naam me kya rakkha hai - 9 in Gujarati Fiction Stories by Dhaval Limbani books and stories PDF | નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૯

Featured Books
  • One Step Away

    One Step AwayHe was the kind of boy everyone noticed—not for...

  • Nia - 1

    Amsterdam.The cobbled streets, the smell of roasted nuts, an...

  • Autumn Love

    She willed herself to not to check her phone to see if he ha...

  • Tehran ufo incident

    September 18, 1976 – Tehran, IranMajor Parviz Jafari had jus...

  • Disturbed - 36

    Disturbed (An investigative, romantic and psychological thri...

Categories
Share

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૯






😊 નામ મેં ક્યાં રખ્ખા હૈ - 9 😊

હું - ચાલો આંટી ભૂમિ ને મળી ને હું નીકળું છું...

બસ એટલુ કહી ને હું ભૂમિને મળવા માટે એના રૂમમાં જાવ છુ. રૂમમાં જાવ તો જોવ છુ તો ભૂમિ બારી પાસે ઉભી છે અને બહારના વાતાવરણને નિહાળતી હોય છે. એની આંખોમાં મને ઘણું બધુ દર્દ દેખાઇ રહ્યું હોય છે પણ ચહેરા પર એ સ્માઈલ કરતી જોવા મળે છે..

હું - ( એને એના વિચારો માંથી બહાર કાઢવા માટે થોડી મસ્તી કરું છુ ) વાહ વાહ આખરે મહારાણી નો સ્વયંવર થઈ ગયો અને મહારાજ ને સિલેક્ટ પણ કરી લીધા..વાહ વાહ.
બોલો બોલો મહારાની સાહિબા.
હમ આપકી ખિદમત મેં ક્યાં કર સકતે હૈ..??

ભૂમિ - drecuuuu બસ યાર ખોટા ઢોંગ ન કર.. પોતાની જાત ને ખુશ રાખવાનું નાટક ન કર...

હું - અરે હુ ખુશ જ છુ યાર.....

ભૂમિ - યાર દેખાય છે મને ..
હું કોઈ મોટી વાત નહીં કરું બસ એટલું કહીશ કે I Love U....
મને ખબર છે કે અત્યારે સૌથી વધુ તું હર્ટ છે પણ તું મને દેખાવા નહીં દેતો..
શા માટે પોતાની જાત ને એટલો મનાવે છે?
શા માટે બધુ આમ નમ જોયા કરે છે ?
શુ તને કઈ થતુ નથી ?
તને કઇ ફેર પડતો નથી હે ?
આજે તારા પ્રેમને એક છોકરો તારી સામે જોવા આવ્યો , એની સાથે બેઠો , વાત નક્કી થઈ તો પણ તું આમ જોયા કરે છે હે...?
જવાબ આપ મને યાર....

હું - જો યાર.. સાચું કહું તો મને પણ ઘણું બધુ થાય છે પણ તું જો ખુશ હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી.. તને દર વખતે કહુ છું એમ.... કે તારી ખુશી માટે હું કઈ પણ કરવા તૈયાર છુ.. તું જો તારા ફેમેલી માટે કઈ પણ કરી શકતી હોય , એની ખુશી માટે કઈ પણ કરી શકતી હોય તો એની સામે હું જે પણ કઈ કરું એ કહી નથી....

હું પણ તને ખૂબ પ્રેમ કરું છું પણ જો મમ્મી જોડે કઈ વાત કરું તો એમને 100% નહીં ગમેં. કદાચ તો એમને કઈ ખબર પડી આપણા વિશે તો એ પછી મારી જોડે તને બોલવા પણ નહીં દે.. અને હું નથી ઈચ્છતો કે હું મારી એક સારી ફ્રેન્ડ ને ખોઈ બેસુ..
તો બસ જેમ છે એમ ચાલવા દે અને બધા ખુશ છે તો બધા ને ખુશ રહેવા દે પણ હા ......તું જે કઈ કરે છે એમાં તારી પણ ખુશી હોવી જોઈએ..

તારે એક વ્યક્તિ સાથે આખી લાઈફ કાઢવાની છે તો કોઈ પણ ફેંસલો લેતા પહેલા સો વાર વિચાર કરજે..
સોરી હું બોવ બધુ બોલી ગયો...પણ યાર સાચે કહું તો તને ખૂબ જ મિસ કરીશ...

ભૂમિ - યાર તું પણ સાવ.........!!!!
રિયલી યાર હું તને છોડવા નથી માંગતી પણ તે મમ્મી ને જોયા ને કે એ કેટલા ખુશ છે ?

હું - હા જોયા....

ભૂમિ - રિયલી I Love You so Much......

એટલું કહેતા ભૂમિ મારી બાજુમાં આવી જાય છે અને મને એક ટાઈટ હગ કરે છે અને ધીમે ધીમે રડવા લાગે છે. હું પણ એને હગ કરી લવ છુ અને મારા હાથ એના માથા પર રાખી હું એને શાંત પાડવાની કોશિશ કરી રહ્યો છું ત્યાંજ એની નાની બહેન આવે છે અને એ જોઈને શોક થઈ જાય છે.કેમ કે એને બહાર થી અમારી બધી વાત સાંભળી લીધી હોય છે....


નાનકી - ( ભૂત ની બહેન ) - શુ છે આ બધુ હૈ ....?
એટલે ......તમે ... બંને એ... આ ... શુ માંડી વાળ્યું છે હૈ.....?
મેં તમારી બધી વાતો સાંભળી લીધી છે અને બોવ બધુ જોઈ લીધું છે....

આ જોતા જ મને અને ભૂમિ ને લાગે છે કે નાનકી ને બધી વાત કરી દેવી જોઈએ તેથી હું અને ભૂમિ એને શાંતિ થી અમારી પાસે બેસાડીયે છીએ અને બધી વાતો શેર કરી દઈએ છીએ.

અમે લોકો કઇ રીતે મળ્યા અને કઈ રીતે બધુ થયુ એ બધી વાત નાનકી ને જણાવી દઈએ છીએ...


હું - પ્લીઝ નાનકી યાર..... તારા મમ્મી ને કશું ન કહેતી....


જો એમને અમારા વિશે ખબર પડશે તો બોવ બધુ થઈ જશે.. બોવ મોટા મોટા પ્રોબ્લેમ ઉભા થશે એટલે પ્લીઝ તું કશુ ન કહેતી....


નાનકી - તમે બંને યાર... અઘરા છો હો ..


તમે બંને એ અત્યાર સુધી મને કેટલી રમાડી હૈ....? અને દી તે એક પણ વાર એવું ન સમજ્યું કે મને આમના વિશે કહેવુ જોઈએ ? અને હા ડોન્ટ વરી હું મમ્મી ને કશુ નહીં કહું......


ભૂમિ - એવુ ન હતુ યાર નાનકી.... તને હું વાત કરવાનું જ હતું પણ અચાનક આ બધુ આવી ગયુ તો તને ના કહી શકી.... સોરી...હવે માફ કરી દે પ્લીઝ.....


નાનકી - હા માફ કરી.... જા.........


પણ હવે તમે બંને શું કરશો ?????


હું - કરવાનું શુ હોય પાગલ... જે થવાનુ હતું એ તો થઈ ગયું અને આંટી પણ ખૂબ ખુશ છે ભૂમિ માટે તો હવે કશુ નહીં કરવુ. જે પણ કહી થાય એ એમ નમ થવા દે પ્લીઝ.. અને હા તારે કશું કઈ કરવાનુ નથી હો...


નાનકી - હા કશું નહીં કરું... પણ તમારા બંને ના પ્રેમનુ શુ ???


હું - જો નાનકી .... એવુ ન હોય કે દરેક વખતે બધા ને એમનો પ્રેમ મળી જ જાય.... પ્રેમ જો સાચો હોય તો એ જરૂરી નથી કે તમે એની સાથે હો.... બસ એ ખુશ હોય , હસી ખુશી થી રહેતી હોય, એની લાઈફ ખુશ હોય તો બસ એમાં એમ માનવાનું કે આપણો પ્રેમ ખુશ છે તો આપણે પણ ખુશ..... એટલે અમારા વિશે બોવ બધુ ના વિચાર.... આંટી ખુશ છે તો એમને ખુશ રહેવા દે.... અને વાત રહી અમારા બંને ની તો અમે એક બીજાના સારા એવા મિત્રો તો રહીશું જ ને..... તો શું ફેર પડે.........


નાનકી - સેલ્યુટ છે હો બોસ.... માની ગયા તમને......પહેલી વાર કોઈ એવું વ્યક્તિ જોયું કે બીજાની ખુશી માટે પોતે પોતાના પ્રેમ ને છોડી દે છે અને એ પણ હસી ખુશી થી.......


Thank You So Much For Understand....


હું - બસ કર હવે મને રડવુ આવી જશે....હા હા હા......


ભૂમિ આ બધુ જોઈ રહી હતી કે હું અને નાનકી શુ શુ વાત કરી રહ્યા હતા.. ભૂમિ ને ખબર હતી કે હું અંદર થી કેટલો બધો તૂટી ગયો હતો..છતાં પણ એની સામે ખુશ રહેવા ના નાટક કરતો હતો. એટલી વાર માં ભૂમિ ના મમ્મી નો આવાઝ આવે છે કે નીચે આવો તો અમે બધા નીચે જઈએ છીએ અને એમના મમ્મી ને મળી ને હોટેલ પર જવા નીકળુ છુ.. રસ્તામાં બસ એક વિચાર ચાલી રહ્યા હતા કે ભૂમિ વિના મારું શું થશે.... મનમાં તો એ જ વિચારતો હતો કે કઈક ચમત્કાર થાય અને બધુ કેન્સલ થાય.. પણ સાથે સાથે ભૂમિના મમ્મી નો ચહેરો યાદ આવતો હતો.


રસ્તામાં જતા જતા એ ખબર ન હતી કે આંસુ છે એ દર્દ ના છે કે પછી બાઇક પર લાગતા ઠંડા પવનના....


થોડી વારમાં હોટેલ પર પહોંચી જાવ છુ. ફ્રેશ થઈ ને મારા બેડ પર લાંબો થાવ છુ. હાથમાં ફોન લઈને વિચારું છું કે ભૂમિને મેસેજ કરું પણ પછી એમ થાય છે કે ના......... બસ આમ ભૂમિ વિશે વિચારતા વિચારતા નીંદર આવી જાય છે....


આ બાજુ ભૂમિ પણ મારા વિચાર કરતી હોય છે અને એ પણ મારા વિશે વિચાર કરતા કરતા સુઈ જાય છે પણ......


એક જ વ્યક્તિ એવું હોય છે જેને નીંદર નથી આવતી....અને વિચાર કરતી હોય છે કે.......


કોણ હતું એ વ્યક્તિ અને શું વિચાર કરી રહ્યું હતુ... એ જોઈશુ આગળ ના ભાગમાં......


ત્યાં સુધી વાંચતા રહો.... અને સપોર્ટ કરતા રહો...


અને હા બિગ સોરી કે લખવામાં મોડું થાય છે પણ હું Government ના કામ સાથે જોડાયેલ છું તો એમના કામમાં વ્યસ્ત છું. ચારે તરફ કોરોના વાઇરસ નો કહેર છે તો આપ સૌ પોતાનું ધ્યાન રાખો અને ઘરમાં રહો એવી નમ્ર અપીલ....


મારા વિશે અને બીજી ઘણી બધી જાણકારી માટે મને ફોલો કરો..


ઈંસ્ટાગ્રામ - dhaval_limbani_official


ટિકટોક - dhaval_limbani_official....નવા નવા વીડિયો જોવા અને નવું શીખવા માટે જરૂર થી ફોલો કરો.....


🤔 મહત્વપૂર્ણ સૂચના...🤔

હેલો વાંચકમિત્રો... કેમ છો ?
લોકડાઉન છે તો બધા ઘરે જ હશો. બોર તથા હશો કંટાળી ગયા હશો ઘરે બેઠા બેઠા.. ટી.વી ચાલુ કરો તો એમાં કોરોના , વોટ્સએપ ના મેસેજ જોઈએ તો એમાં કોરોના. આમ તો બધી જ જગ્યા એ કોરોના અને સાવચેતી વાળા મેસેજ જ છે.

" તો મારા તરફથી પણ હું તમને કહીશ કે ઘરે રહો અને સ્વસ્થ રહો. તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખો. હસતા રહો અને મોજ કરતા રહો..."

હવે મૂળ વાત પર આવીએ...
મિત્રો મેં ઇન્સ્ટાગ્રામ પર મારુ નવું એકાઉન્ટ બનાવ્યુ છે @dhaval_limbani_official

આ એટલા માટે કહી રહ્યો છુ કે ઘણા લોકો એ મને જુના આઈ- ડી પર ફોલો કર્યો છે જેથી હું જે પણ કઈ નવી પોસ્ટ , નવી રચનાઓ , નવા ક્વોટ્સ લખુ એમની જાણકારી એમને નહીં મળતી હોય તો આપ સૌ ને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ મારા નવા એકાઉન્ટ ને ફોલો કરો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે.

આમ તો આજ સુધી કશુ માગ્યું નથી તમારી પાસે છતાં પણ તમે ઘણો બધો સહકાર આપ્યો છે અને મારી રચનાઓને પસંદ કરી છે. આપ સૌ માટે સારી સારી વસ્તુઓ લખવાનો પ્રયત્ન કરું છુ જેથી આપ સારું વાંચી શકો અને આનંદ માણી શકો..
આપ સૌ માટે ઘણી મહેનત કરું છું કે આપ સૌ સુધી સારી સારી વસ્તુઓ પહોંચાડી શકુ. તો બસ આ જ મહેનતની એક વસ્તુ માંગુ છુ કે આપ સૌ મારા નવા ઈંસ્ટાગ્રામ આઈ- ડી ને ફોલો કરો અને નવા અપડેટ્સ , અને નવા નવા વિચારો , કવોટ્સ જાણી શકો...

ઈંસ્ટાગ્રામ પર સર્ચ માં જઇ ટાઈપ કરો. dhaval_limbani_official અને મને ફોલો કરો

મને આશા છે કે આપ સૌ મને ફોલો કરશો. આ વસ્તુ પાછળ નો મૂળ હેતુ એ છે કે તમારી જેમ બીજા પણ સારું વાંચી શકે અને અપડેટ્સ મેળવી શકે. તો એવી આશા આપ સૌ પાસે છે કે મને ઈંસ્ટાગ્રામ પર પ્લીઝ ફોલો કરજો. બસ મારા મહેનતની એક વસ્તુ માંગી છે અને આપ સૌ મને એ આપો એવી નમ્ર વિનંતી સહ......

ધવલ લીંબણી

instagram ID - dhaval_limbani_official
please Follow Me.

અને હા જેટલી પણ નવલકથાના આગળ ના ભાગ ની રાહ જોઈ રહ્યા છો એ ટૂંક સમયમાં જ આવશે... હું જાણું છું કે આપ સૌને ઘણી રાહ જોવડાવુ છું પણ માફ કરશો..હું પ્રયત્ન કરીશ કે આપ સૌ સમક્ષ ખૂબ ઝડપ થી આગળ ના ભાગ લાવી શકુ...

અને હા પ્લીઝ.. ઈંસ્ટાગ્રામ પર ફોલો કરવાનું ના ભૂલતા..
Id - dhaval_limbani_official...

કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો એ કમેન્ટ માં પૂછી શકે છે...


Thank You......