Sundarta mate saral tips - 9 in Gujarati Magazine by Mital Thakkar books and stories PDF | સુંદરતા માટે સરળ ટિપ્સ - ૯

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૯

સુંદરતા માટે સરળ ટિપ્સ

ભાગ-૯

સંકલન- મિતલ ઠક્કર

સુંદરતા માટે ચહેરાની દેખભાળ ઘણી જરૂરી છે. ચહેરાને ચમકતો રાખવા ફેસવોશ મહત્વની ભૂમિકા ભજવે છે. ચહેરા પર વાતાવરણના પ્રદૂષણને કારણે ધૂળ લાગી જાય છે. નરી આંખે એ દેખાતી નથી. પણ એના કારણે ચામડી પર ખીલ થાય છે અને ડાઘા પડે છે. આ સમસ્યાથી બચવા માટે ફેસવોશનો ઉપયોગ કરવો જોઇએ. કેમકે ફેસવોશ ચહેરા પરની ગંદકીને અંદરથી સાફ કરે છે. આમ તો બજારમાં ઘણી જાતના ફેસવોશ મળે છે. પણ તમારે તમારી ત્વચાના પ્રકાર મુજબ ફેસવોશનો ઉપયોગ કરવો જોઇએ. એવું ફેસવોશ પસંદ કરવું જોઇએ જે તમારા ચહેરાને પોષણ પૂરું પાડવા સાથે નમીને જાળવવામાં પણ મદદરૂપ થાય. ફેસવોશનો દિવસમાં બે વખત એકવાર દિવસે અને બીજીવાર રાત્રે ઉપયોગ કરી શકો છો. અને જો તમારી ત્વચા વધારે તૈલી હોય તો બેથી વધુ વખત પણ વાપરી શકો છો. આવી જ રીતે સુંદરતા વધારવા માટે અને જાળવી રાખવા માટેની બીજી કેટલીક ટિપ્સ આપી છે જે તમને ચોક્કસ ખૂબ ઉપયોગી બની રહેશે.

* કોઇપણ બ્યુટી પ્રોડક્ટ ખરીદતી વખતે તેમાં આલ્કોહોલની માત્રા જોઇ લેવી જોઇએ. આલ્કોહોલ ધરાવતા સૌંદર્ય પ્રસાધનને ચહેરા પર લગાવવાથી સમસ્યા ઉદભવી શકે છે. આલ્કોહોલને ચહેરા પર ઘસવાથી ત્વચા વધારે સૂકી થઇ શકે છે. આ ઉપરાંત જલન અને ખંજવાળની ફરિયાદ કરી શકો છો. એ જ રીતે જરૂર કરતાં વધારે ગરમ પાણીનો ઉપયોગ ચહેરાને ધોવા કરતી વખતે ચેતવાની જરૂર છે. એ જ રીતે વધારે પડતું ઠંડું પાણી ત્વચાની નમી ઘટાડવાની સમસ્યા ઉભી કરી શકે છે. આવી બધી સમસ્યાઓથી બચવા માટે ચહેરો ધોવા સામાન્ય પાણીનો જ ઉપયોગ કરવો જોઇએ.

* વાળ ઓળવા માટે બજારમાં જાતજાતના કાંસકા મળે છે. પણ મોટાભાગના પ્લાસ્ટિકના કે મેટલના મળતા હોવાથી તેનો જ વધુ ઉપયોગ થાય છે. પરંતુ ટ્રાઇકોલોજિસ્ટો લાકડાનો મોટા દાંતાવાળો કાંસકો વાપરવાની સલાહ આપે છે. કેમકે પ્લાસ્ટિકના કે મેટલના દાંતાથી વાળને નુકસાન થઇ શકે છે. લાકડું સરળ રીતે વાળમાં ફરતું હોવાથી તેનો ઉપયોગ આદર્શ છે. અને મોટા દાંતાના કાંસકામાં બે દાંતા વચ્ચે વધારે જગ્યા હોય એવો પસંદ કરવો જોઇએ.

* નખ પરની પીળાશ દૂર કરવામાં સિંધવ મીઠું ઉપયોગી સાબિત થઇ શકે છે. પાણીમાં સિંધવ મીઠું નાખી તેમાં હાથને ડૂબાડી રાખો. આમ કરવાથી નખ પરની પીળાશ જલદી દૂર થવા લાગે છે.

* જો આંખ બહુ નાની હોય તો કાજલને બદલે વ્હાઇટ આઇ પેન્સિલ લગાવવાથી મોટી અને સુંદર લાગશે. ધ્યાન એટલું રાખવાનું કે આઇલાઇનર પાતળું લગાવવાનું. અને કાજલ લગાવો તો અંદરથી લગાવવાનું.

* જો તમારી આંખ નજીક હોય અને દૂર દેખાય એવું ઇચ્છતા હોય તો નાકની નજીક પોપચા પર લાઇટ શેડો લગાવો અને પોપચાની બહારની કિનારી પર ડાર્ક શેડો.

* ફાટેલા હોઠને રાહત મળે અને તેની રંગત ગુલાબી થાય એ માટે ગુલાબના ફૂલની પાંદડીઓને થોડીવાર માટે પાણીમાં પલાળી રાખો. અને પછી તેની પેસ્ટ બનાવી વીસ મિનિટ માટે હોઠ પર લગાવો.

* શિયાળામાં હોઠ ફાટી જાય કે લોહી નીકળે ત્યારે લિપબામ કે ક્રિમ લગાવવાને બદલે કેટલાક ઘરેલૂ સૌંદર્ય ઉપાય ઉપયોગી સાબિત થઇ શકે છે. રાત્રે સૂઇ જતાં પહેલાં નાભિ પર સરસવનું તેલ લગાવવાથી હોઠનું સૂકાપણું દૂર થાય છે. હોઠ પર મલાઇનો ઉપયોગ બહુ જૂનો છે. દસ-પંદર મિનિટ માટે મલાઇ લગાવી નવશેકા પાણીમાં રૂ પલાળી હોઠ સાફ કરી લેવાના. દિવસમાં બે વખત આ પ્રયોગ સારું પરિણામ આપશે. હોઠનું મોશ્ચરાઇઝર જળવાઇ રહે એ માટે વેસેલિન અને ઓલિવ ઓઇલ ભેગા કરીને લગાવો. હોઠપર કાળાશ અને રૂક્ષતાની સમસ્યા હોય તો એલોવેરા જેલથી માલિશ કરવાથી લાભ થાય છે.

* ભરાવદાર આઇબ્રોઝનો ટ્રેન્ડ વધી ગયો છે ત્યારે એ માટેની કેટલીક ટિપ્સ છે. સૌથી જૂનો અને અસરકારક ઉપાય એ છે કે આઇબ્રોના મૂળમાં દિવેલ લગાવો. થોડાં દિવેલના ટીપાં લઇ મસાજ કરીને અડધા કલાક સુધી રહેવા દો. અને મેકઅપ રીમુવરથી લૂછીને હૂંફાળા પાણીથી ચહેરો લૂછી નાખવો. આમ કરવાથી તેનો વિકાસ થશે. પરંતુ દિવેલની એલર્જી ના હોય તો જ ઉપયોગ કરવો. કોપરેલ પણ લગાવી શકો છો. કોપરેલમાં રૂ બોળી આઇબ્રોઝ પર લગાવીને આખી રાત્રિ દરમ્યાન રહેવા દેવું. અને સવારે ફેસવોશથી ચહેરો ધોઇ નાખવાનો. સપ્તાહમાં બે-ત્રણ દિવસ લગાવવાથી સારું પરિણામ મળશે.

* ટોનરથી ત્વચા સાફ થતી હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. સાબુ કરતાં ટોનર વધુ સારું રહે છે. તેનાથી ત્વચા તાજગીભરી રહે છે. ટોનર હંમેશા ત્વચાના પ્રકાર મુજબ ખરીદવું. ખીલ થયા હોય તો સેલિસિલિક એસિડ હોય એવું ટોનર લગાવવું જોઇએ. ટોનર સાથે ટિશ્યુ પેપરને બદલે રૂના પૂમડાનો ઉપયોગ વધુ યોગ્ય રહેશે. આલ્કોહોલયુક્ત ટોનરની ત્વચા પર ખરાબ અસર થતી હોવાથી તેનો ઉપયોગ ટાળવો જોઇએ.

* થાકેલી આંખો માટે રોઝ વોટર આઇ માસ્ક શ્રેષ્ઠ છે. શુધ્ધ ગુલાબજળ લઇને એમાં રૂ બોળી દો. અને આંખ ઉપર વીસ મિનિટ સુધી મૂકી દો. આમ કરવાથી આંખને ઠંડક સાથે આરામ મળે છે.