The Author Keyur Pansara Follow Current Read દ્રષ્ટિ એવી સૃષ્ટિ By Keyur Pansara Gujarati Magazine Share Facebook Twitter Whatsapp Featured Books The Unspoken Symphony Table of ContentsIntroduction The Universal Language Is Alre... Laughter in Darkness - 52 Laughter in Darkness A suspense, romantic and psychological... The Note in the Bag Ila was finally going home.After two long years abroad, she... Sol’s Desire { Born in isolation-- a sun whose soul purpose was to create... The Mirror of Many Futures In the quiet town of Serenity Falls, there was an attic room... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share દ્રષ્ટિ એવી સૃષ્ટિ (4.9k) 1.8k 9.3k 2 કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કેવી છે તે આપણી નજર પર આધારિત છે. @@@@@@ બે વ્યક્તિઓ છે. બંને ને ધ્રુમપાન કરવાની આદત છે.બંને સારા મિત્રો પણ છે. અને એક સરખી બ્રાન્ડની બીડી તેઓ ફૂંકે છે. હવે આ બંનેમાંથી એક ને એવી ટેવ છે કે બીડીનું પેકેટ લીધા બાદ તેમાંથી સૌથી ખરાબ બીડી તેમાંથી કાઢે છે અને એમ વિચારે છે કે પહેલા આ ખરાબ બીડી ફૂંકી લવ કાલે સારી બીડી પીશ. એટલે પેકેટ માં રહેલી સૌથી નબળી બીડી કાઢીને તે બીડી ફૂંકે છે. બીજા દિવસે બીડી ના પેકેટ માં બાકી રહેલી બીડીમાંથી ફરીથી તે સૌથી ખરાબ બીડી શોધે છે અને પછી બીડી ફૂંકે છે. આમ તે રોજેરોજ બીડી ના પેકેટમાંથી સૌથી ખરાબ બીડી પસન્દ કરીને રોજ સૌથી નબળી બીડી જ ફૂંકે છે. @@@@@@@@@@@@ જ્યારે બીજા ને એવી ટેવ છે કે બીડીનું પેકેટ લીધા બાદ તેમાંથી સૌથી સારી બીડી તેમાંથી કાઢે છે અને એમ વિચારે છે કે પહેલા આ સારી બીડી ફૂંકી લવ કાલે ખરાબ બીડી પીશ. એટલે પેકેટ માં રહેલી સૌથી સારી બીડી કાઢીને તે બીડી ફૂંકે છે. બીજા દિવસે બીડી ના પેકેટ માં બાકી રહેલી બીડીમાંથી ફરીથી તે સૌથી સારી બીડી શોધે છે અને પછી બીડી ફૂંકે છે. આમ તે રોજેરોજ બીડી ના પેકેટમાંથી સૌથી સારી બીડી પસન્દ કરીને રોજ સૌથી સારી બીડી જ ફૂંકે છે. @@@@@@@@@@@ બંને વ્યક્તિ એક જ બ્રાન્ડની અને એક સરખી જ બીડી ફૂંકે છે પણ ફરક અહીં નજરનો છે. એક જ બ્રાન્ડ તથા એક સરખી જ બીડી હોવા છતાં પહેલી વ્યક્તિ નબળી બીડી પીવે છે જ્યારે બીજી વ્યક્તિ શ્રેષ્ઠ બીડી પીવે છે. મારો ઉદ્દેશ્ય વ્યસન ફેલાવવાનો નથી પણ આ એક ઉદાહરણ દ્વારા એવું સમજી શકાય કે જો નજર સારી હોય તો કાદવમાં પણ કમળ દેખાય અને જો નજર નબળી હોય તો ગુલાબ માં પણ કાંટા દેખાય. @@@@@@@@@@@ એક બાળકે તેના દાદીને પૂછ્યું કે દાદી તમને શિયાળો કેવો લાગે તો જવાબ મળ્યો કે શિયાળા માં તો ઠંડી હોય તેમા ગરમ કપડાં પહેરવા પડે ક્યાંય જવાનું મન જ ના થાય. તો બાળકે પૂછ્યું કે તમને ઉનાળો કેવો લાગે?? દાદી એ કહ્યું કે મને તો ઉનાળો સાવ ના ગમે ઉનાળામાં તો કેવી ગરમી થાય બહાર નીકળીએ તો લુ લાગે ક્યાંય જવાનું મન જ ન થાય. તો બાળકે પૂછ્યું કે ચોમાસું તમને કેવું લાગે બાળક ના આ સવાલ ના જવાબમાં તેના દાદીએ કહ્યું કે ચોમાસામાં તો વરસાદ પડવાથી બધે પાણી અને કીચડ જ હોય છે આવી ઋતુ તો મને સાવ ના ગમે. @@@@@@@@ બીજા એક બાળકે તેના દાદીને પૂછ્યું કે દાદી તમને શિયાળો કેવો લાગે તો જવાબ મળ્યો કે શિયાળા માં તો સવારે મસ્ત ગુલાબી ઠંડી હોય વાતાવરણ એકદમ ખુશનુમા હોય અને શિયાળામાં તો બધા શાકભાજી તાજા હોય ખૂબ જ મજા આવે. તો બાળકે પૂછ્યું કે તમને ઉનાળો કેવો લાગે?? દાદી એ કહ્યું કે ઉનાળા માં તો ખૂબ જ મજા આવે ગરમી માં ઠંડા પાણીએ નાવાની તો મજા જ અલગ છે અમે તારા જેવડા હતા ત્યારે નદીએ નાવા જતા અને ખુબજ મજા કરતા ઉનાળામાં તો મજા જ આવે. તો બાળકે પૂછ્યું કે ચોમાસું તમને કેવું લાગે બાળક ના આ સવાલ ના જવાબમાં તેના દાદીએ કહ્યું કે ચોમાસામાં તો વરસાદમાં નહાવાની મજા જ અલગ છે બધા નદી-નાળા પાણીથી છલોછલ થઈ જાય ચોમાસામાં તો મજા આવે. જેવી આપણી નજર હશે તેવી જ આપણે આ દુનિયા દેખાશે. દુર્યોધનને રાજ્યમાંથી એક પણ સારી વ્યક્તિ મળી ન હતી જ્યારે એજ રાજ્યમાંથી અને એજ પ્રજામાંથી યુધિષ્ઠિરને એક પણ ખરાબ વ્યક્તિ મળી ન હતી. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ વાક્ય ખરેખર સાર્થક જ છે. આપણી આસપાસ ની દુનિયા તો એ ની એજ છે છતાં અમુક લોકોને મૂર્તિમાં પણ ભગવાન નથી દેખાતા જ્યારે બીજા લોકોને પથ્થર માં પણ ભગવાન દેખાય છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ વાક્ય ખરેખર સાર્થક જ છે. Download Our App