Quotes by Rinal Patel in Bitesapp read free

Rinal Patel

Rinal Patel

@rinalpatel7136


કેટલાય પ્રશ્નો મારા હ્રદયમાં તારા માટે ઉઠતા ને એ દરેક પ્રશ્નો નો એકજ જવાબ મને મળતો હુંતો તનેજ પ્રેમ કરું છું.

અંતરની દ્રષ્ટિએ..
Rinall.

Read More

બધા માટે વધારે ન વિચારો કારણકે બધા માટે વિચારવાળાનુ જ કોઈ નથી વિચારતું..
અને અત્યાર સુધી જે થયું એ થયું,
અવે નવી શરૂઆત કરવી છે.
એમ વિચારી નવા વરસની શરૂઆત કરો.

અંતરની દ્રષ્ટિએ..
Rinall.

Read More

જયારે સમજદાર વ્યક્તિ પોતાની સમજદારીથી કામ લે છે.ત્યારે તેણે પરિણામનો વિચાર કરવાની જરૂર પડતી નથી.કારણકે કોઈને હરાવવા તો ઘણું વિચારવું પડે જીતવા માટે તો એક સારો વિચારજ પર્યાપ્ત હોય છે.

અંતરની દ્રષ્ટિએ.
Rinall..

Read More

મને એવું લાગે છે કે સારા અને સાચા વિચારો વાળા વ્યક્તિ જ ઘણી વખત એખલા પડી જતા હોય છે. પણ એ દરેક વ્યક્તિઓ યાદ રાખે કે એખલા પડી જવું અંત નથી, શરૂઆત છે.આપણે એખલા પડી જઈએ છીએ ત્યારે એ પરમાત્મા આપણી સાથે હોય છે અને એ આપણને મોટા નુકસાનમાંથી બચાવી સદમાર્ગે લઈ જાય છે એની આપણને જાણ પણ નથી થતી.

અંતર ની દ્રષ્ટિએ.
Rinall.

Read More

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નફા અને નુકસાનની ગણતરી કરે તો એની ગણતરીમાં એ નુકસાન પેહલા ગણે છે.અને નફો તો એ ગણતોજ નથી પણ આપણા નુકસાન કરતા નફાની ચિંતા ઉપરવાળાને વધારે હોય છે.એટલેજતો સબંધોનો નફો,લાગણીઓનો નફો ,પ્રેમનો નફો ને અંતે જીવાદોરી મળવાનો નફો ગણવાનું આપણે ભૂલી જઈએ છે.

અંતરની દ્રષ્ટિએ.
Rinall..

Read More

જેનો જન્મ જેલમાં થાય.ને જેલના સળીયા તોડી યમુનાજી ના નીરને મુશળધાર વરસાદમાં પણ શાંત કરી.
વૃંદાવનના યશોદાને નંદના દુલારા બની જાય
બાળપણ ગોવાળો સાથે જાય
ને યૌવનમાં રાધા ને ગોપીઓ સાથે રાસ રમી
હરે કંસ ને,ને વરે રુકમણીને
વસે જઈ દ્વારિકામાં..
કુરુક્ષેત્રમાં હથિયાર ન ઉઠાવી બને સારથી અર્જુનના, ને જીતાવી દે ધર્મ માટે યુદ્ધ.
એતો મનમોહન પાલનહારો શ્રી હરીજ
કરી શકે

Rinall..

Read More

શ્રી રામના શ્વાસે શ્વાસ માં વસે નામ સીતાનું .
કાન્હાની મોરલીના શૂરમાં વસે નામ રાધાનું ને,
મનુષ્યના અંતરમાં વસતુ બસ એક
શ્રી હરિ નામ તારું..

અંતરની દ્રષ્ટિએ.
Rinall..

Read More

સાચી જ છું કે સાચો છું એ સાબિત કરવા માટે ક્યારે પણ બીજાને કોઈપણ જાતની સફાઈ ન આપો, એ વાત માટે વારંવાર ન વિચારો કારણકે કોઈને વારંવાર સફાઈ આપવાથી આપણો સાચપણાનો ભાવ નાશ પામે છે.

અંતરની દ્રષ્ટિએ.
Rinall..

Read More

જગતમાં બધાથી સુંદર કોણ ?
આ પ્રશ્નનો તો એકજ જવાબ મળે આપણી અંતર આત્મામાં રહેલો એ શ્રી હરિ જે આપણા શરીરને ચેતના આપે છે ને દરેક સંઘર્ષ કરવમાં આપણી મદદ કરે છે.
હવે આ સંઘર્ષ આપણે કઈ દિશામાં કરવો એ નક્કી આપણે કરવાનું કારણકે એ સંઘર્ષ ખોટી દિશામાં કરીશું તો ઠેશ તો એ શ્રી હરિને જ પહોંચશે.
Rinall..

Read More

તમારી પાસે કંઈ નથી ગુમાવવાને માત્ર સ્વમાન સિવાય છતાં પણ તમે સામેવાળાની સામે એવી રીતે ટકી રહ્યા છો કે જાણે તમારું ઘણું બધું લૂંટાઈ જવાનું છે એવું એ લોકોને લાગે ત્યારે સમજી લેવું કે 70% જંગતો તમે કંઈપણ કાર્ય વગરજ જીતી ગયા છો...પણ યાદ રાખો પોતાની જાતને પેહલા પોતેજ સન્માન આપો કોઈની તાકાત નથી તમારા સ્વમાનને હાનિ પહોંચાડે એમ પણ એના સિવાય ગુમાવવાને કંઈજ નથી તો બેફિકર રહો જે ગુમાવશે એ સામે વાળોજ એની પાસે તો કદાચ સ્વમાન પણ નથી એટલે એ વારંવાર તમને ઠેશ પહોંચાડવા પ્રયત્ન કરે છે.
- Rinall..

Read More