Che koi evi bhasha - 7 in Gujarati Love Stories by Kinjal Dipesh Pandya books and stories PDF | છે કોઈ એવી ભાષા ??? (7)

Featured Books
  • Fatty to Transfer Thin in Time Travel - 13

    Hello guys God bless you  Let's start it...कार्तिक ने रश...

  • Chai ki Pyali - 1

    Part: 1अर्णव शर्मा, एक आम सा सीधा सादा लड़का, एक ऑफिस मे काम...

  • हालात का सहारा

    भूमिका कहते हैं कि इंसान अपनी किस्मत खुद बनाता है, लेकिन अगर...

  • Dastane - ishq - 4

    उन सबको देखकर लड़के ने पूछा की क्या वो सब अब तैयार है तो उन...

  • हर कदम एक नई जंग है - 1

    टाइटल: हर कदम एक नई जंग है अर्थ: यह टाइटल जीवन की उन कठिनाइय...

Categories
Share

છે કોઈ એવી ભાષા ??? (7)

વિશાલ તને કાગળ લખી રહી છું, કંઈ જ બોલી જ નથી શકતી.
તને થશે વ્હોટશેપ ના જમાનામાં કાગળ???

 કારણ, આમાં તું મને મનાવી ન શકે. ફોન પર વાત ન થશે મારા થી અને ફોન કરીશ તો તારો અવાજ સાંભળતા ની સાથે જ મારા થી રડાય જશે.

મારો વ્હાલો વિશાલ...
વિશાલ, સાંભળ.. વિશાલ..પ્લીઝ સાંભળ ને..
એક તો આખી રાત સુતી નથી. ખબર છે મને કે મારા મેસેજ થી તું ખૂબ દુખી છે, ઓચિંતા નુ મેં આવુ કહયું. પણ પ્લીઝ તું મને સમજવા ની કોશિશ કરજે.

તું gpscની પરીક્ષા ની તૈયારી કરી રહ્યો છે અને હું તને હેરાન કરું છું. મારી પાછળ તારો ખૂબ જ સમય બગડે છે. મારા જીવન માં રોજ જ કંઈ ને કંઈ ચાલું જ હોય છે, તું ખૂબ જ ડિસ્ટર્બ થાય છે. તું જેમ તેમ કરીને વાંચવા ની કોશિશ કરે ને મારી ચિંતા શરું થઈ જાય. ઘણી વાર એવું થાય કે હું ખૂબ જ દુખી હોઉં તો સ્વાભાવિક છે કે હું તને કહ્યા વિના રહી ન શકીશ અને હું ન કહીશ તો પણ તું મારા અવાજ પરથી જાણી જ જશે. હવે તારે આટલું બધું વાંચવા નું હોય ત્યાં મારી ચિંતા. હું કે મારો પ્રેમ સ્વાર્થી નથી કે તારું ભવિષ્ય બગાડીયે. મારે તો તને તારા સપના પૂરા કરતો જોવો છે..આતો હું જ ખીણ બની ને તારા રસ્તા માં આવી ગઈ.

વિશાલ યાર મને માફ કરજે. તારે તારા અને આપણા મમ્મી પપ્પા ના સપના પૂરા કરવાના છે. એમાં હું કશે જ ન આવું. હું રહીશ તારા જીવનમાં માં તો તારું જીવન પણ બગાડીશ. એ હું ન જોઈ શકીશ. મને મારો વિશાલ હિમાલય ની ટોચ પર ઊભો રહેલો જોવો છે પણ ખૂબ દૂર થી.

મારો પ્રેમ ખોખલો નીકળ્યો.તને કયાં હું આમ પણ લાયક છું. એ તો તું હમણાં સુધી બધું સરખું કરી ને અહીં સુધી લાવ્યો. વિશાલ મારા માં મગજ જ નથી કે વિચાર શકિત હોત, ફકત એક હદય છે જે તારું છે અને હવે તો એ પણ તારા વગર મારો સાથ કંઈ ઝાઝો આપે એવું લાગતું નથી..

હું તને સાથ ન આપી શકી એ માટે મને માફ કરજે .એ વેદના મારું કાળજું કોરે છે. એક સમયે હું જ સાથે રહેવાની વાત કરતી હતી. અરે હજી પણ રહેવું જ છે. તું જાણે છે કેમ કરી ને જીવીશ પણ આ માટે તારા સપના નો ભોગ તો ન જ આપી શકું.

જો તો ખરો કેટલી સ્વાર્થી છું. તને કંઈ જ પૂછતી નથી કે બોલવા પણ નથી દેતી, તો વિચાર માર મારા વ્હાલા તને શું સાથ આપવાની???

બસ. વિશાલ વધું હું તને કંઈ જ કહી ન શકીશ.. love u so much મારા જીવલા. બસ એટલું જ સમજ જે કે તારી આ ગાંડી તને તારા માટે જ છોડે છે. મને કે મારા પ્રેમ ને સ્વાર્થી ન સમજતો, પ્લીઝ.

વાંચજે વિશાલ. Love u. Miss u.

          રાખ્યા છે સંભારણા અકબંધ
મેં હજી..

રાખી છે દિલ માં સાંચવીને
આપણા મિલન ની પળો
મેં હજી ..

એ મારા પ્રથમ નજર નો પ્રેમ
યથાવત રાખ્યો છે
મેં હજી ..

તને જોયો ન જોયા ત્યાં તો
હું તારી થઈ ગઈ,એ શું હતું?
પ્રેમ કે ફકત આકર્ષણ ??
મને ન સમજાયું
એ હજી

જે હશે એ
પણ કાનજી
તારો એ મારા હદય ને સ્પર્શ
અનુભવાય છે હજી...

નથી મળવાના જાણું છું
પણ
તું એક દિવસ તો આવશે
એ આશાએ
યમુના કિનારે બેઠી
છું હજી...

હૈયે પ્રેમ દીપ જલાવી
રાહ જુએ છે તારી
રાધા હજી...
-સેજલ(કુંજદીપ)

લિ. ફકત ને ફકત તારી સેજલ.

-કુંજદીપ.
To be continue...