sanskriti vandana... in Gujarati Drama by Dhavalkumar Padariya Kalptaru books and stories PDF | સંસ્કૃતિ વંદના ...

Featured Books
  • Age Doesn't Matter in Love - 16

    अभिमान अपने सिर के पीछे हाथ फेरते हुए, हल्की सी झुंझलाहट में...

  • खून की किताब

    🩸 असली Chapter 1: “प्रशांत की मुस्कान”स्थान: कोटा, राजस्थानक...

  • Eclipsed Love - 12

    आशीर्वाद अनाथालय धुंधली शाम का वक्त था। आसमान में सूरज अपने...

  • मिट्टी का दीया

    राजस्थान के एक छोटे से कस्बे में, सूरज नाम का लड़का रहता था।...

  • कॉलेज की वो पहली बारिश

    "कॉलेज की वो पहली बारिश"लेखक: Abhay marbate > "कुछ यादें कित...

Categories
Share

સંસ્કૃતિ વંદના ...

પાત્રો :   સંસ્કૃતિ માતા
          પહેલો વિધાર્થી
         બીજો વિધાર્થી
          ત્રીજો વિધાર્થી

  ( કોઈકનો રડવાનો અવાજ આવે છે........)

પહેલો વિધાર્થી :  સાંભળો કોઈકનો રડવાનો અવાજ આવે છે.  

બીજો વિધાર્થી :   (આંગળીનો ઈશારો કરીને )  આ દિશાએથી કોઈકનો રડવાનો અવાજ આવી રહ્યો છે.

(વિધાર્થીઓ રડતી વ્યક્તિને જોઈને...)
પહેલો વિધાર્થી:   તમે કોણ છો ...?

સંસ્કૃતિ માતા  :   હું સંસ્કૃતિ માતા છું ...

બીજો વિધાર્થી  :  તમે કેમ રડી રહ્યા છો...?

સંસ્કૃતિ માતા   :  આ દેશનાં લોકોએ વૈદિક વિચારોને ઠોકર મારીને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કર્યું છે. આજે સમાજમાં વૈદિક વિચારોની સભ્યતાને બદલે અંધાધૂંધી જોવા મળે છે. દિન – પ્રતિદિન માનવીમાં માનવતા અને સદાચાર લુપ્ત થતાં જોવા મળે છે . મને આ બધું જોઈને રડવું આવે છે.

ત્રીજો વિધાર્થી :    હે ...સંસ્કૃતિ માતા ...આ વૈદિક વિચારો અને વૈદિક સંસ્કૃતિ કેવી હતી ...?

સંસ્કૃતિ માતા  :    સભ્યતા અને સુસંસ્કૃતતાનો પર્યાય એટ્લે જ વૈદિક સંસ્કૃતિ .અનેક ઋષિઓએ કઠીન  તપશ્ચર્યા બાદ અમૂલ્ય તત્વજ્ઞાનનો વારસો વિશ્વને આપ્યો છે. દેશ – વિદેશમાંથી  અનેક જિજ્ઞાસુ વિધાર્થીઓ ભારતની તક્ષશિલા. નાલંદા અને વલભી વિધ્યાપીઠમાં  અભ્યાસ  કરવા આવતા .. તત્વનિષ્ઠ આચાર્યોની શિક્ષણ પ્રથાને લીધે ભારત  “શિક્ષણનું ધામ” કહેવાતું. પરંતુ “મેકોલો જેવા અંગ્રેજે આવી કેળવણી નષ્ટ કરી અને  શિક્ષણને એક કૃત્રિમ પ્રક્રિયા બનાવી દીધી. પરિણામે શિક્ષણમાંથી સર્જનાત્મકતા અને  ક્રિયાશીલતાનો નાશ થયો.  .વૈદિક ગણિતની શોધ,દાકતરી સારવાર અને ચિકિત્સાની  પદ્ધતિઓ, ટેકનોલોજીની માહિતીનું આપણા ગ્રંથોમાં ઊંડાણપૂર્વક  આલેખન જોવા  મળે છે .

પહેલો વિધાર્થી :    સંસ્કૃતિ માતા ...આપણા ગ્રંથો વિશે કઇક માહિતી આપોને...?
    
સંસ્કૃતિ માતા :    આપણાં મુખ્ય ગ્રંથોમાં ઋગ્વેદ, યર્જુવેદ, સામવેદ અને અર્થવવેદ મુખ્ય છે. આ  ગ્રંથોમાં વિવિધ ઋચાઓ છે.આ ઋચાઓ આને શ્લોકોમાં જીવનઉપયોગી અનેક  બાબતો છે .આ ઉપરાંત 118 ઉપનિષદો, રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો, 18 પુરાણો , સ્મૃતિગ્રંથો , આરણ્યકો ,વેદાંગ,શ્રીમદ ભગવદગીતા,દર્શનશાસ્ત્રોથી સમૃદ્ધ  સાહિત્ય અન્ય સંસ્કૃતિઓની તુલનામાં અનેકગણું ચઢિયાતું છે .પણ દુ:ખ ખની વાત એ છે કે આવા સમૃદ્ધ સાહિત્યની ભીતર ઉતરવાને બદલે કેવળ કર્મકાંડમાં જ આપણો ધર્મ સપડાયો. પરિણામે આધ્યાત્મિક મૂલ્યો સંપૂર્ણ નષ્ટ પામ્યા અને ઉત્કૃષ્ઠ તત્વજ્ઞાન પ્રત્યે દુર્લક્ષ સેવાયું .આંગળીનાં વેઢે ગણી શકાય તેટલા જ તત્વજ્ઞાનીઓએ વેદો અને ઉપનિષદનાં જ્ઞાનનો સમાજમાં પ્રસાર કર્યો . 

ત્રીજો વિધાર્થી :     સંસ્કૃતિ માતા અમે આ સંસ્કૃતિના લોકોને આપના પ્રાચીન ગ્રંથોથી માહિતગાર   કરાવીને અમે અમૂલ્ય વિચારોનું ભાથું પૂરું પાડીશું . અમે ઘરે ઘરે શ્રીમદ ભગવદ     ગીતાનાં વિચારો પહોચાડીશું.       

પહેલો વિધાર્થી :   સંસ્કૃતિ માતા વૈદિક ગણિતની શોધ વિશે કહો ને...?

સંસ્કૃતિ માતા  :      વૈદિક ગણિતનો પાયો ભારતનાં મહાન ગણિતશાસ્ત્રીઓ છે . આર્યભટ્ટે શૂન્યની શોધ   કરી. દશાંશ પદ્ધતિની શોધ પણ ભારતમાં જ થઈ. ભાસ્ક્રરાચાર્ય અને લીલાવતી  જેવા મહાન ગણિતશાસ્ત્રીઓએ વૈદિક ગણિતનો પાયો મજબૂત બનાવ્યો .

બીજો વિધાર્થી :      સંસ્કૃતિ માતા દાક્તરી અને ચિકિત્સા વિશે પણ કાંઈક સમજાવોને...?
સંસ્કૃતિ માતા   :    પ્રાચીન કાળમાં મહાન આયુર્વેદાચાર્ય ચરક કે જેઓએ ‘ચરકસંહિતા’ લખી, તથા સુશ્રુત દ્વારા લિખિત ‘સુશ્રુતસંહિતા’માં તે કાળે પ્લાસ્ટિક સર્જરી તથા આંખોનાં જટિલ ઓપરેશન માટેના અતિસૂક્ષ્મ સાધનોનો ઉલ્લેખ છે. મહર્ષિ પતંજલીનું યોગશાસ્ત્ર   આજે પણ વિશ્વપ્રખ્યાત છે .

બીજો વિધાર્થી  :      સંસ્કૃતિ માતા અમે આ જ દેશમાં ફરી ફરીને વૈદિક વારસાને પુર્ન:જીવિત કરવાનો  પ્રયાસ કરીશું .આ દેશનાં નાગરિકો જે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરે છે  તે અટકાવીશું .

સંસ્કૃતિ માતા   :   યશસ્વી ભવ... મારા આશીર્વાદ      
                          સદાયે તમારી સાથે છે ...

ત્રણેય વિધાર્થીઓ   :        વૈદિક સંસ્કૃતિ અમર રહો...
                                     વૈદિક સંસ્કૃતિ અમર રહો...
                                     ભારતમાતા કી જય ...
         
                                     - "કલ્પતરુ"