The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક દોસ્ત ! એક સાદી સીધી,સંસ્કારી,સુંદર,ઘરની ગરીબ પણ દિલની અમીર,શરીર આખા એ ઢાંકેલા વસ્ત્રો પરિધાન કરતી માત્ર ફોટોમાં જોઈ છે,ક્યારેય મુખમાંથી ગાળો નથી સાંભળી,કયારેય ગુસ્સો કરતી નથી જોઈ,વિવેક અને વારસો,ખાનદાની એ એનો પૈસો,ખોટા કયારેય-કયાંય વાયદા કરતાં નથી જોઈ,એકજ શહેરમાં છતાં મળવામાં હજુ વિલંબ કરતી આ છોકરી પ્રત્યે દીન બ દીન વધુને વધુ તેના તરફી તન-મન ખેંચાતું જાય છે.એવું કોણ હશે!!!!!જેનું નામ પણ ફૂલનો પર્યાય છે.નામમાં આટલી સુગંધ છે,તો ફૂલમાં પણ સુગંધ હોય જ!!એવું ખીલતું તેનું મુખારવિંદ!!!બસ એને જોવા માટે મારું બદન તડપે છે. બોલો! એ કોણ હશે?????? Good🌺morning
યાદ કરો ને મને નહીં તો તમારી યાદમાં એવું બને કે હું તમને ના ભૂલી જાઉં!! પોતાનાંને ભૂલતાં વાર લાગે કેમકે ભૂલવા માટે પોતાનાંમાં ક્યાંક હું ના ખોવાઈ જાઉં. - વાત્સલ્ય - वात्सल्य
આવી રીતે ના રમો સંતાકૂકડી રાત અંધારી મહેલોમાં !! હું તો મારે ગામડે આંબલી હોય કે પિંપળીની રમું એ ઘટામાં. તારા મહેલોમાં ગલી અનેક ઓરડીઓ અનેક અને માલિક અનેક!! હું તો જેની સાથે રમું સંતાકૂકડી તે તો તન્નુ છે લાખો કરોડોમાં એક. . - વાત્સલ્ય
આ શરીરમાં પીઠી કોઈ બીજાના નામની ઘસાય ત્યારે દિલમાં ઘસરકા પડે છે. સાચી પીઠી એની ચડે જેને માટે આ દિલ ગમે તેવા ઘસરકા સહન કરવા રાજી રહે છે. - વાત્સલ્ય - वात्सल्य
આજે વિશ્વ પુસ્તક દિવસ છે. આપ લોકોએ આજ સુધીની જીવન સફર દરમ્યાન કેટલાં પુસ્તક વાચન કર્યાં? - वात्सल्य
નારાજ છો કે કામમાં છો,સમજાતું નથી, હમણાં મુખ કમળ આથમણું કેમ ખીલે છે. - વાત્સલ્ય - वात्सल्य
એક દિવસનો પ્યાર સમજો કાં!!જન્મોજનમ સમજો! આમ એક દિવસમાં શું અનુભવશો આખી જિંદગીનો બોજો!!!! - વાત્સલ્ય - वात्सल्य
ઉમંગની બજારમાં ઉછાળો આવ્યો એવો વિશ્વ અચંબિત થઇ ગયું !! પાછું વૈશ્વિક મંદીનું મોજું ફરી વળ્યું ઉમંગની અર્ધી ઉંમરેય બેઠું ન થયું. આશાના વમળમાં અટવાતી જિંદગી આકાશે ચંદ્રિકા અટુલી થઇ ગઈ, સંદેશ આ અખબારે અથડાતાં આંખોથી અકારણ આંસુડું ટપકી ગયું. - વાત્સલ્ય
*તન તૃપ્ત થાય પણ મન અતૃપ્ત રહી જાય તે પ્યાર નથી.બન્ને ના તન અને મન તદ્રુપ થાય તે સાચો પ્યાર* - वात्सल्य
આજે તો તારા પર એટલું સરસ કાવ્ય લખ્યું'તું!!! કાશ !! ચકલીને તેના માળા માટે એ કાગળની વધુ જરુર હતી. - વાત્સલ્ય
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser