Quotes by Ashish Rao in Bitesapp read free

Ashish Rao

Ashish Rao

@tirth....
(5)

દુનિયા ના એટલા રંગો જોયા પછી હોળી ધૂળેટી ના રંગો પણ ફિક્કા લાગે છે બન્ને માં ફર્ક આટલો છે કે તહેવાર માં રંગ લગાડાય છે અને વ્યવહાર માં રંગ બદલાય છે

Read More

જો તું વરસાવે લાગણી ના નીર તો નદી બની બે કાંઠે વહેવું છે ,બની જા તું સ્નેહ નો સાગર તો સરિતા બની તારા ખોળે રમવું છે .બને જો તું વહાલપ નો દરિયો તો અમી વાદલડી બની તારા માં વરસવું છે ,બને જો તું રત્નાકર તો મરજીવો બની તને શોધ્યા કરવું છે ,મારા અસ્તિત્વ ની શું વિસાત છે તારો છું અને તારા માં જ ભળવું છે
- Ashish Rao

Read More

અરે આ શેનો વરસાદ છે તારા પ્રેમ નો કે કુદરત ના પ્રેમ નો એક અંદર થી ભીંજવે છે બીજો બહાર થી........

ખારા રણ માં મીઠી વિરડી શોધું છું તને મળ્યા પછી તલાશ બંધ થઈ છે
- Ashish Rao

પોતીકા ને પામવા હું ઝિંદગીભર મુસાફર બની ફરતો રહ્યો ચાર ખંભા પર સવાર થઈ અંતિમ મંજિલ પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ દુનિયા માં મારું કોણ???????????????

Read More

આમ તો કેલેન્ડર ના પાના ફાડવા માં મને કોઈ રસ નથી પણ સાલુ આટલું તો ખબર પડે છે કે જીવન માં કઈક તો ગુમાવ્યું છે ......

Read More

લાગણી ના બંધન અને સ્નેહ ના સ્પંધન તોયે પ્રેમ તણો ખાલીપો કાગળ ના ફૂલ માં સુંદરતા અજોડ તોય સુવાસ તણો ખાલીપો હું ના હુંકાર અને તું ના તિરસ્કાર માં ખુદ નો ખુદ માં ખુદ થી જ ખાલીપો............

- Ashish Rao

Read More

તન મરે ને આગ ચાપિ પોતીકા રડે છે ,પણ મન તો અહીં રોજ મરે છે અને આગ ચાપનાર પોતીકા બની હસે છે વિધિ ની વક્રતા તો જુઓ તન એક વાર ચિતા માં ચડે ને મન રોજ રોજ એ ચિતા માં ભડકે બળે છે છતાં તન ના સોળે શણગાર અને મન નો ક્યા કોઈ ભાવ પણ પૂછે છે

Read More