swayam Education for self and Life - 3 in Gujarati Human Science by Gaurang Mistry books and stories PDF | સ્વયં એજ્યુકેશન ફોર સેલ્ફ લાઈફ - 3

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

સ્વયં એજ્યુકેશન ફોર સેલ્ફ લાઈફ - 3

તમારી લાગણી, તમારા વિચારો અને તમારી માન્યતા માં તમારું જ સમર્થન નથી અથવા પુષ્કળ મુંઝવણ છે એવો આક્ષેપ હું અહીં થી કરું તો એ વાંચી ને તમને મારી વાત હાસ્યાસ્પદ લાગે, પરંતુ આપણા રોજિંદા જીવન માં થોડી નજર કરીએ તો મારા આક્ષેપ માં તમે સંમત થશો જ..!!
જેમ કે તમારી વસ્તુઓ જે તમે વસાવો છો કે સંગ્રહ કરો છો તે કોઈ તમારી જરૂરીયાત માટે હોય કે ભવિષ્ય ના પ્રયોજન અથવા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે હોય, આ સિવાય કોઈ પણ વસ્તુ વસાવવાનો બીજો કોઈ ધ્યેય હોય શકે જ નહિ. પરંતું આપણી પાસે એવી અઢળક વસ્તુ ઓ છે જે ઉપરોક્ત કોઈ ધ્યેય સાથે સંકળાયેલ નથી છતાં ય આપણી પાસે છે અને એને સાચવવા માટે આપણે આપણો સમય અને શક્તિ વાપરતા હોઈએ છીએ. આપના ઘર માં કે અલમારી માં આમતેમ નજર કરશો તો એવી અઢળક વસ્તુ ઓ મળી આવશે કે જે બઉ જૂની છે, હવે કોઈ કામ ની રહી નથી પણ ક્યાંક ને ક્યાંક તમારી લાગણી એમાં જોડાયેલી છે. અને બીજા પ્રકાર ની એવી વસ્તુઓ કે જેના તરફ તમે ક્ષણિક આકર્ષાયા હતા અથવા બઉ સસ્તા કે મફત ના ભાવે મળી રહી છે એવું તમને લાગેલું અને લાલચ કે લોભ થી તમે ઘરે લઈ આવેલા. આ બંને પરિસ્થિતિ માં તર્ક સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો આપણે આપણાં પોતાના માં સંમત ન થઈ શકીએ.
આપણી આસપાસ ના વ્યક્તિઓ નું પણ કંઇક આવું જ છે. અઢળક સંબંધો ધરાવતા આપણે સૌ કોઈ એક વ્યક્તિ સાથે પેટ છૂટી વાત કરતી વખતે પણ જો વિચારતા હોઈએ, તો એવા આટલા બધા સંબધો કોની સાથે? તમને તમારી લાગણી, વિચાર કે માન્યતા મુજબ કોઈ સમજી નહી શકે અથવા સમજ્યા પછી સ્વીકારશે નહીં એવો દ્રઢ વિશ્વાસ તમારા માં અકારણ પ્રસ્થાપિત થઈ ગયો છે. એના કારણો શોધવાનો પ્રયત્ન કરો. તમને ખબર છે કે તમે તમારી જાણ બહાર મનસ્વી કે વ્યક્તિગત જીવી રહ્યા છો. આપણે વિષયક જીવન જીવતા શીખવાનું છે, આપણી જાત ને હમેશાં વિષયક કેળવવાની જરૂર છે. બહુ સેહલી વાત છે "વિષયક જીવન". એમાં આપણે આપણી જરૂરિયાત ને લાગણી થી મુલવવાને બદલે વિષયક જોડવાની વાત છે. આપણે આ આજ સુધી ક્યારેય નથી સાંભળી એવી આ રજૂઆત કરું છું. પરંતુ રોજિંદા જીવન માં આપણે વિષયક જીવીએ છીએ અને એના ધાર્યા પરિણામ મેળવી આનંદ પણ કરીએ છીએ. જેમ કે ડોક્ટર નો આપણી સાથે નો સંબંધ વ્યાવસાયિક સંબંધ કેહવાય જ્યારે આપણો એમની સાથે વિષયક સંબંધ જ કેહવાય. હું માનું છું કે રોગ મટી ગયા પછી માંડ એકાદ ટકા લોકો ડોક્ટર નો આભાર માનવા ફોન કે મેસેજ કરતા હશે. એક વાર દવા ની સામે પૈસા આપી દીધા એટલે સંબધ બને બાજુ એ સચવાઈ ગયો. આ આપણી સમજણ. અને, આ સમજણ ૧૦૦% સાચી જ છે. ડોક્ટર પણ આપના સાજા થઇ ગયા પછી ના ફોન ની અપેક્ષા નથી રાખતા.
જ્યાં અપેક્ષા બંધાતી જાય અને વર્ણવી ના શકાય અથવા કોઈ સંબધ કોઈ કારણ વગર તમને જકડી રાખે તો થોડી વાર બેસી ને એકાંત માં એ સંબંધ ને વિષય સાથે જોડો. આપની આપના માં અનુભવાતી દરેક જરૂરિયાત એક વિષય છે. પાણી ની બહું જ તરસ લાગે અને અમુક કલાક પછી ચોખ્ખું પીવાલાયક પાણી મળશે એવી વિષયક જાણકારી થી તમે તમારી તરસ ને સંયમિત કરી જ શકો છો. આપની દરેક જરૂરિયાત ક્યાંક ને ક્યાંક કોઈ વિષય સાથે સંકળયેલી જ હોય છે. તમારે એ વિષય ઓળખવાની જરૂર છે. તમારી લાગણી, વિચાર અને માન્યતા ઓ આજ થી વિષયક કેળવવાનું શરૂ કરો અને ચમત્કાર જુઓ. તમારો આત્મવિશ્વાસ તમારા વાણી, વર્તન, વ્યવહાર અને સ્વભાવ માં બધા ને વર્તાશે. એક બહું જ સામાન્ય ઉદાહરણ કે એક ભારતીય મિત્ર અમેરિકા જઈ ને વસે પછી જે બદલાવ તમે અનુભવો છો એનામાં, એ બદલાવ એટલે એની લાગણી, વિચારો અને માન્યતા ઓ માં વિષયક સમજણ અને સ્વીકૃતિ.
વિષયક જીવન જીવતા શીખી જશો તો સફળતા અને સિદ્ધિ તમે રોજે રોજ અનુભવી શકશો. આ વિષયક જીવન જીવતા શીખવું હોય તો સૌ પ્રથમ આપણે આપણી જાતને વિષયક ઓળખી ને મૂલવવાની જરૂર છે.
એક વાત યાદ રાખજો મિત્રો, તમે તમારી જાત ને કોઈ પણ વિષય માં કેળવી શકો છો. વિષયક પ્રભુત્વ તમારી નિષ્ઠા ને આધીન છે.
વધુ આવતા અંકે..