Once upon a time - 107 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 107

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 107

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 107

‘મુંબઈના ગુજરાતી બિલ્ડર મનીષ શાહની ગવળી ગેંગના શૂટર્સે હત્યા કરી નાખી. જો કે પાછળથી એ શૂટર્સ પકડાઈ ગયા અને તેમણે ગવળીને ભારે પડે એવી ઘણી માહિતી મુંબઈ પોલીસના અધિકારીઓને આપી દીધી. એના આધારે મુંબઈ પોલીસે અરૂણ ગવળીને એક અકલ્પ્ય ફટકો માર્યો. આ અગાઉ મુંબઈ પોલીસે ગવળીની ધરપકડ કરી હતી અને એ મહારાષ્ટ્ર પ્રિવેન્ટિવ એક્ટ ઓફ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ અમરાવતીની જેલમાં પુરાયેલો હતો. પોલીસે દગડી ચાલમાં દરોડો પાડીને ગવળી ગેંગના સાત ગુંડાઓની સાથે આશા ગવળીની ધરપકડ કરી અને એ સાથે આશા ગવળીને પણ લોકઅપમાં મૂકી દીધી અને એ પણ સામાન્ય કેસ નહીં પણ હત્યાકેસમાં! ડૅપ્યુટી પોલીસ કમિશનર પરમવીર સિંહની ટીમે આશા ગવળીને લોકઅપમાં ધકેલી એથી અરૂણ ગવળી ડઘાઈ ગયો. મુંબઈ પોલીસના અધિકારીઓ પાસે પાકી માહિતી હતી કે આશા ગવળી અરૂણ ગવળીને મળવા અમરાવતીની જેલમાં ગઈ ત્યારે અરૂણ ગવળીએ એને મનીષ શાહની હત્યા કરાવવાનો આદેશ આપ્યો હતો. આશા ગવળીએ ગવળી ગેંગના શૂટર્સ સુધી એ આદેશ પહોંચાડ્યો હતો અને પછી એ શૂટર્સે મનીષ શાહની હત્યા કરી હતી.

મુબઈ પોલીસે આશા ગવળીની ધરપકડ કરી એ વખતે અરૂણ ગવળીના ઘરમાંથી ઢગલાબંધ એવા દસ્તાવેજો પકડી પાડ્યા કે જેનાથી ગવળી મુશ્કેલીમાં મુકાઈ શકે. અરૂણ ગવળીએ વીડીઆઈએસ હેઠળ પોતાની એક કરોડ રુપિયાની બેનંબરી આવક જાહેર કરી હતી એની રસીદો પણ પોલીસને મળી આવી. મુંબઈ પોલીસે આશા ગવળીને કોર્ટમાં રજૂ કરી ત્યારે મુંબઈના એડિશનલ ઓફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કે.એચ. હોળંબે પાટીલે એને દસ દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાનો આદેશ આપ્યો. મુંબઈ પોલીસે મનીષ શાહ હત્યા કેસમાં અરૂણ ગવળીની પોલીસ કસ્ટડી માટે કોર્ટની પરવાનગી માગી અને મેટ્રોપોલિટન કોર્ટે ગવળીને પંદર દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો. અરૂણ ગવળી આ આંચકો પચાવી શકે એ પહેલાં તો મુંબઈ પોલીસે ગવળી ગેંગને વધુ એક ઘા મારવાની તૈયારી કરી લીધી હતી. અરૂણ ગવળીના આડાતેડા ધંધાના પુરાવા સમા દસ્તાવેજો ગવળી જ્યાં છુપાવતો હતો એ અડ્ડાની માહિતી મુંબઈ પોલીસને મળી ગઈ અને મુંબઈ પોલીસે વધુ એક ઓપરેશન હાથ ધરવાની તૈયારી આદરી દીધી.

ગવળી ગેંગ આશા ગવળીની ધરપકડના આઘાતમાંથી બહાર આવે એ પહેલાં જ મુંબઈ પોલીસ ગવળી ગેંગ પર ત્રાટકી હતી. મુંબઈ પોલીસને ગવળી ગેંગના છુપા અડ્ડાની જાણ થઈ ગઈ હતી અને પોલીસે મુંબઈના એન.એમ. જોષી રોડ પર આવેલા એ અડ્ડા પર રેડ પાડી ત્યારે ગવળી ગેંગના ઢગલાબંધ ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા. ગવળી ગેંગના ગુંડાઓએ જેમની પાસેથી ખંડણી વસૂલ કરી હતી એવા માણસોના નામ અને એમની પાસેથી વસૂલ કરવાની આવેલી ખંડણીની રકમની નોંધ તથા ગવળી ગેંગ ભવિષ્યમાં જેમની પાસેથી ખંડણી વસૂલ કરવાની હતી એવા માણસોનું લિસ્ટ તથા એવા અન્ય અનેક દસ્તાવેજો મુંબઈ પોલીસને મળી આવ્યા કે જેનાથી ગવળી ગેંગ પર મુશ્કેલી આવી પડી.

***

મુંબઈ પોલીસ જ્યારે ઝનૂનપૂર્વક ગવળી ગેંગની પાછળ પડી ગઈ હતી. ત્યારે અમદાવાદ પોલીસે દાઉદ ગેંગને તમ્મર આવી જાય એવો ઘા માર્યો હતો.

1998ની શરૂઆતમાં મુંબઈના અંડરવર્લ્ડનું નેટવર્ક ગુજરાતમાં મજબૂત બની રહ્યું હતું. ગુજરાત પોલીસે અમદાવાદના ડોન અબ્દુલ લતીફને એન્કાઉન્ટરમાં ગોળીએ દઈને દાઉદ ગેંગને તમાચો માર્યો હતો પણ એ પછી દાઉદના જમણા હાથ સમા છોટા શકીલે અમદાવાદમાં દાઉદ ગેંગને મજબૂત બનાવવાનું કામ હાથ પર લીધું હતું. છોટા શકીલે અમદાવાદમાં ધુરંધર બિઝનેસમેન અને ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ્સ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો ખેલ શરૂ કર્યો હતો. 1998ના પહેલા જ સપ્તાહમાં છોટા શકીલે અમદાવાદના એક મોટા એક્સપોર્ટરનું અપહરણ કરાવીબને 10 કરોડ રુપિયા પડાવ્યા હતા. એ પછી ગુજરાતની એન્ટિ ટેરરિસ્ટ સ્કવોર્ડના ઑફિસર્સે ઈરફાન ગોગા ગેંગના ચાર ગુંડાઓની ધરપકડ કરી હતી. પણ એ દરમિયાન એક્સપોર્ટર પાસેથી પડાવવામાં આવેલા રૂપિયા દસ કરોડ હવાલાથી દુબઈ પહોંચી ગયા હતા. જોકે દાઉદ ગેંગ 1998ના વર્ષની બોણીનો હરખ મનાવી લે એ પહેલા અમદાવાદ પોલીસે એક અભૂતપૂર્વ ઓપરેશન કરીને શકીલ ગેંગને ધ્રુજાવી દીધી.’

બ્લેક લેબલ વ્હિસ્કીનો પેગ બનાવવા માટે પપ્પુ ટકલાએ બ્રેક લીધો. પછી મજેથી એક મોટો ઘૂંટ પીને એણે વાત આગળ ધપાવી: ‘1998ના માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) બી.જે. ગઢવીને માહિતી મળી કે છોટા શકીલ ગેંગના ગુંડાઓ આરડીએક્સ અને એકે-ફિફ્ટી સિક્સ સાથે અમદાવાદમાં આવ્યા છે. એમણે આપેલા ડિરેક્શન પ્રમાણે ડૅપ્યુટી પોલીસ કમિશનર્સ એ.કે. સુરોલિયા, અતુલ કરવાલ, સતીશ વર્મા, તીર્થરાજ અને વિવેક શ્રીવાસ્તવે એક તાકીદની મિટીંગ યોજીને અમદાવાદ પોલીસના ઈતિહાસમાં અભૂતપૂર્વ કહેવાય એવા ઓપરેશનની તૈયારી શરૂ કરી. 24 માર્ચ, 1998ના રાતના ત્રણ વાગે અમદાવાદ પોલીસની એક સ્પેશિયલ ટીમે બ્લેક કેટ કમાન્ડો સાથે અમદાવાદની ચંગીઝપોળના ત્રણ માળના એક મકાનને ચારે તરફથી ઘેરી લીધું. એ મકાનના ત્રીજે માળે પહોંચીને પોલીસ ઑફિસર્સે એક રૂમનો દરવાજો લાત મારીને ખોલ્યો એ સાથે એમનું ‘સ્વાગત’ ગોળીઓથી થયું. એ પછી પૂરી એકવીસ મિનિટ સુધી પોલીસ અને છોટા શકીલના ગુંડાઓ વચ્ચે ગોળીબાર ચાલ્યો અને એકવીસ મિનિટ પછી ઈ રૂમમાં છોટા શકીલ ગેંગના છ શૂટર્સની લાશ પડી હતી. છોટા શકીલ ગેંગના ગુંડાઓને ખતમ કર્યા પછી પોલીસ ઑફિસર્સ એ રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમને આરડીએક્સનો વિશાળ જથ્થો, બે ફોર્ટીસેવન રાઈફલ, સાત વિદેશી પિસ્તોલ અને 400 કારતૂસ મળી આવ્યા. છોટા શકીલ ગેંગના એ બધા શૂટર્સ મુંબઈથી આવ્યા હતા.

અમદાવાદ પોલીસે છોટા શકીલ ગેંગના હાંજા ગગડાવી દીધા એ સમાચાર મુંબઈ પોલીસના ટોચના ઑફિસર્સને મળ્યા ત્યારે તેઓ ખુશ થયા, પણ અમદાવાદ પોલીસના ઑફિસરોએ છોટા શકીલ ગેંગના છ ગુંડાને ગોળીએ દઈને દાઉદ ઈબ્રાહિમને જે નુકસાન પહોંચાડ્યું એથી વધુ ફાયદો મુંબઈ અને થાણેના કેટલાક લાંચિયા પોલીસ ઑફિસર્સે છોટા શકીલ અને દાઉદ ઈબ્રાહીમને કરાવી આપ્યો!’

(ક્રમશ:)