ramayan - 4 in Gujarati Mythological Stories by Divyesh Labkamana books and stories PDF | રામાયણ - ભાગ ૪

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

રામાયણ - ભાગ ૪



આ રામાયણ જેમ છે તેમ અહીં લખું છું આનો ઉદ્દેશ કોઈને લાગણીને હાની પહોંચાડવાનો કે કોઈના કોપીરાઇટ લેવાનો નથી આ ફક્ત જે રેગ્યુલર માતૃભારતી વાંચે છે તેના માટે છે આ રામાયણ વાલ્મિકી રચિત છે મારી કોઈ માલિકી આ વાર્તા પર નથી


આ રામાયણ નોનોભાગ ચોથો ભાગ છે


તુલસીદાસજી એ રામાયણ નું સર્વ “તત્વ” ઉત્તરકાંડ માં ભર્યું છે.
ઉત્તરકાંડ માં ભક્તિ ની કથા છે.ભક્ત કોણ? તો કહે છે કે જે પ્રભુ થી એક પળ પણ વિભક્ત ના થાય તે.
કાક-ભુશંડી અને ગરુડ નો સંવાદ માં જ્ઞાન અને ભક્તિ નો મધુર સમન્વય કર્યો છે.સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ ની તેમાં સુંદર ચર્ચા કરેલી છે,અને વારંવાર વાંચવા જેવો છે.

રાક્ષસો (કામ-ક્રોધ-મોહ વગેરે) ને મારી ને વિજયી થયેલા જીવાત્મા ને અહીં જ્ઞાન-ભક્તિ નું ભાતું મળે છે.જીવન ના છ સોપાન વટાવ્યા પછી મનુષ્ય ને આ જ્ઞાન-ભક્તિ નો અધિકાર પ્રાપ્ત થાય છે.ઉત્તરકાંડ માં જીવન ના અટપટા કોયડાઓ નો ઉકેલ છે.કર્મ અને પૂનર્જન્મની ઘટમાળ કેવી રીતે કામ કરે છે--ઈશ્વર નો કાનૂન કેવો અફર છે --કે જેમાંથી દેવો અને ભગવાન પોતે પણ છૂટી શકતા નથી.તે બતાવ્યું છે.ફરી ફરી વાંચન અને મનન કરી શકાય તેવું અદભૂત વર્ણન છે.

આ રીતે તુલસીદાજીએ માનવજીવન નાં સાત સોપાન ની વાત કહી છે.
રામકથા તો અમૃત નો સાગર છે.એના ઊંડાણનો,વિસ્તારનો,સમૃદ્ધિ નો પાર નથી
શિવજી ની જેમ હૃદયમાં એક રામ-નામ રખાય તો પણ ઘણું.શિવજીએ બીજા કશા નો પરિગ્રહ રાખ્યો નથી પણ એક રામનામ નો પરિગ્રહ રાખ્યો છે.એ છોડવા તે તૈયાર નથી.

હનુમાનજી સુંદરકાંડ માં કહે છે કે-
પ્રભુ,તમારા નામ નું વિસ્મરણ થાય,એ જ સંસાર માં મોટી વિપત્તિ લાગે છે.એ સિવાય સંસારમાં મને બીજી કોઈ વિપત્તિ દેખાતી નથી.

વ્યાસજી પણ ભાગવતમાં કહે છે કે-સંસારિક વિપત્તિ એ વિપત્તિ જ નથી,અને સંસારિક સંપત્તિ એ સંપત્તિ નથી,એ બંને ખોટાં છે.ખરી વિપત્તિ છે વિષ્ણુ નું વિસ્મરણ અને ખરી સંપત્તિ છે વિષ્ણુ નું સ્મરણ.

આ માનવ શરીર મળ્યું છે વિષયભોગ માટે નહિ,આ ક્ષણ ભંગુર શરીર ને શણગારી ને લાડ લડાવી ને
ફરવા માટે નહિ,કે દારુ પીધેલા ઉંદરડા ની પેઠે અહંકાર થી છાતી ફુલાવી ને રૂવાબ કરવા માટે નથી.
પણ આ શરીર પરમાત્મા નું સ્મરણ કરવા માટે મળ્યું છે.

શ્રીરામ રાવણ ને મારી અયોધ્યા પાછા આવ્યા પછી તેમનો રાજ્યાભિષેક થયો અને રાજા બન્યા પછી
તેમણે અયોધ્યાવાસીઓ ને બોધ આપ્યો છે,
તે તુલસીદાસજીએ બહુ સુંદર શબ્દો માં ચોપાઈ માં ઉતાર્યો છે.
એહી તન કર ફલ બિષય ન ભાઈ,સ્વર્ગઉ સ્વલ્પ અંત સુખદાઈ,
નર તનુ પાઈ બિષયે મન દેહી,પલટી સુધા તે સઠ બિષ લેહી.
(હે ભાઈ,આ શરીરનું ફળ વિષય ભોગ નથી,સ્વર્ગ ના ભોગો પણ બહુ થોડા છે,અને દુઃખ દેનારા છે, માટે,
જે મનુષ્યો આ શરીર ને પ્રાપ્ત કરીને વિષયોમાં મન જોડે છે,તો તેઓ અમૃત ને બદલે વિષ લે છે)

ભોગ ભોગવવાની ભોગેચ્છા તૃપ્ત થતી નથી,પરંતુ અગ્નિ માં ઘી હોમવાથી જવાળાઓ વધારે ઉંચે ચડે છે,
તેમ ભોગ ભોગવવાથી ભોગેચ્છા વધારે ને વધારે બળવાન બનતી જાય છે.

ભર્ત્રુંહરિ મહારાજ કહે છે કે-
ભોગો ન ભુકતા : વયમેવ ભુકતા : તપો ન તપ્તમ,વયમેવ તપ્તા:
કાલો ન યાતો,વયમેવ યાતા : તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા :
(તુ સમજે છે કે તુ ભોગો ભોગવે છે,પણ તુ ભોગ ભોગવતો નથી,ભોગો તને ભોગવે છે,
તુ સમજે છે કે હું તપાવું છું,પણ તુ તપાવતો નથી,પણ જાતેજ તપાઈ રહ્યો છે,
તુ સમજે છે કે કાળ વીતી રહ્યો છે,પણ કાળ વીતી રહ્યો નથી,તુ પોતે જ વીતી રહ્યો છે,
તુ સમજે છે કે તૃષ્ણા જીર્ણ થઇ રહી છે પણ તૃષ્ણા જીર્ણ થઇ રહી નથી,તુ ખુદ જીર્ણ થઇ રહ્યો છે.)

આ કામ,ક્રોધ લોભ એ મનુષ્યના મોટામાં મોટા દુશ્મન છે,એ કદી તૃપ્ત થતા નથી.
છતાં મનુષ્ય એમને શત્રુ માનવાને બદલે મિત્ર માને છે.અને તેમની સરભરા કરે છે,અને પાછળથી
મહાદુઃખ માં ભરાઈ પડે છે.માટે એને આશરો આપવાની જરૂર નથી,એને જરા આંગળી આપવામાં આવે તો.તે આંગળી તો શું મનુષ્ય ને આખે આખા કરડી ખાય છે અને ઉકરડે ફેંકી દે છે.
ધર્મનું,હરિ નું શરણ લીધા વગર એની પકડમાંથી છૂટી શકાય તેમ નથી,શાંતિ મળી શકતી નથી.

કબીર કહે છે કે-તમારે મોતી જોઈએ છે ને? તો ઊંડા જળમાં ડૂબકી મારો,કિનારે બેસી ને છબછબિયાં
કરવાથી મોતી નહિ મળે,આ મોતી તો બહુ કિંમતી છે.

પણ મોતી લેવું જ છે કોને???

વ્યાસજી મહાભારત માં ઉંચા હાથ કરી ને કહે છે કે-
અરે,હું ઉંચા હાથ કરી ને આટલી બૂમો પાડું છું,પણ તમે કોઈ સાંભળતા કેમ નથી?
મારે બહુ લાંબી વાત કરવાની નથી,કારણકે તમને લાંબુ સાંભળવાનો વખત નથી તે હું જાણું છું,તમારે શું જોઈએ છે તે પણ હું જાણું છું,તમારે અર્થ અને કામ જોઈ છે ને?
તો ધર્મ નું સેવન કરો!! ધર્મ દ્વારા જ તમને અર્થ અને કામ મળશે.
(ઉર્ધ્વબાહુ.વિરૌંમૈવ્ય ન ચ કશ્ચિત શ્રુણોતી મેં,ધર્માદર્થસ્ચ કામાસ્ચ ના કિમર્થ સ સેવ્યતે?)

પણ ધર્મ નું સેવન કરવું છે કોને?
શાસ્ત્રો પોકારી પોકારી ને કહે છે,અને સંતો દૃષ્ટાંતો દ્વારા સાક્ષી પૂરે છે,તો યે મનુષ્ય નું મન માનતું નથી.
બધું તોફાન એ મન નું જ છે.મન જાળાં બનાવે છે અને તેની પાછળ પાછળ ફેરવે છે,ફસાવે છે.
અને સાચી વાત ની સમજણ મનુષ્ય ને પડવા દેતું નથી.

મન પર નું એક સુંદર દ્રષ્ટાંત છે.

એક રાજા હતો તેની પાસે એક બકરો હતો.રાજાએ જાહેર કર્યું કે –જે મારા બકરા ને જંગલ માં જઈ પેટ ભરી ને ચરાવી લાવે તેને હું અડધું રાજ્ય આપીશ.
જાહેરાત સાંભળતા જ એક માણસ રાજાની પાસે આવ્યો,કહ્યું કે આમાં તે શી મોટી વાત છે?
એમ કહી બકરાને જંગલ માં ચરાવવા લઇ ગયો,આખો દિવસ સરસ લીલુંછમ ઘાસ ખવડાવ્યું,
સાંજે તે રાજાની પાસે પાછો લાવ્યો.
બકરો ધરાયો છે કે નહિ તે જોવા રાજાએ થોડું લીલું ઘાસ બકરા સામે ધર્યું,અને બકરાએ જેવું લીલું ઘાસ જોયું કે- તેમાં મોં નાખી ખાવા લાગ્યો.એટલે રાજાએ કહ્યું- કે –તેં એને ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે?જો પેટ ભરેલું હોય તો તે અહીં ઘાસ ખાય જ નહિ,ભાગ અહીંથી.
બીજા ઘણાએ પ્રયત્ન કરી જોયાં પણ એવુંજ બને કે જેવા તે ચરાવી ને લાવે અને રાજા ઘાસ ધરે,
એટલે બકરો ખાવા ધસે.બકરાની આદત હતી કે ઘાસ જોયું એટલે ખાવું.

છેવટે એક બુદ્ધિશાળી મનુષ્ય ને લાગ્યું કે રાજા ની આ જાહેરાત પાછળ જરૂર કંઈક રહસ્ય છે.
એટલે તેને યુક્તિ થી કામ લેવાનો નિશ્ચય કર્યો.તે બકરા ને વનમાં ચરાવવા લઇ ગયો અને જેવો
બકરો ઘાસ માં મોઢું નાખે અને ઘાસ ખાવા પ્રયત્ન કરે એટલે તેના મોં પર લાકડી ફટકારે.
દિવસના અંતે બકરાને ઠસી ગયું કે ઘાસમાં મોં નાખવાથી માર પડે છે એટલે ઘાસ ખાવું નહિ.

સાંજે તે મનુષ્ય બકરા ને લઇ રાજા પાસે આવ્યો.રાજાએ ઘાસ ધર્યું પણ આજે બકરો એ ઘાસ સામે જોતો પણ નથી.એને બીક હતી કે ઘાસ ખાવા જઈશ તો મોં પર માર પડશે.

એ બકરો તે આપણું મન,બકરા ને ઘાસ લઇ જનારો તે જીવાત્મા,રાજા એ પરમાત્મા.
મન રૂપી બકરો અહંતા-મમતા થી ભરેલો છે,અને સંસાર ના ભોગો (ઘાસ) તરફ દોડે છે,
અને એ ઘાસ તરફ (ભોગો તરફ) દોડે ત્યારે તે મન ને વિવેક-રૂપી લાકડી ફટકારવાથી તે વશ થાય છે.

રામદાસ સ્વામી એ બોધ આપ્યો છે કે-દૃઢ વૈરાગ્ય,તીવ્ર ભક્તિ અને યમ-નિયમ વગેરે ના અભ્યાસ થી
મન સ્થિર થાય છે,અને સંસાર પર વૈરાગ્ય લાવવા માટે જન્મ,મૃત્યુ,જરા,વ્યાધિ –વગેરે નો વિચાર કરવો એ જ ઉપાય છે..કપિલવસ્તુ ના રાજકુમારે જરા-મૃત્યુ નો વિચાર કર્યો તો એ બુદ્ધ ભગવાન રૂપે જગ માં અમર થઇ ગયો.

આ સંસારમાં બધું ચંચળ છે.ચિત્ત(મન) ચંચળ છે,તો વિત્ત પણ ચંચળ છે.જીવન યૌવન પણ ચંચળ છે.
આખો સંસાર ચલાચલ છે.એમાં કોઈ આશા નું કિરણ હોય તો તે છે ધર્મ (સ્વ-ધર્મ,સત્ય,પરમાત્મા)
માટે જે મનુષ્ય પોતાને ડાહ્યો સમજતો હોય તેને ધર્મ (સત્ય) નો આશરો લેવો જોઈએ.
શાસ્ત્રો ઢોલ પીટીપીટી ને કહે છે કે-જીવન એવું જીવવું જોઈએ કે આ લોક અને પરલોક પણ સુધરી જાય.
દિવસે એવાં કાર્ય કરો કે રાતે નિરાંત થી ઊંઘ આવે,પૂર્વાવસ્થા એવી ગાળો કે ઉત્તરાવસ્થા
વલોપાત વગરની અને સુખ શાંતિ થી વીતે.

વૃદ્ધાવસ્થા (જરા-અવસ્થા) માં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો યુવાન રહે છે.કે જે

યુવાની માં ભોગવેલા સુખ નું વારંવાર ચિંતન કરે છે.પ્રભુ નું સ્મરણ કિર્તન ના થાય તો વાંધો નહિ પણ મન સંસાર નું ચિંતન કરે છે સંસાર ના ભોગો તરફ દોડે તે યોગ્ય નથી.

ડોસાને વૃદ્ધાવસ્થામાં ખાવાનું પચતું નથી,છતાં તેને ઘડી ઘડી ખાવાનું મન થયા કરે છે.લૂલી બહુ પજવે છે.ભગવાન નું નામ મુખે આવતું નથી.અને પાછો કહે છે ”હવે ભગવાન ઉપાડી લે તો સારું”
પણ એમ ને એમ ભગવાન તેને ઉપાડવા ક્યાંથી આવે ?

જ્યાં સુધી બાજી આપણા હાથમાં છે ત્યાં સુધી પ્રભુને રાજી કરવામાં આવે તો બેડો પાર છે.મરણપથારીએ પડ્યા પછી જેના માટે પૈસા નું પાણી કર્યું હશે તે લોકો જ “ડોસો જલદી મરે તો સારું”એવી ઈચ્છા રાખે છે.પુત્ર-પુત્રી પણ મને કંઈ મળશે એ ઈચ્છા થી થોડી સેવા કરે છે.બધાં સ્વાર્થ ના સગાં આસપાસ ભેગાં થાય છે.

ભાગવતમાં સગાંઓ ને શિયાળ-કૂતરાં જેવાં કહયાં છે.છેવટે ડોસો એકલો એકલો રડતો રડતો જાય છે.
તે જાણે છે કે હું જઈશ ત્યારે કોઈ સાથે આવશે નહિ,છતાં વિવેક રહેતો નથી.
મરતી વખતે ખૂબ તરફડે છે.અંતકાળ માં બે યમદૂતો આવે છે.એક પાપ-પુરુષ અને બીજો પુણ્ય-પુરુષ.

પુણ્ય-પુરુષ પૂછે છે કે તને પુણ્ય કરવાની તક આપી પણ તેં પુણ્ય કેમ કર્યું નહિ?
જીવ ગભરાય છે.યમદૂતો નું જોર મરનાર ની પગ થી આંખ સુધી ચાલે છે.
પણ બ્રહ્મ-રંઘ્ર માં જેને પ્રાણ સ્થિર કરેલા છે તેને યમદૂતો કંઈ કરી શકતા નથી.
તેના પર યમદૂતો ની સત્તા ચાલતી નથી.

આ સ્થૂળ શરીર ની અંદર સૂક્ષ્મ શરીર છે.અને સૂક્ષ્મ શરીર ની અંદર કારણ શરીર છે.
સૂક્ષ્મ શરીર ની અંદર રહેલી વાસનાઓ તે કારણ શરીર છે,યમદૂતો આ સૂક્ષ્મ શરીર ને યમપુરી માં લઇ જાય છે.ત્યાં ચિત્રગુપ્ત પાપ અને પુણ્ય નો હિસાબ તે જીવાત્મા ને યમ-દરબારમાં સંભળાવે છે.
ચૌદ સાક્ષીઓ (પૃથ્વી-સૂર્ય વગેરે) સાક્ષી આપે છે.જીવાત્મા ને પોતાના પાપ કબૂલ કરવાં પડે છે.

પાપ પ્રમાણે સજા થાય છે.અતિ પાપી ને નરક ની,પાપ અને પુણ્ય સરખા હોય તો ચંદ્રલોક ની,અને
પુણ્યશાળી ને સ્વર્ગ ની. પુણ્ય ભોગવી ને તે ખૂટી જાય એટલે ફરી પાછો મનુષ્યલોક માં જન્મ થાય છે.
અને આ રીતે જન્મ મરણ નું ચક્ર ચાલ્યે જ જાય છે.

ભગવાન ના ધામ વૈકુંઠ ના જય અને વિજય નામના બે દ્વારપાળ (પાર્ષદો) છે.
એકવાર ચાર સનત્કુમારો (શૌનક,સનંદન,સનાતન,સનત્કુમાર) કે જે બ્રહ્મા ના માનસપુત્રો છે તે બ્રહ્મા ની આજ્ઞા થી ભગવાન ના દર્શન કરવા વૈકુંઠ માં ગયા.

બ્રહ્મા ના માનસ પુત્રો જેમ ચાર છે તેમ અંતઃ કરણ ના પ્રકાર પણ ચાર છે. મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર.
અંતઃકરણ જયારે
--સંકલ્પ-વિકલ્પ કરે ત્યારે તે મન કહેવાય છે.
--કોઈ વિષય નો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે
--પ્રભુ નું ચિંતન કરે ત્યારે તેને ચિત્ત કહેવાય છે.
--ક્રિયા નું અભિમાન જાગે ત્યારે અહંકાર કહેવાય છે.

આ ચારેય ને શુદ્ધ કર્યા વગર પરમાત્મા ના દર્શન થતા નથી.
સનત્કુમારો બ્રહ્મચર્ય નો અવતાર છે,બ્રહ્મચર્ય જયારે સિદ્ધ થાય ત્યારે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થાય છે.
સનત્કુમારો મહાજ્ઞાની હોવાં છતાં બાળક જેવા બની દૈન્ય ભાવે રહે છે.

આવા આ સનત્કુમારો ભગવાન ના દર્શન કરવા છ દરવાજા વટાવી ને સાતમે દરવાજે આવે છે ત્યારે
ભગવાન ના પાર્ષદો જય-વિજય તેમણે અટકાવે છે. કહે છે-“રજા વગર અંદર નહિ જવા દઈએ”
સનત્કુમારો એ કહ્યું કે -અમે ભગવાન ના દર્શન કરવા આવ્યા છીએ.

જયવિજય માં તે વખતે જરા અહંકાર આવી ગયો,કહે કે-અમે પણ ભગવાન જેવા જ છીએ અમારાં દર્શન કરી લો.સનત્કુમારો ને ભગવાન ના દર્શન કરવા જતાં આવી અણધારી રુકાવટ થી ક્રોધ ચડ્યો.


ક્રમશ :