Ek hati sandhya - 9 in Gujarati Motivational Stories by Vijay Varagiya books and stories PDF | એક હતી સંધ્યા - 9

Featured Books
  • અભિન્ન - ભાગ 5

    અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટ...

  • કન્યાકુમારી પ્રવાસ

    કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની...

  • હું અને મારા અહસાસ - 119

    સત્ય જીવનનું સત્ય જલ્દી સમજવું જોઈએ. જીવનને યોગ્ય રીતે જીવવા...

  • રેડ 2

    રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિ...

  • ભાગવત રહસ્ય - 271

    ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી...

Categories
Share

એક હતી સંધ્યા - 9

                 પ્રકરણ- 9  આથમતી સંધ્યા

એ દિવસે હું સંધ્યાબેનને મળી મારા રૂમ પર આવ્યો. મારા જીવનનો એક અલગજ પ્રકારનો રોચક અનુભવ પણ સાથે લઇ આવ્યો. પહેલા પણ હું એઇડ્સના દર્દીઓને મળેલો હતો પરંતુ તેઓના જીવનને ક્યારે પણ મેં આટલી નજીકથી જાણ્યું કે સમજ્યું ના હતું.

દુનિયાના રંગમંચ પર આપણી આસપાસ અનેક પાત્રો જીવતા હોય છે પરંતુ આપણે કદી કોઈના જીવનમાં ડોકિયું કરતા નથી. એટલો સમય પણ હોતો નથી કારણ સૌ પોત-પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે, અન્યની તકલીફ કે પીડા સમજવાનો આપણી પાસે સમય જ ક્યાં છે? 

મારે સંધ્યાબેનની સ્ટોરી ન્યૂઝ પેપરમાં લખવાની તો હતી જ નહિ. મારા હાથમાં જે કાગળોની ફાઈલ હતી તેમાં સંધ્યાબેનના જીવનના પ્રસંગો અંકાયેલા હતા એ કાગળોની ફાઈલનો ક્યારેય ઉપયોગ થશે કે નહિ એ વિશે પણ હું અજાણ હતો. પરંતુ તેના જીવનમાંથી બહુ મોટું લેશન મળતું હતું.  લગભગ બે-પાંચ દિવસો સુધી સંધ્યા નામની વ્યક્તિ મારા મન પર હાવી રહી અને સમય જતા વિસરાતી પણ ગઈ. જો કે તેમને મળ્યાનાં બે દિવસ બાદ હું સામે ચાલી હસમુખભાઈને મળવા ગયો અને આવી વ્યક્તિના જીવનને નજીકથી જાણવાની સમજવાની તક આપવા માટે આભાર પણ માન્યો. 

ત્યારબાદ લગભગ છએક માસ મેં ભુજમાં જોબ કરી અને મારું ટ્રાન્સફર મારા વતન જૂનાગઢ ખાતે થતા મેં ભૂજને અલવિદા કહ્યું. જોબ મારી પત્રકારની જ હતી બસ સ્થળ અલગ હતું, મારા માટે હોમ ગ્રાઉન્ડ હતું. જ્યાં  હું મારા પત્રકારત્વમાં મચી પડ્યો. દરમિયાન મારે ભુજ ખાતેના મારા મિત્રો સાથે નિયમિત વાતો થતી હતી. હસમુખભાઈના સંપર્કમાં પણ હું હતો. પણ કેમ જાણે કદી પણ સંધ્યાબેન અંગે ઉલ્લેખ જ થતો નહિ. ક્યારે પણ હસમુખભાઈ આ બાબતે કશું બોલતા નહિ કે ક્યારે પણ હું પૂછતો નહિ. અને એક સાંજે અચાનક જ હસમુખભાઈ દ્વારા મને સંધ્યાબેનના મોતના સમાચાર મળ્યા. ત્યારે મારુ પહેલું રિએક્શન એ હતું કે આટલા વર્ષો પણ તેમને જીવનને લંબાવ્યું કઈ રીતે? 4 વર્ષ પહેલાં જયારે હું તેઓને મળ્યો હતો ત્યારે સ્હેજેક તેઓ એકાદ વર્ષ પણ જીવે તો સારું કહેવાય એવી સ્થિતિ હતી.  પરંતુ એ સ્ત્રીમાં જીવનને પૂરેપૂરું માણી લેવાની જીજીવિષા ભરપૂર હતી, તેના થકી તે મોતને સતત દૂર હડસેલતી રહી. જીવનના છેલ્લા દિવસો પણ તેને હોસ્પિટલના બિછાને નહિ પરંતુ પોતાની મનપસંદ જગ્યાઓ પર ફરવામાં વિતાવ્યા. કદાચ આ પ્રકૃતિ સિવાય તેનું કોઈજ સાથી ના હતું. છેલ્લા દિવસોમાં આરામના બદલે સતત ફરતા રહેવાથી તેનાં શરીરે જવાબ આપી દીધો હતો.

પોલીસને તેઓની લાશ વારાણસી જતી ટ્રેનના એક ડબ્બામાંથી મળી અને તેની સાથે સંસ્થાનું કાર્ડ હોય પોલીસે હસમુખભાઈનો સંપર્ક કર્યો. બાદમાં હસમુખભાઈએ જ તેઓની અંતિમક્રિયા ગંગાઘાટ પર કરી એ આશય સાથે કે આ દુનિયામાં જીવતા જીવત તો તેને શાંતિ નથી મળી પરંતુ માર્યા બાદ કદાચ તેના આત્માને શાંતિ મળે! 

હસમુખભાઈ સાથેની થોડી મિનિટોની વાત દરમિયાન મારું મન છેક ચાર વર્ષ પહેલા અતીતની યાત્રા કરી આવ્યું. અને મારા મનોચક્ષુ સામે એજ લાવણ્યસભર સંધ્યાબેનનો જાજરમાન ચહેરો તરવરી ઉઠ્યો. તેના મોતના સમાચાર સાંભળી કેમ જાણે હું ઇચ્છીને પણ દુઃખી ના થઇ શક્યો. તેને જે રીતે પોતાનું જીવન પોતાની મરજી મુજબ જીવ્યું એ જીવનનો કદાચ આ જ અંત હોય શકે! આજે પણ હું તેના કેરેક્ટરને ક્રિટિસાઈઝ નથી કરી શકતો.

કોઈ સ્ત્રી જયારે પોતાની મરજી મુજબનો જીવનપથ પસંદ કરે ત્યારે આ સમાજ તેને સ્વચ્છંદતા કહે છે. પરંતુ આ દંભી સમાજના લોકોના દંભની તો કોઈ સીમા જ નથી. દિવસના અજવાશમાં જે સ્ત્રીના પડછાયા માત્રથી અભડાતા એ જ લોકો રાતના અંધકારમાં તે સ્ત્રીનો દેહ ચૂંથતા હોય છે. આપણા સમાજની આ પણ એક વાસ્તવિકતા છે.

2018ના ડિસેમ્બર મહિનાની એક મોડી સાંજે હસમુખભાઈ  મારફતે મને જયારે સંધ્યાબેનના મોતના સમાચાર મળ્યા ત્યારે ધરતી પર હકીકતમાં સંધ્યા ઢળી ચુકી હતી.

(-- સમાપ્ત)