Quotes by Vibhuti Desai in Bitesapp read free

Vibhuti Desai

Vibhuti Desai

@vibhutidesai
(97.6k)

માતૃ દિવસ
માતૃ દિવસની શુભેચ્છા

મારું વ્હાલું પિયરિયું છોડ્યું
પારકાને પોતાનાં કરવા
છતાં કહેવાઈ હું પારકી.
બધું ભૂલી હસતી રહી
સંતાનોને ઉછેરતી રહી.
પરિવારને ખુશ રાખવા
હું મારી જાતને ભૂલી ગઈ.
સંતાનો પગભર થઈ ગયાં
પતિ એનાં કામમાં વ્યસ્ત.
જીવનપથ પર એકલી
હું વિચારતી જ રહી ગઈ.
ક્યારે મીઠાં બોલ સાંભળીશ?
આશ મનમાં જ રહી ગઈ.
આવ્યો આજ મધર્સ ડે
સંતાનોને સમય મળશે.
મા સાથે ફોટા પડાવવા કાજ
કહેશે હેપ્પી મધર્સ ડે.
મા હેપ્પી થઈ? એ નહીં વિચારે
ફોટા મૂકશે સોશિયલ મિડિયા પર
બતાવશે કેટલો પ્રેમ છે મા માટે!
કહે વિભૂ, "બંધ કરો આ તમાશો
થોડો સમય વિતાવો મા સાથે. "

©વિભૂતિ દેસાઈ ઘાસવાલા.
બીલીમોરા.

Read More

નર્મદા તટે
શિવશરણે જતાં
ભાવિકો રાજી.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા.
બીલીમોરા.

મોબાઈલ આવ્યા
અંક ભૂલ્યાં
મોઢે
ગણતરી વિસરીયા.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા.
બીલીમોરા

આંતરરાષ્ટ્રીય ચા દિવસની શુભેચ્છા

ખુશ્બુ ચા કેરી
પાથરતી ઓજસ
દિમાગ માંહે.

ભળે ચાહત
ચા બને ખુશ્બુદાર
ઝંખું ચાહત

મળ્યાં બે પ્રેમી
ચા કેરી ચૂસકીએ
પાંગર્યો પ્રેમ.

ડરવું નહીં
ચા પીઓ ડર્યા વિના
રહો મોજમાં.

વિભૂતિ દેસાઈ
ઘાસવાલા, બિલીમોરા

Read More

વિશ્વ પુરુષ દિનની શુભેચ્છા

નારીની આંખમાં નમી,
મળતી સૌની સહાનુભુતિ !
પુરુષની આંખમાં અમી,
સૌથી રહેતી અજાણી !
પુરુષ કેરો પુરુષાર્થ,
ઢંકાયો કર્તવ્ય પાછળ!
નર-નારી રહે હળીમળી
જીવનરથ સ્વર્ગ કેરી કેડી🌹!

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More

લાભ કહું કે કહું હું પાંચમ,
તમે આવો એ લાભપાંચમ.
તમે આવો એ જ મોટો લાભ,
તમે આવ્યાં એ જ શુભ લાભ.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા.
બીલીમોરા.

Read More

ગણેશ વિદાય
ફાટ્યું આભ
મેહ
વરસ્યો અનરાધાર.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા.
બીલીમોરા.

રાધાષ્ટમીની શુભેચ્છા.

રાધા માધવ
વાંસળી કેરા સૂરે
ડોલી ઉઠતાં.

રાધા માધવ
જગ પ્રખ્યાત જોડી
થઈ અમર.

રાધા માધવ
નિઃસ્વાર્થ પ્રેમ કથા
વાંચવી ગમે.

ઝૂલે રાધાજી
ફૂલ કેરે હિંડોળે
ઝૂલાવે શ્યામ.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા.
બીલીમોરા.

Read More

વયસ્ક નાગરિક દિવસની શુભેચ્છા.

સંતાનો પાસે
જોઈએ છે સમય
મળશે ખરો!

બન્યું ખંડેર
જીવન વૃધ્ધો કેરું
ઘરડા ઘરે.

હૈયું દુભાયું
વૃદ્ધાશ્રમ દ્વારેથી
પરત લાવ્યા.

બંને આંખોના
નેત્રમણિ છલકાયા
ઘરડા ઘરે.

વરદાન દે
બંધ કરાવી દઉં
ઘરડા ઘર.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા

Read More

પ્રભુ સાથેનો સંવાદ.
દાંડી ભાગલનાં દરિયાકિનારે બાંકડા પર બેસી, રેતીમાં રમતાં બાળકને નિહાળી રહી હતી, ત્યાં જ પ્રભુ પ્રગટ થયા.મને પૂછવા લાગ્યા," વિભૂ, તું શું વિચારમાં છે,આવા સરસ માહોલમાં કોઈ કવિતા વિચારે છે કે વાર્તાનો પ્લોટ?"
પ્રભુની વાત સાંભળીને મેં કહ્યું," તું તો અંતર્યામી છે, ઘડી પહેલાં અંહીયા બનેલી ઘટના તારાથી આજાણી તો ન જ હોય છતાં મારાં મુખે સાભળ," બાળકે રેતીનું ઘર બનાવ્યું અને નજીકમાં જ મોટાં ભૂંગળામાં એની મા‌ સાથે રહે ત્યાં પહોંચ્યું,મા પાસેથી તિરંગો લેવા, એટલામાં જ એક હેલિકોપ્ટર આવ્યું,ઘર ઘર તિરંગો ફરકે છે કે કેમ એ જોવા માટે નેતાને લઈને. રેતીના ઘરની નજીકથી પસાર થતા
હેલિકોપ્ટરના પંખાએ બાળકે બનાવેલ રેતીનું ઘર નેસ્ત નાબૂદ કરી નાખ્યું.
તિરંગો લઈને આવેલા બાળકે પોતાનું રેતીનું ઘર પડી ભાંગેલું જોઈને રડતાં રડતાં મા પાસે જઈને કહેવા લાગ્યો," મા, આપણું ઘર નથી એટલે રેતીનું ઘર બનાવ્યું અને એની ઉપર તિરંગો લગાવવા પરંતુ એ તો પડી ભાંગ્યું" ત્યારે માતાએ દીકરાને શાંત પાડીને કહ્યું," બેટા, પ્રભુ જે કરે એ સારા માટે જ.આમ પણ રેતીનું ઘર તિરંગો લગાવ્યા બાદ મોજાની થપાટે તૂટતે તો તિરંગો પડી જતે મોજા ભેગો પાણીમાં જતે અને એ તો તિરંગાનુ અપમાન કહેવાય.લાવ હું તને લગાવી આપું." એમ કહી માએ ઝાડ પરથી મજબૂત ડાળી કાપી, માર્ગ પર નાખવાનું ગરનાળું કે જેને ઘર માનીને એમાં રહેતા ત્યાં ડાળી જમીનમાં ખોસી સાથે તિરંગો મજબૂત બાંધીને ફરકાવ્યો.
હવામાં લહેરાતા તિરંગાને જોઈ ખુશ થયેલા બાળકે સલામી આપી ખુશ થતાં બુલંદ અવાજે બોલ્યો , "વંદે માતરમ્,શહીદો અમર રહો."
બસ, પ્રભુ આ દ્રશ્ય જોઈને હું વિચારતી હતી કે હર ઘર તિરંગાનું સૂત્ર મળ્યું એટલે જે તિરંગા ઘર પર ફરક્યા એ રાજી પરંતુ ફરક્યા વિના રહી ગયેલા તિરંગા કહે છે કે એવું સૂત્ર આપો," હર તિરંગા કે પાસ એક ઘર" બોલ પ્રભુ," છે આનો કોઈ ઉપાય તારી પાસે?" પ્રભુ મારી તને એક જ અરજ કે" કોઈ તિરંગો ઘર વિહોણો ન રહે એવી સદ્બુદ્ધિ આપજે."
' પ્રભુ..... પ્રભુ.... પ્રભુ કંઈક તો બોલ. અરે....અરે...આમ જવાબ આપ્યા વિના જાય તે કેમ ચાલે!"
હું બોલતી રહી અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More