity જાણે આ લોકોની રગેરગમાં વસે છે. દૂધમાં સાકર ભળી જાય એમ આપણા દેશમાં ભળી ગયા અને ભારતના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. તો ચાલો જાણીએ,પરોપકારી પારસી વિશે; સાથે જાણીશું તેનો ઇતિહાસ, રિવાજો તેમજ વિશેષ બાબતો વિશે. લેખ વાંચવા અહીં લિંક પર ક્લિક કરો - https://reflections.live/articles/788/parokari-parsi-by-vishakha-mothiya-29370-mn62xfam.html Read & Share
Colourful life VS Minimalist life How far our choices have changed. Our living standards, and even our lives, shifted from colourful to black and white. We lost colours... Choose to be minimalist in everything.... Modernity is now minimalistic, not detailed. We lost structure, art, and so on. Now, more seems like a mess, and less seems like perfection. - Vishakha
Stepwell | વાવ માનવ સભ્યતાના જન્મ - વિકાસમાં કુદરતી સંસાધનનો અમૂલ્ય સ્ત્રોત એવા જળ એટલે કે પાણીએ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. દરેક સભ્યતાઓ નદીને કિનારેથી જ જન્મી,વિકસી છે,એટલા માટે જ જળને જીવન તેમજ માનવીઓની જીવાદોરી કહેવામાં આવી છે. પ્રાચીન સભ્યતાથી લઈને અત્યાર સુધી જેટલા પણ રાજવંશજો થયા એમાં જળ વ્યવસ્થાપન હંમેશાં મોખરે રહ્યું છે. જળ સંગ્રહ સ્થાપત્યોમાં વાવનું નામ આગળ પડતું લેવામાં આવે છે એનું કારણ એની દીવાલો પર કરવામાં આવેલ મંત્રમુગ્ધ કરી દે એવું કોતરણીકામ. તો ચાલો જાણીએ વાવ વિશે સરળતાથી, સાથે જાણીશું તેની સંરચના, અમુક પ્રખ્યાત વાવ તેમજ વિશેષ બાબતો વિશે. વાંચવા અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/03/02/stepwell/ Read & Share
Famous Clock Tower | Iconic Heritage Clock બસની મુસાફરી દરમિયાન જ્યારે પણ આપણી બસ કોઈ નાનકડા શહેરની બજારમાંથી પસાર થાય, ત્યારે એ બજારની વચોવચ અથવા તો રોડની એકબાજુએ ઊભો જૂના જમાનાનો ડંકાવાળી ઘડિયાળનો ટાવર નજરે ચડશે. અત્યારે ભલે એ કદાચ ન ચાલતો હોય પણ એ 100 – 150 વર્ષ જૂની ઐતિહાસિક વિરાસત લઈને ઊભો છે. આ બ્લોગમાં આપણે જાણીશું, ઘડિયાળના ટાવરના ઇતિહાસ વિશે સાથે જાણીશું - વિશ્વના પ્રખ્યાત ટાવર્સ વિશે. વાંચવા માટે અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/02/19/clock-tower/ Don't forget to Share 🔁
Caricature Art | Caricature Prompt ગયા વર્ષે Ghibli હતું તો આ વર્ષે caricature છે. હાલમાં ટ્રેન્ડ થયેલા caricature art ફોટો બનાવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/02/09/caricature-art/ #caricature #digitalart
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser