Kathputli - 5 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 5

Featured Books
  • Fatty to Transfer Thin in Time Travel - 13

    Hello guys God bless you  Let's start it...कार्तिक ने रश...

  • Chai ki Pyali - 1

    Part: 1अर्णव शर्मा, एक आम सा सीधा सादा लड़का, एक ऑफिस मे काम...

  • हालात का सहारा

    भूमिका कहते हैं कि इंसान अपनी किस्मत खुद बनाता है, लेकिन अगर...

  • Dastane - ishq - 4

    उन सबको देखकर लड़के ने पूछा की क्या वो सब अब तैयार है तो उन...

  • हर कदम एक नई जंग है - 1

    टाइटल: हर कदम एक नई जंग है अर्थ: यह टाइटल जीवन की उन कठिनाइय...

Categories
Share

કઠપૂતલી - 5

આખાય કમરાને ખટપટિયા ધ્યાનથી નિરખી રહ્યો હતો. ક્યાંય કશુય અજુગતુ લાગતુ નહોતુ.
ઘણી બધી એવી વસ્તુઓ હતી જે મુલ્યવાન હતી. જેને કોઈ અડક્યુ સુધ્ધાં નહોતુ. સેફ અને એની કી પણ કરણદાસ જોડેથી મળી આવી. 
એક નામી કંમ્પનીનો મોંધો આઈફોન એની જોડેથી મળ્યો.
જગદિશની પારખુ નજર બધાજ નિશાન પર ચિવટતાથી ફરી રહી હતી.
ફોરેન્સિક લેબવાળાઓ ડેડ બોડીના અલગ-અલગ એન્ગલથી તસવિરો લઈ રહ્યા હતા.
એમના આવ્યા પહેલાં લાશ જોડે કોઈ ફરક્યુ નહોતુ.
પોપટ સરની ધાક જ એવી હતી.
બાજુમાં એકજ ફ્લેટ હતો. નિલેશ લીંબાણીની ઉલટ તપાસ લીધી પણ એમને કોઈ વાતની જાણ નહોતી ખટપટિયા સમજી ગયેલો.
ફ્લેટના ચાર કમરા કિચન બાથરુમ બધુજ ચેક કરી લીધુ.
જગદિશના ચહેરા પર હૈરાની હતી.
" કોઈ પણ કારણ વિના હત્યા જેવો ગુનો સંભવી શકે નહી.!"
અને દિવાર પર આ "કઠપૂતલી"નુ લખાણ ચીસો પાડી પાડીને કહે છે કે કોઈ એવુ રાજ છે જે આ ફ્લેટની દિવારોમાં ગુંગળાઈ રહ્યુ છે. 
અને એ રાજ પરદો કરીને બેઠુ છે..!
જે કદાચ બહાર આવવાતો માગતુ નથી પણ રીવેજનુ મન બનાવી હત્યાઓની હારમાળા સર્જી કેસને વધુ ગુંચવવા કટીબધ્ધ હોઈ શકે છે.
"સર.. આ કઠપૂતલીનો મતલબ સમજ માં ના આવ્યો...!
જગદિશે ખટપટિયાનુ મન જાણવાની કોશિશ કરી.
એનો સિધો મતલબ કોઈના હાથનુ રમકડુ કે પ્યાદુ એવો થાય જેને મનફાવે એમ નચાવી શકીયે...!
હા એ તો સમજી ગયો સર...!"
"પણ અહી દિવાર પર કંઈક અલગ જ અર્થ માં લખાયો હોય એવુ લાગે છે...!"
ખટપટિયા જગદિશને આશ્ચર્યથી જોતો રહ્યો.
જાણે કે એણે કોઈ ખુફિયા રાજને ઉજાગર કર્યુ ન હોય..!
'એવુ બની શકે છે .!' 
ખટપટિયા જાણે કે વધુ કંઈ બોલવા માગતો નહોતો.
કાયદાકીય કાર્યવાહી પતાવી ડેડબોડીને પોસ્ટમોટમ માટે મોકલી દેવાઈ.
"સર ... હત્યા તો કોઈ અંજારી ચાકૂ જેવા હથિયારથી થઈ હોય એવુ લાગે છે..!
બસ હત્યા કેટલા વાગે થઈ એ જાણી શકાયુ નથી.
"જગદિશ..!
ખટપટિયાના દિમાગમાં કોઈ ચમકારો થયો. એણે જગદીશ ને હુકમ કર્યો..!
નીલેશ લીંબાણીને ફરી બોલાવ.. સધન પૂછપરછ કરવી પડશે.. એ કંઈક જાણતો હોય એવું લાગે છે..!"
"ઓકે સર..!" કહેતો જગદીશ સામેના ફ્લૅટમાંથી લીંબાણીને ફરી બોલાવી લાવ્યો.
"લીંબાણી સાહેબ.!,
બંને કરસનદાસની લાશ જોડે આવી પહોંચ્યા એટલે ખટપટિયા હેટ પોતાના હાથમાં લઈ માથું ખંજવાળતો બોલ્યો.
"મને ડાઉટ છે..!"
"મારી ઉપર સાહેબ..?  હું કંઈ જાણતો નથી..!" 
લીંબાણી ગભરાયો.
"મે કેમેરાનો પાસવર્ડ તોડી જુના ડેટા મારા મોબાઈલ થી કેમેરો કનેક્ટ કરી ચેક કર્યા. ક્યાંક- ક્યાંક તમે પણ કરસનદાસ સાથે દેખાવ છો..!"
અંધારામાં મારેલુ તીર નિશાને જઇને લાગ્યું.
"સર સાચું કહું .. કરસનદાસ અને હું એક જ ધંધાના માણસ હોઈ સારા મિત્રો બની ગયેલા. 
એકબીજાના પડોશી છીએ એટલે ઘણીવાર બંને ફેમિલી જમવાનો પ્રોગ્રામ બનાવી પરસ્પરને ઈન્વાઈટ કરતાં.
એમનું મર્ડર થયું એ વાત સાંભળી હું ડરી ગયો હતો સાહેબ.. કેમકે કાયદાની લપ માં પડવું કોને ગમે..?
પણ સાચું કહું છું કરસનદાસના મર્ડર બાબતે હું કંઈ જ જાણતો નથી.
"હવે ફટાફટ બોલવા માંડો..!.
ખટપટિયા એ થોડો કડક રૂખ અખત્યાર કર્યો.
કરસનદાસ વિશે જેટલું જાણતા હોય એટલું ઉકલી નાખો.  બાકી મને ઓકાવતાં પણ આવડે છે.
લીંબાણી ખટપટિયાના વલણથી સાવ ઢીલો પડી ગયો.
"છેલ્લા પાંચેક વર્ષથી આ લોકો મારી સામેના ફ્લેટમાં રહે છે...!" ગળુ સાફ કરી ધીમેથી એ બોલ્યો.
કરસનદાસનુ પત્ની અને પુત્ર મળી ત્રણ જણનું ફેમિલી છે..! એમનાં વાઈફ પુત્ર સાથે મેરેજ ફંક્શન એટેન્ડ કરવા વતનમાં ગયેલાં છે..!"
"આ લોકો ક્યાંના વતની છે કહી શકશો..?"
"ઓરિસ્સા સર ... એ ઓરિસ્સાનુ ફેમિલી છે..!"
અહીં આવ્યા પહેલા રેન્ટથી અમરોલી રહેતા હતાં.
ડાયમંડમાં સારુ એવુ કમાયા કરશનદાસ.. સ્વભાવ સરળ હતો એટલે કોઈની સાથે મગજમારી નહોતી. ધંધાદારી લેતી દેતી ને કારણે હત્યા થઇ હોય એવું મને લાગતું નથી..!"
રીજન જે પણ હોય હું ગોતી લઇશ..!
મને એ કહો "તમારે કેવું બનતું હતું કરસનદાસ સાથે..?"
"અમારે મેળ સારો હતો પણ સાહેબ મને એ માણસ જરા નિયત નો ખોટો લાગ્યો. મેં અનુભવ્યું કે મારી વાઇફ તરફ એ વધુ નમતો હતો.! એટલે પછી એના ઘર સાથેના સંબંધ ઓછા કરી નાખેલા.
મને આવા માણસોની સખત એલર્જી છે. પરંતુ કોઈનો જીવ લેવામાં અમારો હાથ ના ઉપડે..!
એક વાર માણસને નીતિ સમજી જવાય પછી એની સાથે કેવો વ્યવહાર રખાય એ નક્કી થતું હોય છે.
"ઓહ વાત એમ હતી..!" લીંબાણીની વાતોમાં સચ્ચાઈનો રણકો ખટપટીયાએ સાંભળ્યો.
"તમે જોઈ શકો છો..!" 
લીંબાણી ને જવા દે ખટપટિયા વિચારવા લાગ્યો.
જરૂર કાંઈક બીજું જ કારણ લાગે છેં. જરા સરખો પણ અવાજ થતો નથી.
એટલે એક વાત ચોક્કસ કહી શકાય હત્યારો જે કોઈ હશે..પૂરા પ્લાનિંગથી આવ્યો હોવો જોઈએ..
કેટલાય સમયથી એે રેકી કરતો હોઈ શકે..!
તો જ એક પણ સબૂત મૂક્યા વિના મર્ડર કરી નીકળી જઈ શક્યો હોય..!
'કોઈ ધંધાદારી ગુનેગારનુ આ કૃત્ય હોઈ શકે છે ..! '
જગદિશે પોતાનુ નોલેજ પ્રકટ કર્યુ.
એક્સપર્ટ ફિંગર પ્રિન્ટને હસ્તગત કરી રહ્યા હતા.
જરૂર કોઈ મોટી ગૂંચ છેં 
જગદીશે કબુલ્યું. 
( ક્રમશ )