aghor kukaram - 2 in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | અઘોર કુકર્મ.. - 2

Featured Books
  • वो पहली बारिश का वादा - 3

    कॉलेज कैंपस की सुबहबारिश के बाद की सुबह कुछ खास होती है। नमी...

  • The Risky Love - 1

    पुराने किले में हलचल.....गामाक्ष के जाते ही सब तरफ सन्नाटा छ...

  • इश्क़ बेनाम - 17

    17 देह का यथार्थ कुछ महीने बाद, मंजीत और राघवी की एक अनपेक्ष...

  • Mahatma Gandhi

    महात्मा गांधी – जीवनीपूरा नाम: मोहनदास करमचंद गांधीजन्म: 2 अ...

  • महाभारत की कहानी - भाग 121

    महाभारत की कहानी - भाग-१२२ शरशय्या में भीष्मका के पास कर्ण क...

Categories
Share

અઘોર કુકર્મ.. - 2

અઘોર કુકર્મ ભાગ :-૨ ૧૮-૧૨-૨૦૧૯


સારા એ જોયું તો ધારા બેભાન પડી છે એણે એનાં મોં પરથી રૂમાલ દૂર કર્યો.... ધારા ને ગુપ્ત ભાગમાં થી લોહી નિકળતું હતું... સારા ધારા ને ઉંચકીને આઉટ હાઉસમાં લઈ ગઈ અને પલંગમાં સુવડાવી... મનીષા ને ફોન કરી રડતાં રડતાં જલ્દી આવી જવા કહ્યું... મનીષા એ રજની ને કાનમાં કહ્યું અને એ બંને ઘરે આવ્યા.... અને ધારા ની હાલત જોઈને મનીષા સમજી ગઈ ... અને સારા એ બધી વાત કરી...એણે એનાં જેઠને ફોન કર્યો અને પોલિસ સ્ટેશન જવું છું કહ્યું એ જ એની ભૂલ... મનીષા એ કેતન ને બે લાફા મારી દીધાં એટલે કેતને ગુસ્સો કરી ફુલદાની છુટ્ટી ફેંકી જે મનીષા ના કપાળ માં વાગી...અને પોતાના પિતા ને તાત્કાલિક ઘરે આવવાનું કહ્યું.... મનીષા પોલીસ સ્ટેશન જાય એ પહેલાં જ એનાં જેઠ સતીષભાઈ આવી ગયા અને બધું જાણીને એમણે રજની અને મનીષા ને ચૂપ રહેવા ધમકી આપી કે જો હોબાળો કર્યો છે તો ખોટા આરોપસર હું તમને બધાને જેલમાં મોકલી દઈશ... અને ધારા ને એક ખાનગી દવાખાનામાં દાખલ કરી ને સારવાર ચાલુ કરાવી દીધી અને બધા સબૂતો મિટાવી દીધા.. અને લાગવગ અને ઓળખણનો ઉપયોગ કરીને તાત્કાલિક કેતન ને વિદેશ મોકલી દીધો.... આ બાજુ મનીષા ન્યાય ની લડત માટે મક્કમ હતી તો રજનીને સતીષભાઈ એ પોલીસ સ્ટેશન લઈ જઈ ને ચોરીના આરોપસર મૂઠ માર મરાવ્યો.... અને પછી પોતે ભૂલ થઈ ગઈ કહીને છોડાવી લાવ્યા અને કહ્યું કે જો આ તો ટ્રેલર હતું.... જો મારી કે કેતન વિરુદ્ધ ફરિયાદ કરી કે કોઈ ને કહ્યું આ વિશે તો ક્યાંકના નહીં રહો અને કાયમ માટે ખોવાઈ જશો.... મનીષા એકલી ઝઝુમી પણ એને સીડી માં થી ધક્કો મારી પાડી અને દવાખાને લઈ જઈ ને દાખલ કરી દીધી હવે એ નિઃસહાય થઈ ગઈ.... એણે એક દિવસ ચોરીછૂપીથી પોતાની મોટી બહેન મીતા ને ફોન કરી જાણ કરી દવાખાને બલાવી.... અને પછી મીતા અને મનીષા બહું રડયાં.... મીતા પણ લાચાર હતી... એ જાણતી હતી સતીષભાઈ ને કે એમની સામે પડવા નો કેવો અંજામ આવે તો હવે અવાજ કેમ ઉઠાવવો??? ધારા ને સારું થયું અને મનીષા ને પણ... મનીષા ના પગે પાટો હોવાથી એને ચાલવામાં કોઈ નો સહારો લેવો પડે.... સતીષભાઈ એ ઘરે લઈ જઈને બધાં ને ફરી ખુબ જ ધમકાવ્યા અને ટેમ્પો ભાડે કરી સામાન સાથે ગામડે મોકલી દીધા.... મનીષા ભગવાન ને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ તું જ હવે ન્યાય કર ...... અભણ ગુનેગાર હોય તો એને સજા મળે પણ ભણેલાં ગણેલા અને રૂપિયા વાળા ની લાગવગ ના લીધે આવાં તો કંઈક કેટલાય કિસ્સા દબાવી દેવામાં આવે છે.... હાલ તો ધારા સૂનમૂન થઈ ગઈ છે એકદમ પથ્થર ની મૂરત બની ગઈ છે એનું બચપણ છીનવાઈ ગયું.... સારા પણ દિગ્મૂઢ થઈ ગઈ છે... રજની તો કશું જ બોલતો નથી અને ચૂપચાપ રહે છે અને મનીષા ની માનસિક સ્થિતિ બગડી ગઈ છે..... આજે એક હસતો રમતો પરિવાર બરબાદ થઈ ગયો..... આવાં અઘોર કુકર્મ કરનાર કૂળદિપક કરતાં ના હોય સંતાનો કે વંશ વારસ તો સારું.... ભગવાન ન્યાય આપે.... આ વાત મેં મારા પરિવાર માં કરી અને મારા દિકરા જીનલે કહ્યું કે તું એમનું એડ્રેસ મંગાવ આપણે એક સમાજ સેવા વાળા સાથે ઓળખાણ છે તો કંઈક મદદરૂપ થવાય... હું ચાર પાંચ દિવસ થી મીતા ને ફોન કરતી હતી પણ ફોન લાગતો ન હતો અને એનો કોઈ મેસેજ પણ ન હતો... આજે સવારે ફરી મેં ટ્રાય કર્યો રીંગ વાગી પણ એણે ના ઉપાડ્યો અને કલાક પછી મીતા નો ફોન આવ્યો કે મનીષા એ બે છોકરીઓ ને ખેતર માં છાંટવાની દવા પીવડાવી અને બન્ને પતિ-પત્ની પણ દવા પી સૂઈ ગયા કોઈ ના બચ્યું.... કેટલી માનસિક યાતના સહન કરી હશે અને કોઈ આરો કે રસ્તો ના દેખાતાં આ પગલું ભર્યું હશે.... ભગવાન ને પ્રાર્થના કરું છું કે એ ચારેય ના આત્મા ને શાંતિ આપે... અને ન્યાય જલ્દી આપ ભગવાન એવી પ્રાર્થના કરું છું.... અને તમે બધા પણ પ્રાથના કરો કે કુદરત નો ન્યાય જલ્દી મળે અને એ ચારેય ના આત્મા ને શાંતિ મળે...

ભાવના ભટ્ટ અમદાવાદ....