Quotes by Sejal Raval in Bitesapp read free

Sejal Raval

Sejal Raval

@sejalraval9932
(24)

#વિશ્વ પુસ્તક દિવસ
#લાગણીઓની સફરે

પુસ્તક જો આકાશ છે, તો મારે ઉડવુ છે...
પુસ્તક જો દરિયો છે, તો મારે ડૂબવું છે...
પુસ્તક જો બાગ છે, તો મારે ટહેલવુ છે...
પુસ્તક જો જીવન છે, તો મારે જીવવુ છે...

શું નથી એક પુસ્તક??
બધુંજ તો છે...

પુસ્તકના એ બે પૂંઠા વચ્ચે એક આખી દુનિયા હોય છે.
એતો તમે ખોલો તો જ રહસ્યો ઊઘડે!!!

Read More

#લાગણીઓની સફરે#My words#My thoughts

#world heritage day
#લાગણીઓની સફરે

પેલી લાકડાનાં માળિયામાં સંગ્રહેલી જૂની ફાનસ,
મેં આજેય એવીને એવીજ સાચવીને રાખી છે...

પેલી દર થોડા દિવસે નાની ને મોટી બે ચાવીઓ ભરતી,
લોલક ઘડિયાળ મેં આજેય એવીને એવીજ સાચવીને રાખી છે...

પેલી જે લાકડાનાં બારણે સાંકળ દઈને તાળું મારતી એ,
તાળું ને ચાવી ય એવીને એવીજ સાચવીને રાખી છે...

પેલી રસોડાની છાજલીએ હારબંધ ગોઠવેલી પિત્તળની,
થાળીઓ ને વાટકીઓ મેં આજેય એવીને એવીજ,
સાચવીને રાખી છે...

પેલી ડામચિયામા ભરેલી માંની સાડી માથી હાથે ટેભા લઈ, બનાવેલી લાલ પીળી ગોદડીઓ મેં આજેય એવીને,
એવીજ સાચવીને રાખી છે...

બસ, નથી સચવાયું તો એ મારૂં પોળનું ઘર જેમાં ખાલી,
શ્વાસ નો'તા લેતા, પણ સાચા અર્થમાં જીવતા'તા...

હા, પણ એ ઘરની યાદો મારા હૃદયનાં એક ખૂણે મેં,
આજેય એવીને એવીજ સાચવીને રાખી છે....

Read More

#લાગણીઓની સફરે

વિશ્વ કવિતા દિવસ

નથી જોઈતું એકાંત,
મનેતો શોરજ ગમે છે!

લાગણીઓ ભલે ઝાઝી નહીં,
પણ હદય એનાથી ભરેલું ગમે છે!

આંખો ય સાવ કોરી ધાકડ નહીં,
એમાંય મને ક્યાંક ઝળઝળિયાં ગમે છે!

બધું શું માપી તોલીને જીવવાનું?
મનેતો બધું જ થોડુંક અસ્ત વ્યસ્તજ ગમે છે!!!

Read More

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

#લાગણીઓની સફરે
સેજલ રાવલ


ફૂલ ગુલાબી ઠંડીની એ આછી આછી તડકી હોય!...
ચહેરા પરેય જાણે ચમક અનેરી હોય!...
ડહોળા પાણીની જેમ વાતાવરણેય ઘુમ્મસ ઘેરુ બન્યું હોય!...
એ ઘુમ્મસના વાતાવરણમાં ઉની ઉની ચાની વરાળ પાછી
ભળતી હોય!...
વગર વાતે વારે વારે ચહેરા પર એક વણનોતર્યુ સ્મિત આવી જતુ હોય!...
આ. હા. હા. હા... કેટલો સુખદ અનુભવ...!
.
.
.
અને ત્યાંજ આક્રોશથી ભરાયેલા મોબાઇલનો અલાર્મ જોરથી વાગ્યો..... 🥺😭

Read More

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

#લાગણીઓની સફરે
સેજલ રાવલ

#લાગણીઓની સફરે#My words#My thoughts
સેજલ રાવલ