Quotes by Chaudhari sandhya in Bitesapp read free

Chaudhari sandhya

Chaudhari sandhya Matrubharti Verified

@sandhyacc1812gmailco
(747.4k)

"એક કપ ચા, બે ધબકારા"

સાંજનો આભ કેસરિયો બની રહ્યો હતો. રસ્તાઓ પર હળવો પવન ફરતો હતો. બહાર વરસાદનાં ટપકાં કાચ પર સરકી રહ્યાં હતાં. રસ્તા પર લોકો છત્રી નીચે દોડતા, અને સામે એક નાનકડું કેફે. અંદર ગરમાગરમ ચાની સુગંધ અને ધીમું સંગીત. અંદર, ખૂણાની ટેબલ પર સમ્યક બેઠેલો... હાથમાં ડાયરી હતી... અધૂરું લખાણ...પોતાની ડાયરીમાં વિચારો લખતો. કપમાંથી ઉઠતા વરાળમાં નજર ગુમાવી બેઠો હતો. ચાની વરાળ સાથે શબ્દો પણ હળવેથી ઉઠતા.

એ સમયે દરવાજો ખૂલ્યો. ભીતર આવી એક યુવતી... માયરા...વાળ પર વરસાદનાં ટીપાં, આંખોમાં થોડી હડબડ, હાથમાં ફોન અને પર્સ. આંખોમાં દિવસભરનો થાક અને હોઠ પર નાનું સ્મિત. તેણે ચારેબાજુ જોયું. બધાં ટેબલ ભરેલા. માત્ર એક જ ખાલી ખુરશી...સમ્યકના ટેબલ પર.

માયરા (હળવેથી): "હાય...અહીં બેસી શકું?"

સમ્યક ચોંકી ગયો. ઝટથી ડાયરી બંધ કરતાં કહ્યું "હા..હા..બેસી જાઓ."

વેઈટરે પૂછ્યું, "મેડમ, શું લાવું?"
માયરા:- "એક કપ મસાલા ચા...ખાંડ ઓછી."

વેઈટર મસાલા ચાનો ઓર્ડર લઈ ગયો.

બન્ને વચ્ચે થોડી પળો મૌન. બહાર વરસાદ વધુ તીવ્ર બન્યો, અંદર ચાની સુગંધ ઘેરી.

સમ્યક: "હું સમ્યક."

માયરા (હળવું સ્મિત): "હું માયરા."

સમ્યક: "તમે પણ વરસાદમાં ચા પીવાનું પસંદ કરો છો?"
માયરા (સ્મિત સાથે): "વરસાદમાં ચા નહીં પીવી એ તો અપરાધ છે."

એ સ્મિતમાં કંઈક હતું...એક અજાણ્યો ગરમાવો.
ચાના બે કપ વચ્ચે, વાતો પણ ઘૂંટડે-ઘૂંટડે પીવાઈ ગઈ.

બહાર વરસાદ અટક્યો, પણ અંદર બંનેના મનમાં હળવો ઝરમર ચાલુ રહ્યો.

માયરા: "ચાલો? આજે બહુ સરસ વાતો થઈ."
સમ્યક: "હા...અને કદાચ આ અમારી છેલ્લી વાત નહીં હોય."

માયરા સ્મિત સાથે નીકળી ગઈ. સમ્યક ચાના કપને જોઈને હળવેથી બોલ્યો... "મસાલા ચા...ખાંડ ઓછી...નામ માયરા...

અને જ્યારે તેઓ અલગ થયા, બંનેના મનમાં એક જ પ્રશ્ન હતો...આ ફરી મળી શકશે?

સમ્યકના મનમાં માત્ર એક જ વિચાર ફરી વળ્યો
"આ સાંજ કદાચ ફક્ત સાંજ નહીં...શરૂઆત હતી."

Read More

બારીમાંથી મારી નજર આકાશ પર ગઈ. આકાશની પહોળાઈને જોઈને, એક પંખી મુક્તપણે ઉડી રહ્યો હતો. તેની પાંખોની હળવી લહેરાતી અસર અને હવામાં તેનુ નિર્ભય રીતે ઉડાન ભરવી. આ જોઈને મને મનમાં અજાણી શાંતી અને એક અનોખી ઊર્જાવાન આવિષ્કાર આપી રહી હતી. પંખી જ્યાં જાય ત્યાં કોઈ બાધા નહીં, કોઈ મર્યાદા નહીં. તે સંપૂર્ણ રીતે પોતાના ઈચ્છાથી ઉડે છે.

મારા મનમાં એક સુંદર આશા જાગી કે, ક્યારેક હું પણ એમ મુક્તપણે, મારા સપનાના આકાશમાં, પોતાની મર્યાદાઓને ભૂલી જઇને, નિઃશંક અને નિર્ભય રીતે ઉડી શકું. આ વિચાર મારી અંદર એક અનોખો ઉત્સાહ જગાવતો રહ્યો, જે મને જીવનની નવી ઊંચાઇઓ અને નવા રસ્તાઓ શોધવાની પ્રેરણા આપતો રહ્યો.

Read More

सिर्फ जिस्म ही नहीं,
रूह छू सको तो इश्क करना

कपड़े उतारना वफा का सबूत नहीं,
उसका सिर ढक सको तो इश्क करना

वो मेरी है, वो मेरी है का शोर नहीं,
मैं उसका हूं कह सको तो इश्क करना!

Read More

ક્ષણ છોડીને સદીમાં શોધું છું,
ખોવાયેલી નાવ નદીમાં શોધું છું...

છે બધું છતાં કેમ ખૂંટે છે કશું?
સુખના કારણો અતીતમાં શોધું છું...

સમાયું બધું જ શૂન્યમાં, જાણું છું,
તોય જુઓ બધું અતિમાં શોધું છું...

હશે ચોક્કસ કારણો મારા જ છતાં,
કારણો વિફળતાનાં નિયતિમાં શોધું છું...

હાં કેટલો સ્વાર્થી છું, હું પણ જુઓને..!
ઈશ્વરને પણ હું આપત્તિમાં શોધું છું..!

Read More

એવાં ઘણાં પ્રચલિત કિસ્સાઓ છે જેના વિશે તમે તમારા વડીલો‌ કે દાદા-દાદી પાસેથી સાંભળ્યું હોય. એ કિસ્સાઓ સાંભળીને નાનપણમાં તમને ખૂબ ડર પણ લાગતો. પણ નહોતી ખબર કે એ કિસ્સાઓમાં ક્યાંક ને ક્યાંક સત્ય અને રહસ્ય છૂપાયેલું હતું. કેટલાંક રહસ્યમય કિસ્સાઓ એવાં હોય છે જે વર્ષો પછી પણ આપણા મનમાં જીવંત રહે છે. એવાં જ બ્રહ્માંડના કેટલાંય રહસ્યો એવાં છે જેને મનુષ્ય ક્યારેય ઉકેલી શકશે નહીં. સૂર્યમંડળમાં એક માત્ર સજીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય તો તે છે પૃથ્વી...

અનંત બ્રહ્માંડમાં આ વિશાળ પૃથ્વી-ધરતી ઉપર કેટલાંય લોકો વસવાટ કરે છે. કેટલાંક વાસ્તવિક છે તો કેટલાંક કાલ્પનિક...પણ કેટલીક પ્રજાતિઓ એવી હોય છે જે ન તો વાસ્તવિક હોય છે કે ન તો કાલ્પનિક... એની કોઈ સાબિતી નથી મળતી પણ આવી વાતોને નજર અંદાજ પણ ન કરી શકાય...એ લોકો મિસ્ટીરીયર ટાઈપ હોય છે....એમના વિશે સંપૂર્ણ જ્ઞાન કોઈની પાસે નથી હોતું.

આવી જ રહસ્યમય અને રોમાંચક વાર્તા માતૃભારતી પર વાંચો.... "કંઈક તો છે!"

Read More

ખરતા પાંદડા એ
દુનિયાનું સૌથી મોટું ઉદાહરણ છે,
બોજ બન્યા તો...
તમારા પોતાના પણ તમને પાડી દેશે..!!

બસ ફક્ત તારો જ સહારો જોઈએ છે...
આ ડૂબતી નાવડીને એક કિનારો જોઈએ છે...

દરેકના હ્દયમાં બે જીંદગી ધબકતી હોય છે
એક જે જીવે છે અને
બીજી જે ખરેખર જીવવા માંગે છે...

અધૂરા સ્વપ્નને કિનારો મળી જશે,
જયારે હાથ તારો મારા હાથને મળી જશે !!

epost thumb