Hallucinations - 3 in Gujarati Love Stories by Herat Virendra Udavat books and stories PDF | હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) - પ્રકરણ -૩

Featured Books
  • ગંગા સ્નાન

    ગંગા સ્નાન "गङ्गा पापं शशी तापं, दैन्यं कल्पतरुस्तथा । पापं...

  • પરંપરા કે પ્રગતિ? - 6

    પોલીસ મેડમ કહે છે: "તું જેના તરફથી માફી માંગી રહી છે શું તે...

  • આઈ કેન સી યુ!! - 3

    અવધિ ને તે પ્રેત હમણાં એ સત્ય સારંગ ના સામે કહેવા માટે કહી ર...

  • મમ્મી એટલે?

    હેપ્પી મધર્સ ડે... પર(સ્કૂલ માં વકૃત સ્પર્ધા હતી)મમ્મી નું મ...

  • ભાગવત રહસ્ય - 278

    ભાગવત રહસ્ય -૨૭૮   પરીક્ષિત કહે છે કે-આ કૃષ્ણકથા સાંભળવાથી ત...

Categories
Share

હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) - પ્રકરણ -૩

 એ ડૉક્ટરને પોતાની ઘરે લઈ ગયો. એના ફ્લોર પર સીસીટીવી કેમેરા છે, એ ફલેટના તમામ ફ્લોર પર આવા જ કેમેરા હતા. એ વિસ્તાર થોડોક અવાવરૂ હતો એટલે ચોરોના ત્રાસથી બચવા માટે આ પગલું જરૂરી હોતું. બંને જણાં સીધા સિક્યુરિટી કેબિનમાં પહોંચ્યા, અને છેલ્લા દસ દિવસના રાત્રિના ત્રણ વાગ્યાના રેકોર્ડિંગ જોયા. અને મોસીન સાચો હતો પણ ડૉ.વિનાયક આ બધું જોઈને ચોંકી ગયા...!
જ્યારે પણ શાંતનું દરવાજો ખોલતો અને ધમાલ કરી પાછો જતો ત્યારે શાંતનુના દરવાજાની પાછળ એક ‘પડછાયો’ હંમેશા રહેતો, અને હંમેશા દરેક ફૂટેજમાં એકની એક જગ્યાએ એક જ માણસ એકજ પોઝમાં ઊભો રહે, એ વાત ડૉ. દવેને ગળે ઉતરે એવી હતી જ નહી...!! ડોકટર અને મોસીન સામે નાકા પર આવેલી ચાની ટપલી પર ગયા અને વિચારવા લાગ્યા કે, આ ઘરમાં કંઈક તો એવું થઈ રહ્યું છે જે નોર્મલ નથી..! ડોક્ટરે એક પ્લાન બનાવ્યો પહેલા તેઓ શાંતનુ જ્યાં જોબ કરતો હતો ત્યાં જઈને શાંતનુને કેઝ્યુઅલી મળ્યા તેમના અને શાંતનુના એક કોમન ફ્રેન્ડની મદદથી.! વાતો-વાતોમાં એમણે પોતાની સાઇકિયાટ્રિસ્ટ તરીકેની કુનેહથી એટલું જાણી લીધું કે આ માણસ ઘણો ઊંડો છે ગણા રાઝ દબાવીને બેઠો છે અને પ્રિયા આની જોડે safe નથી..! તેની જોડે કંઇક તો ખરાબ બની જ રહ્યું છે, પોલીસને ડાયરેક્ટ જાણ કરવામાં પણ ફાયદો નથી કારણકે શાંતનુને આજ સુધી કોઈને નુકસાન પહોંચાડયું જ ન હતું અને મોસીન નું નામ પોલીસ રેકોર્ડમાં બહુ ઉપર ચઢી ગયું હતું તેના જૂના બધા ગફલાઓના લીધે...! એટલે ડૉ અને મોસીન જાતે જ આ રાઝને ખોલવાનો તખતો બનાવવામાં લાગી ગયા.
ડોક્ટર અને મોસીન શાંતનુના ઘરમાં તાળું જોવાની રાહ જોતા હતા, દર પંદર દિવસે શાંતનુ બે-ત્રણ દિવસ માટે ક્યાંક બહાર જતો હતો. સિક્યુરિટી ગાર્ડની વાત પરથી નક્કી હતું કે દર પંદર દિવસે કોઈ એક સ્ત્રી શાંતનુના જોડે ગાડીમાં હોય છે જ્યારે તેઓ બે-ત્રણ દિવસ માટે બહાર જાય અને ઘરનું ધ્યાન રાખવાનું કે ત્યારે...! બંનેને ખાતરી થઈ કે આ પ્રિયા જ હોવી જોઈએ.
મોસીને ડોક્ટરને પૂછ્યું ‘આપણે કરવાના છીએ શું?’
“થોડુંક ગેરકાયદેસર અને એક ડૉ. તરીકે તો મને ના જ શોભે એવું..!”
આપણે આ વાણિયાના ઘરમાં કેમેરા ફીટ કરવાના છીએ, એટલે આપણને પુરાવા મળે કે આ માણસ એની બૈરી પર કેટલો અત્યાચાર કરે છે એને આખો દિવસ ગોંધી રાખી છે. અને તો જ પોલીસ આપણને મદદ કરી શકશે. જેવા આ લોકો બહાર નીકળ્યા એ પ્રમાણે ડોકટરની ટીમ ઘરમા ઘુસી. શાંતનુ નો ફલેટ આલીશાન હતો. એન્ટ્રી સાથે જ મેઈન ડ્રોઇંગ-રૂમમાં lcd tv, સુંદર સોફા,  કોર્નરમાં રાજપૂતી શૈલીનું દોરેલું એક ચિત્ર...! 4 બેડરૂમ અને દરેકનું ઇન્ટેરિયર આંખે ઊડીને વળગે એવું હતું.. પણ બધા જ બેડરૂમમાં ડિમલાઇટ હતી, પ્રકાશ ક્યાંય લાગતો જ નહીં એક પ્રકારનો અંધારિયો મહેલ જેવો......! આટલું આલીશાન હોવા છતાં પણ નેગેટીવ જ ફીલિંગ આવે...! દરેક માણસનું ઘર તેની વસ્તુઓ માણસના સ્વભાવની ચાળી ખાતી હોય છે, એના દરેક બેડરુમમાં લગાવેલા વિવિધ  પોટ્રેટના લીધે એક ડોકટરની પારખું નજરે જોઈ લીધું કે આ મકાનમાં કંઈક મોટું “એબનોર્મલ” થઈ રહ્યું છે..!
એક પોસ્ટરમાં એક માણસ અતિશય દુઃખ દર્શાવેલો, બીજા એક મા માથુ કપાયેલી લોહીથી ખરડાયેલો એક ચહેરો...!
મોસીન તો હેબતાઈ જ ગયો, રસોડા તરફ પહોંચતા જ એક તીવ્ર દુર્ગંધ બંનેના નાક સુધી પહોંચી..! હવે તો ડૉક્ટરને પણ પરસેવો છૂટી ગયો, બંને રસોડામાં પ્રવેશ્યા.
પોલીસ ને ના બોલાવવાનો નિર્ણય હવે અમને મૂર્ખતા ભર્યો લાગતો હતો. અને રસોડામાં આવતાની સાથે તરત જ બંને એક-બીજાનું મોં તાકીને જોઈ રહ્યા. રસોડામા પાંચ બિલાડીઓને ‘મોતને ઘાટ’ ઉતારેલી હતી.....!!!
આ દ્રશ્ય જોઈ મોસીન આ તો સીધો બહાર ભાગ્યો, પણ ડૉક્ટરને વિશ્વાસ થઈ ગયો કે હવે તો કેમેરા લગાવવા જ પડશે..! કેમેરા બધી જ જગ્યાએ ગોઠવાઇ ગયા. મોસીનના લેપટોપ જોડે cctv  connected હતા. હવે રાહ જોવાઈ રહી હતી શાંતનુની...! સીસીટીવી ફૂટેજ કે જે લોબીનું હતું જેમાં પ્રિયા અથવા કોઈ એક સ્ત્રી ફક્ત પંદર દિવસે જ એકવાર જોવા મળતી, પરંતુ હંમેશા તેનો ચહેરો “બુકાની” વડે ઢાંકેલો હોવાથી એ સ્ત્રી કોણ હતી તે જોઈ શકાયું નહિ..!
લોબીના કેમેરામાં દેખાયું કે શાંતનું આવ્યો છે પણ શાંતનુ એકલો જ હતો..! બન્નેનાં હૃદયમાં ફાળ પડી.. પ્રિયાનું શું કર્યું હશે શાંતનુ એ ??
શાતનુ એ ઘરનો દરવાજો ખોલ્યો અને ધીરે-ધીરે અંદર આવ્યો, ડ્રોઇંગ રૂમની લાઈટ ચાલુ હતી, પછીનું દ્રશ્ય મોસીન અને ડોક્ટર આતુરતાથી જોઈ રહ્યા. પણ પણ ફૂટેજ જોતા જોતા જાણે બંને ના હ્રદય બંધ થઇ ગયા આંખો પહોળી થઇ ગઇ....!
શાંતનું પ્રિયાના નામની બૂમો પાડવા લાગ્યો,
‘પ્રિયા તુ કેટલી સારી છે, તે મારી જિંદગી બદલી નાખી છે, આજે મારી પાસે બધું જ છે..!’
શાંતનું કપલ ડાન્સ કરી રહ્યો હતો પણ તેની બાહોમાં પ્રિયા નહોતી પ્રિયાનું ફક્ત ને ફક્ત “ગાઉન” જ હતું,  જેમાં તેને પ્રિયા દેખાતી હતી..! અને તે રીતસરની એની જોડે વાતો કરતો હતો...!
અને આ બધું જોતાં જ મોસીન ના તો જાણે મોતિયા જ મરી ગયા અને એની ધાર જ છૂટી ગઈ...!
ડો.સાહેબ ભૂત ભૂત આતો પ્રિયાનું ભૂત છે....!
પણ ડોક્ટર સાહેબ તો આ નઝારામા જ ડૂબી ગયા હતા. મોસીન ના લેગા માંથી નીકળતું પાણી જયારે ડૉક્ટરની પાની પર પડ્યું ત્યારે તેમને ભાન આવ્યું..! એણે સ્માઈલ આપી અને કહ્યુ;
"આ ભૂત તો નથી પણ હવે આ પ્રિયાને તો શોધવી જ પડશે કે આનું કનેક્શન શું છે આ મોસીન સાથે...??"

To be continued..!! 

ડૉ. હેરત ઉદાવત.