Quotes by Thakor Pushpaben Sorabji in Bitesapp read free

Thakor Pushpaben Sorabji

Thakor Pushpaben Sorabji

@thakorpushpabensorabji9973


નાનકડો પ્રવાસ
કાચા,પાકા રસ્તાનો નાનકડો પ્રવાસ
એકલા કર્યો મેં એક નાનકડો પ્રવાસ...
ખાલી સુમસામ રસ્તા,એકલા નિહાળ્યા
કેવા શાંત એ,આવતા સૂર સાંભળ્યા...

વાતો કરતો વાયુ સૌ સંગાથે
લહેરાતી મલકાતી કેવી વનરાજી
પંખીઓના મીઠા મધુર કલશોર
કળા કરંતો મોરલો ને
થનગનતી પેલી ઢેલડ...........

નાના જીવજંતુ પણ વિહાર કરતા કેવા
ડાળે બેસી ગોષ્ટી કરતા
પેલા પંખીના જોડલા
છાંયે બેઠેલા પ્રાણીઓને
ઉડાઉડ કરતા ભમરાને પતંગિયા....
રસ્તે ભરાયેલું ખાબોચિયું
તેમાં છબછબીયા કરતા કેવા પારેવા
કોરી થયેલી રેતીમાં
રગડતા તેતરા ને ચકલા
સુરજ પણ મસ્તીમાં જાણે
રમતો સંતા કુકડી.......

નાના મોટા વીજ થાંભલા પણ
ઊંચેથી જોયા કરતા
આ સૌ જીવોની ગપસપ
રંગબેરંગી પતંગિયા પણ ઉડાઉડ કરતા
સ્પર્શી સૌને કેવા આનંદથી ઊડતા.......

સાંકડા રસ્તે ઘટાદાર ઝાડવા કેવા
સજાયેલી જાણે છત
એવા સજીને વળાંકે ઊભા
વરસતા વરસાદે પાંગર્યા વેલા બધા
ઝાડવાની ઊંચાઈએ આંબી
ઝાડવા ને ઢાંકી રહ્યા......

સવારે જાગી વનરાજીને
પશુ પંખી સૌ ગોષ્ટી કરતા
સાંજે પોઢતી વનરાજી ને
જાગતા રાતના પંખીડા
ટરરરરર કરતાં તમારા બોલતા
મચ્છર ગણ ગણ કરતા
ધીમું સંગીત રેલાવતા સૌની સંગાથે......
રસ્તે નિહાળી સૌની
મૌન વાતચીત......
તેથીજ કહેવાયું છે કે,
"વિશાળે જગ વિસ્તારે નથી
એક જ માનવી
પશુ છે પંખી છે પુષ્પોની છે વનસ્પતિ"
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર

Read More

મુશ્કેલીમાં પ્રભુ તુજ તારણહાર

મુશ્કેલીમાં મૂંઝવણ અનુભવાય,
સાચા રસ્તે બધે કાંકરા જ દેખાય...

મુશ્કેલીમાં પડતી લાચારી એ
નજીકના ને હસતા જોયા છે.....

સત્ય હોય છે સામે પણ,તેમાંય
વાંધો ઉઠાવનાર પોતાના જ મળ્યા છે...

લાચાર બનુ છું જ્યારે પરિસ્થિતિ થી
એમાંય ચાબખા મારનાર મળ્યા છે....
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર

Read More

અંધકારે દિપક પ્રકાશ ફેલાવે!
મૂંઝવણમાં માઁ માર્ગ તું બતાવે
થાય અનુભૂતિ માં તારી
લાગે,ચિંધ્યો માર્ગ તે!
જય માતાજી
- Thakor Pushpaben Sorabji

Read More

સાવ કોરી પાટીમાં લખાતા
અક્ષર
શાંત અને શૂન્ય બનેલા મનમાં
વિચારો
શાંત જળમાં ફેંકાતી કાંકરી
સમાન
જળમાં હલચલ સમાન વિચારો
મનમાં
હલચલ મચાવી જાય છે.
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર

- Thakor Pushpaben Sorabji

Read More

સમય શીખવી જાય છે
ના બોલવામાં પણ
ઘણુ બોલાઈ જાય છે!
મૌન રહીએ તો પણ
મૌન ઘણું કહી જાય છે!
તેથીજ જો..............
શાંત રહેતો સમુદ્ર જો
તેના મોજા ઉછળવા ભુલી જાય તો?
રોજ પ્રકાશ તો સુરજ
જો પ્રકાશ ભૂલી જાય તો?
તારાની ચમક,ચંદ્રની ચાંદની
જો ચમક ને ચાંદની ના રહે તો?
બસ એમ જ ..............
જો માણસ માણસાઈ ભૂલી જાય તો?
આ જો... અને તો...
શબ્દો પણ ઘણું કહી જાય છે
બસ એમ જ ની:શબ્દ
બની જવું છે આજ,
પણ સમય સૌનો સામનો કરાવી
ઘણું શીખવી જ જાય છે!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર

Read More

ઘરનો બાગ
ઘણા દિવસે મળી હું બાગને
શાંત બની જોતો એ લાગ્યો
લીલાછમ પાંદડા,રંગબેરંગી ફુલો
જોઈ નિહાળી આનંદ મને લાગ્યો
વહેતી ધીમેથી હવા બાગને હસાવતી લાગી
હસ્યો મોગરો,મલકી મધુમાલતી,
લજવાતી લજામણી ને નમેલીએ લતા
ખીલેલા પુષ્પોને ખરેલા પાંદડાને ફૂલો
લહેરાતા ને ઊડતા એ હવામાં
પડેલા બીજ પણ ખીલી ઊઠ્યા,
ફૂટતા અંકુરે કેવા ફૂટડા એ લગતા!
ચી ચી કરતી ચકલી ધીમેથી બોલી
ફૂલસૂંઘણી ઊડી રસ કેવો એ ચૂસતી
સુંદર પુષ્પો,સુંદર લતા,સુંદર મારો બાગ
તેની મીઠી ફરિયાદ જાણે મળી થઈ દૂર
ખેંચે હૃદયના તાર તું રોમે રોમમાં તારી
સુંદરતાનો છે",પ્રકૃતિ" તારો ધબકાર!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર

Read More

સવારમાં શિવજીનો
ગુંજતો નાદ
પ્યારો લાગે શિવ ૐકાર
તુજ શૂન્ય,પુણ્ય,તુજ કર્મ,
તુજ આદિ,મધ્ય ને અંત!
તુજ દયા,કૃપા ને ક્ષમા
ભજે સૌ તુજને ભોલેનાથ!
ઓમ નમઃ શિવાય

- Thakor Pushpaben Sorabji

Read More