The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"આપણો સંબંધ" શબ્દ માત્ર નથી આપણો સંબંધ, માત્ર નામની ડોર નથી આપણો સંબંધ. શ્વાસ જેવી નાજુક વસ્તુ આપણો સંબંધ, લાગણીનો શોર નથી વિશ્વાસ નો દોર આપણો સંબંધ. ક્યારેક આંખોમાં બોલે છે આપણો સંબંધ, ક્યારેક મૌનમાં મહેંકે આપણો સંબંધ. ક્યારેક હાથ પકડીને ચાલે આપણો સંબંધ, સદાય અંતરમાં વસતો આપણો સંબંધ. એકમેકના જીવનનો સાચો સહારો આપણો સંબંધ, થાકેલા મનનો છાંયો આપણો સંબંધ. બોલ્યા વગર સમજાઈ એ આપણો સંબંધ, દૂર રહીને પણ નજીક લાગે એ આપણો સંબંધ. ક્યારેક રિસાવું, ક્યારેક હાસ્યથી મહેંકે આપણો સંબંધ, ક્યારેક આંસુ વહેતા પણ ટકી રહેતો આપણો સંબંધ જેમાં “હું” નહીં," તું " નથી “આપણુ ” રહેતું તે જ આપણો સંબંધ .
Good morning
"મારા પપ્પા " ઘરના આંગણે ઊભુ એક વૃક્ષ ઘટાદાર, છાંયો આપે નિશબ્દ, એ મારા વ્હાલા પપ્પા. સૂરજ જેવા કઠોર દેખાય બહારથી, અંદરથી ચાંદ જેવી મમતા ધરાવે મારા પપ્પા. પોતાના સપના શાંતિથી ખિસ્સામાં મૂકી ને, અમારા સપનાઓને પાંખ આપવા રાત દિવસ દોડતા મારા પપ્પા. પગમાં કાંટા ચુંભતા હોવા છતાં ખભે બેસાડીને દુનિયા બતાવે મારા પપ્પા. હાથમાં કઠિન મહેનતની રેખાઓ,પણ આંખોમાં ગર્વનું અજવાળું બોલે ઓછું, કરે વધારે મારા પપ્પા. જ્યારે થાકી જાઉં જીવનની દોડમાં,પાછળથી અવાજ આવે ધીમો — “હિંમત રાખ, હું છું તારી સાથે જ છું,” આમ મજબૂત બની સદાય સાથે ઊભા રહે મારા પપ્પા. માતા પ્રેમનો દરિયો હશે,પણ પ્રેમનું ઊંચુ આકાશ છે મારા પપ્પા. શબ્દોમાં ઓછા દેખાય,પણ લાગણીઓમાં અનંત છે મારા પપ્પા. મારા દરેક કદમ પાછળ,તેમની પ્રાર્થનાઓનો સાથ છે. મારા દરેક સપનાઓમાં,મારા પપ્પાનો વિશ્વાસ છે. મારી દરેક સફળતા પાછળ મારા પપ્પાના આશીર્વાદ છે. મારા દરેક શ્વાસ અને ધબકારમાં મારા પપ્પા નો જ પ્રાણ છે.
"અમુક સંબંધમાં સમય અને ઉર્જા આપવા જેવું ન લાગતું હોય, તો તેને એક સલામત અંતરે રાખીને નિભાવી શકાય, જેમાં ચર્ચા કે ચડભડને અવકાશ ન રહે અને તે છતાં સંબંધ કપાઈ ન જાય.." 🍁 *શુભ સવાર*🍁
"શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે જ શક્ય છે જ્યારે તે ફરજ પાડવાને બદલે પ્રેરણા આપે. માણસો પ્રેરિત થઈને જેટલું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, તેટલું દબાણ હેઠળ નથી કરતા. એટલા માટે, ઉદાહરણરૂપ બનવા પ્રયત્ન કરવો જોઈએ.." 🍁 *શુભ સવાર*🍁
"જીવનમાં વસ્તુઓ નહીં અનુભવો એકઠા કરશો તો સ્ટોરેજની સમસ્યા નહીં થાય.આપણે જીવન દરમિયાન ઘણી ચીજવસ્તુઓ એકઠી કરીએ છીએ.પણ જીવન જીવવા માટે જરૂરી અનુભવો છોડી દઈએ છીએ.." 🍁 *શુભ સવાર*🍁
જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખવી, દરેકને તમે સમજાવી નહીં શકો અને દરેક તમને સમજી નહી શકે... Good Morning 🌞
_*सिर्फ शब्दों से ना करना*_ _*किसी के वजूद की पहचान,*_ _*हर कोई उतना कह नहीं पाता...*_ _*जितना समझता और महसूस करता है..!*_ *Good Morning 🌞*
मज़ाक और पैसा काफ़ी सोच समझकर उड़ाना चाहिए, वरना बुरे दिन शुरू होने में देर नहीं लगती...! Good Morning 🌞
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser