Ane pankhi sikshit thai gayu in Gujarati Human Science by Bhavik Chauhan books and stories PDF | અને પંખી શિક્ષીત થઈ ગયું

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

અને પંખી શિક્ષીત થઈ ગયું


(મૂળ વાર્તા રવીન્દ્રનાથ ટાગોર ) 

એક પંખી, સાવ ગમાર. 
આખો દિવસ ઉડાઉડ,
નવા નવા ફળની શોધ,
ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું..
આવો એનો ધંધો! 

--રાજ્યના રાજાને લાગ્યું,
“અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. 
એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ,
“આ પંખીનું શું કરીએ?”
એક મંત્રી કહે, “મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.”

રાજાએ પોતાના વિશ્વાસુ,  ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું.

પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો (!) વિચાર કર્યો અને 
શિક્ષણનીતિ ઘડી કાઢી.
 
શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” 
અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે
 તેણે શિક્ષણની નવી જ દિશા ખોલી આપી  !

સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. 
એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા!
સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. 
કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે !”
પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !

એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતાવેત તેમને કહ્યું કે 
“આ એક-બે ચોપડીથી કઈ ના આવડે, 
વધુ દળદાર પુસ્તકો જોઈએ”
રાતોરાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. 
થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણl પુસ્તકોનો ઢગલો થઇ ગયો! 
લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા. 
“વાહ! વાહ! શું શિક્ષણ છે !”

ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. 
તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય!

તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.

હવે તો સૌ બોલી ઉઠ્યા કે 
“હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.”

એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે 
પંખીનું શિક્ષણ બરાબર નથી થતું ! 
રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને 
“આ હું શું સાંભળું છું?,  કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!”

ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો 
“અરે!,
 એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.” 
રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું. 
રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે 
વાત ના પૂછો ! 
કોઈ ગોખાવતું હોય, 
તો કોઈ ગવડાવતું હોય, 
તો કોઈ શીખવતું હોય નાચ !, તામ જામ, 
– નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો ! 
વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. 
રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો 
“મહારાજ ! પંખીને મળ્યા?”

રાજા પંડિતજીને કહે 
“અરે હા! એ તો યાદ જ ન આવ્યું. પંખીને જોવાનું તો રહી ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.”

રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું. 
પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે.
રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.

હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. 
ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો ! 

બિચારૂ પંખી,
જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે પાંજરામાં પાંખો ફફડાવે તો કહે, 
“આ ગેરશિસ્ત !”  
કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે 
“આને એના ભવિષ્યની પડી જ નથી !”

બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ! 

અંતે સૂકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને....
બિચારા પંખી નું “પંખીપણું" મરી ગયું

...ને ભાણેજે જાહેર કર્યું કે
“પંખી શિક્ષીત થઈ ગયું"

મૂળ વાર્તા રવીન્દ્રનાથ ટાગોર