Quotes by Radha in Bitesapp read free

Radha

Radha

@radhadangar5555gmail.com941073


તમારું હોવાપણું કેટલું નડ્યું હશે મને
તમે હતાં એ પણ ખબર નોહતી મને

આમ તો હોડમાં જીતવાની આદત છે,
શરત તમે લગાવી હશે ખબર નોહતી મને

કાયમ રહો છો ઉદાસ કોઈ કારણ વગર
મનાવવું આટલું અઘરું હશે ખબર નોહતી મને

Read More

હું ચાલ્યો જઈશ તારી મહેફિલ છોડીને ભલે કબૂલ
મહેફિલની રંગતે સાથે આવવાનું બોલ કબૂલ.

ને પછી મળીએ કો'ક દી કોઈ અણધાર્યા વણાંકે
મને જોઈને મોઢું નઇ ફેરવવાનું બોલ કબૂલ.

આપણી દિશા અજાણી ને આપણેય અજાણ્યા.
પછી મોટી વાતો કરીને નઇ ગરજવાનું બોલ કબૂલ.

કશુંક ખટકે ને ક્યારેક યાદ આવે જો મારી
દૂરથી પણ મને કહેવાનું બોલ કબૂલ.

વિખેરાઈ જવાના છે રસ્તાઓ ખ્યાલ છે
સાથે છીએ ત્યાં સુધી જીવી લેવાનું બોલ કબૂલ

Read More