Quotes by Harikrishna in Bitesapp read free

Harikrishna

Harikrishna

@nimbhar


નથી છતાં છો, પણ જ્યાં છો ત્યાં ખૂબ છો .....

એ દિલ તું સાવ આવું કેમ?

તું ચાહે , એ ન ચાહે , તો ભુલાવુ કેમ?


તારે છે એક , એને પણ એક

પછી એનું થાવું,  તો થાવું પણ કેમ?


ના કહી સકુ કંઇ , ના સહી શકુ હું

બોલ પછી મારે, ના મૂંઝાવું કેમ?


તારા મુંજાવાનો , કોઈ ફેર નથી પડતો

છતાં તારું આટલું , ચાહવું કેમ?


ચહેરો તો સંતાડી , સંઘરીએ રાખું

પણ પ્રેમને ભીતર , સંતાવું કેમ?


કાયાને માર મારી , સિધી ય કરી દઉં

પણ દિલ ! તને હાકથી સમજાવું કેમ?


આશ ઘણી રાખી , તું ફરતું ગુમાનમાં

છે એને પણ તું નઈ, તો કચવાવું કેમ?


શ્વાસ તો રોજ રાત,  ધ્રુસ્કા ભરે છે 

હવે આંખોને આમ સાવ,  ભીંજાવું કેમ?


કરું કોશિશ કે , લાચાર ના દેખાઉં 

પણ મુસ્કાન વગર , મુખ મલકાવું કેમ?


તું પણ નફ્ફટ ,એવું થઈ જા દિલ

આ 'નિંભર' ને રોજ,  પછી લલચાવું કેમ?

Read More