The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
This park is 50 km (32 miles) from Tigan Reservoir, Russia. It has some 50 lions in 30 hectares. A different world. Wonder how they are domesticated to this level? Here is the answer. *Lions too are Cats!*
*દિલને સ્પર્શેલી એક વાર્તા...* *એકાંત* આજના દિવસે છાપાની જાહેરાત વાંચી, ફ્લેટ વેચવાનો છે ફ્કત 30 લાખમાં. પોશ વિસ્તાર, રોડ પર ... મોકાનું લોકેશન. એ યુવાને જાહેરાત વાંચી અને પાલડી વિસ્તારની એ સોસાયટીમાં તેની પત્ની સાથે પેલો ફ્લેટ જોવા પ્રવેશ્યો. આખી સોસાયટી, લોકેશન, લોકો બધું ધ્યાનથી જોયું. એકસિબિલિટી પણ સારી હતી. જૂની અને લગડી સોસાયટીમાં હવા ઉજાસવાળો ફલેટ. ત્રીજા માળના એ 303 નંબરના ફ્લેટનો બેલ વાગ્યો.. એક આયા બાઈએ ફ્લેટનો દરવાજો ખોલ્યો અને આખોય ફ્લેટ બતાવ્યો. ગેલેરી... કિચન... ફર્નિચર...પેસેજ...બધું જ ચોખ્ખું કાચ જેવું. અંદરના રુમમાં એક ભૂરી આંખોવાળી, કરમાઈ ગયેલી ચામડીવાળી, પ્રભાવી એક મહિલા વ્હીલ ચેર પર બેઠી હતી. યુવાન બોલ્યો : બા આ ફ્લેટ છેલ્લે તમારે કેટલામાં કાઢવો છે. પહેલાં તો મને બા નહીં કહેવાનું. આઇ એમ અમૃતા. વૃદ્ધ મહિલાએ અડધેથી વાત કાપી નાંખી અને કહ્યું : ભાવ છાપામાં લખ્યો છે પણ પાંચ-પચીસ આમ તેમ થાય. પછી ચા માટે બૂમ પાડી: રેખા...ચા...લાવ અને આ છોકરી માટે પેલી ફરારો રોશેનીની ચોકલેટ આપ. શાંતિથી બેસાય, પછી આ બધી વાત થાય ધીમે ધીમે વાત આગળ ચાલી નોકરીની, ફલેટની હિસ્ટરીની, જીવનની મિસ્ટરીની, યુવાનીના શોખની, કેટલાંક જૂના આલબમો સુધી વાત વિસ્તરી ગઈ. યુવાનનો સમય થયો એટલે બે કલાકે યુવાન અને તેની પત્ની ઊભા થયા. આવજો કીધું અને પાછો વળ્યો, ફ્લેટમાં ઉતરતાં ઉતરતાં વિચાર આવ્યો કે આટલો મસ્ત ફ્લેટ, સારું લોકેશન, સસ્તો તોય કેમ વેચાતો નહીં હોય ? લાવ સિકયુંરિટીવાળાને પૂછી જોઉં. સિક્યુંરિટીવાળો તમાકું ઘસતાં ઘસતાં બોલ્યો : આ માજી ટાઈમપાસ કરે છે. કોઈ ઉઠવા બેસવા વાળું નથી તો છાપામાં એડ આપીને લોકોને બોલાવે છે. અલગ અલગ એડ આપે છે, કયારેક ફ્રીજની, ક્યારેક કપબોર્ડની તો ક્યારેક ઘરની. બસ ટાઈમ પાસ કરે છે. જે આવે છે તેને સારું ખાવા ખવડાવે છે અને ૧-૨ કલાક સુધી વાતો કર્યા કરે છે. તમને પેલી ફોરેનવાળી ચોકલેટ ખવડાવી હશે નઈ! એમનો દીકરો પરદેશમાં રહે છે ત્યાંથી મોકલાવે છે. આને ટાઈમપાસ કહેવું કે એકલતાનો ઈલાજ!! *બાકી સત્ય એ છે કે માણસ પાસે બધો જ વૈભવ હોય પણ પાસે ઘડીક બેસવા વાળું કોઈ ન હોય તો એના જેવી ગરીબી બીજી કોઈ નથી..😪* જીવનના લાસ્ટ ફેઝ માટે સારા મિત્રો બનાવી રાખજો તો કદાચ જો જીવનસાથીનો સાથ છૂટી જાય તો મિત્રો સાથેની બેઠક ઘડપણની લાકડી બની રહેશે.. ----------------------------------------
. 🙏🏻 *પ્રણામ* 🙏🏻 *જીવન એવું જીવી જઈએ કે.....* *કોઈ એમ ના કહે કે.....,* *ઝાડ પડ્યું ને જગ્યા થઈ........* *પરંતુ......,* *એમ કહે કે.....,* *ઝાડ ગયું ને વિસામો ગયો.....!* *આપનો દિવસ મંગલમય રહે તેવી પ્રભુ પ્રાર્થના.* 🙏🏻🙏🏻
*હિસાબ ની માથાકૂટ* *ના થાય એટલે જ..* *પ્રભુ* *બધા ને*…. *ખાલી હાથે મોકલે છે,* *ને ખાલી હાથે* *પાછા લઈ લે છે......*
15 August શુક્રવારે સાતમ છે અને જાહેર રજા છે. શનિવારે આઠમ છે અને જાહેર રજા છે. રવિવારે કોર્ટ બંધ છે. સોમવારે જામીન મળશે......... જુગાર રમનારે ધ્યાન રાખવું.... *આતો ઘરના છો એટલે કીધું* 😁😁😂😂😝😝😜😜
🌷🙏🏻 *जय गोपाल*🙏🏻🌷 🌺 *सुप्रभातम्*🌺 "ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી."*
*અમાસ કરો કે પૂનમ કરો, શ્રાવણ કરો કે ચૈત્ર કરો,* *જ્યાં સુધી દિલમાં દયા, મનમાં માયા અને પ્રભુમાં શ્રધ્ધા નહિ હોય ત્યાં સુધી બધું નકામું છે..* *શુભ સવાર*
વધતી ઉંમરની એક મજા એ પણ છે, કે તમારી આંખો ધીમે ધીમે ઝાંખી પડવા લાગે પણ માણસો ઓળખવામાં તમે નિપુણ થતાં જાવ..🌼
*હેપી સિનિયર સિટિઝન્સ વિક !* *શું ઓછું કરવું ?* ૧. મીઠું, ૨. ખાંડ, ૩. સફેદ મેંદો, ૪. ડેરી ઉત્પાદનો, ૫. પ્રોસેસ કરેલું ખોરાક. ૬. વાદ વિવાદ ૭. વાંધા વચકા *શું ખાવું ?* ૧. શાકભાજી, ૨. દાળશાક, ૩. શિંગ, ૪. સૂકા મેવા, ૫. ઠંડા દબાવેલા તેલ (ઓલિવ, નાળિયેર), ૬. ફળો. ૭. કોઈ નાં કડવા વેણ ૮. દુઃખ ગળી ખાવું. *આ ત્રણ બાબતો ભૂલવાનો પ્રયાસ કરો :* ૧. તમારું વય, ૨. તમારું ભૂતકાળ, ૩. તમારી ફરિયાદો. ૪. સગાં સંબંધી ઓ એ કરેલ ડખા *આ બાબતો ખાસ કરીને સાચવો :* ૧. તમારું કુટુંબ, ૨. તમારા મિત્રો, ૩. તમારા સકારાત્મક વિચારો, ૪. સ્વચ્છ અને ખુશહાલ ઘર. ૫. આવનારા સંભવિત કપરાં સમય માટે બધી મુડી સાચવવાની. *આ ત્રણ વાતો અપનાવો :* ૧. હંમેશાં હસતાં રહો, ૨. નિયમિત કસરત કરો, ૩. વજન પર નિયંત્રણ રાખો. ૪. જીભ માં મીઠાશ ન હોય તો પણ કેળવો. ૫. અન્ય ની વાત પણ સાંભળવાની ટેવ અપનાવો. *છ લાઇફસ્ટાઇલ ની આદતો જેને અનુસરવી જોઈએ :* ૧. તરસ લાગે પછી જ નહીં, નિયમિત પાણી પીવો. ૨. થાકી જાઓ ત્યારે નહીં, સમયસર આરામ કરો. ૩. બીમાર પડ્યા પછી નહીં, નિયમિત ચકાસણી કરો. ૪. ચમત્કારની રાહ ન જોવો. ૫. પોતા પર વિશ્વાસ રાખો. ૬. હંમેશાં સકારાત્મક રહો અને ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરો. ૭. એક જ જગ્યા પર સતત બેસી ન રહો. *_તમારી પાસે ૪૭ થી ૯૦ વર્ષ વયના મિત્રો છે ? તો આ સંદેશ તેમને જરૂર મોકલવો !_* 🌹 *"હેપી સિનિયર સિટિઝન્સ વિક!"* *"બધાને તંદુરસ્ત અને આનંદી જીવનની શુભેચ્છાઓ!"* 🙏
*સોનાની પેન કદાચ વારસામાં મળી* *શકે પણ શું લખવુ એનું જ્ઞાન ના હોય તો* *બધું જ વ્યર્થ જશે* *શુભ દિવસ*🌄
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser