The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેટલીક સ્ત્રીઓ ત્યાં સુધી જ દિશાહીન હોય છે, જ્યાં સુધી તેના જીવનમાં કોઈ એવી કપરી મુશ્કેલી ન આવે. જીવનમાં મુશ્કેલી આવતા જ તેમને તેના જીવનની યોગ્ય દિશા મળી જતી હોય છે. - Dr. Pruthvi Gohel
આ મારા પપ્પા ડૉ દિનેશ આર ગોહેલ ની રચેલી અને સ્વકંઠે ગયેલી આધ્યાત્મિક રચનાની યુ ટ્યુબ ચૅનલ છે. હાજર ક્ષણે ઉપસ્થિત રહેવાની વાતો છે... યોગ્ય લાગે તો સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે 🕉️ https://youtube.com/@dr.dineshgohel?si=Z30tIztaKaHEr9F7
જ્યારે આપણે કોઈ અન્ય લોકો માટે ખરાબ ભાવના સાથે ચક્રવ્યૂહ રચીએ છીએ ત્યારે કુદરત એના ચક્રો ગતિમાન કરે છે અને તે વ્યક્તિ કે જેણે બીજા માટે ચક્રવ્યૂહ રચ્યો હતો એમાં એ ખુદ જ ફસાઈ જાય છે. જે દાવપેચ બીજાને ફસાવવા માટે ઘડવામાં આવ્યા હોય છે, તે જ વ્યક્તિના પોતાના જીવનમાં માનસિક અશાંતિ, વિશ્વાસઘાતનો ડર, અને કાયમ માટેનો સંતાપ લઈને આવે છે. આ રીતે, તેણે બીજા માટે બનાવેલો ચક્રવ્યૂહ આખરે તેના પોતાના કર્મોનું બંધન બની જાય છે, જેમાં તે ખુદ જ ફસાઈને અંતે પરાજિત થાય છે. - Dr. Pruthvi Gohel
एक दिन सपने में मेरे ओरकुट आया। फिर मैं फूट फूट कर बहुत खूब रोया। क्या दिन थे यार! कहते यादों में खोया। फिर गूगल के कंधे पे सर रख खूब रोया। - Dr. Pruthvi Gohel
માનસિક શાંતિ ભંગ કરવા માટેની એક સુંદર વ્યવસ્થા એટલે લગ્ન. - Dr. Pruthvi Gohel
Read my new story on Matribharti https://www.matrubharti.com/book/19962916/tamas-jyoti-1
જે સ્ત્રીના સાસરી પક્ષના સભ્યો એના પિયરના સભ્યોની વારંવાર નિંદા કરે છે અને એમને અન્યોની સામે નીચા દેખાડવાની કોશિશ કરે છે તે વહુ કદી એ ઘરની થઈ શકતી નથી. કોઈપણ સ્ત્રીના માતા-પિતાએ એને ઘણાં વર્ષો સુધી પ્રેમથી ઉછેરીને મોટી કરી હોય છે તો સ્વાભાવિક છે કે એ સ્ત્રીને એના માતા પિતા પ્રત્યે લાગણી હોય જ છે. જ્યારે એની સાસરીપક્ષના લોકો એના માતાપિતાનું વારંવાર અપમાન કરે તો એવા લોકોને એ સ્ત્રી કઈ રીતે માફ કરી શકે? -Dr. Pruthvi Gohel
આપણને એવું લાગે છે કે, આજની પેઢી સોશિયલ મીડિયાના વ્યાપને લીધે પુસ્તકો નહીં વાંચતી હોય, પરંતુ એકવાર કોઈ લાઈબ્રેરીની મુલાકાત લેશો તો તમને સમજાશે કે, ત્યાં આવનારા લોકોમાં આજની યુવા પેઢી જ વધુ છે. (સ્વઅનુભવે જાણેલું) #Book
ગૃહિણીને જેટલી ઝડપથી મૂર્ખ બનાવી શકાય છે એટલી ઝડપથી નોકરી કરતી સ્ત્રીને મૂર્ખ બનાવી શકાતી નથી. -Dr. Pruthvi Gohel
જે સ્ત્રીને તારામાં બુદ્ધિ નથી અથવા તને કંઈ ખબર પડતી નથી એવું કહીને છંછેડવામાં આવે છે તે જ સ્ત્રીઓ આગળ જતા સ્ત્રી સશક્તિકરણની એક ઉત્તમ મિસાલ કાયમ કરે છે. -Dr. Pruthvi Gohel
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser