Svikaar in Gujarati Magazine by Komal Mehta books and stories PDF | સ્વીકાર - સાબિત કરવું જરૂરી નથી

Featured Books
  • ભાગવત રહસ્ય - 279

    ભાગવત રહસ્ય -૨૭૯   ઇશ્વરને જગાડવાના છે.શ્રીકૃષ્ણ તો સર્વવ્યા...

  • આત્મનિર્ભર નારી

    આત્મનિર્ભર નારી નારીની ગરિમા: "यत्र नार्यस्तु पूज्यन्ते, रमन...

  • ધ વેલાક

    ભૂતિયા નન - વડતાલના મઠની શાપિત વાર્તાવડતાલ ગામ, ગુજરાતનું એક...

  • શેરડી

                         શેરડી એ ઊંચા, બારમાસી ઘાસની એક પ્રજાતિ...

  • પ્રેમ અને મિત્રતા - ભાગ 11

    (નીરજા, ધૈર્ય , નિકિતા અને નયન..) નીરજા : બોલો...પણ શું ?? ધ...

Categories
Share

સ્વીકાર - સાબિત કરવું જરૂરી નથી

શીર્ષક : *સાબિત કરવું જરૂરી નથી*

♦️મને મહાભારત નું એક પાત્ર યાદ આવ્યું જેનું નામ છે કર્ણ. કર્ણ જે દાનવીર કહેવાય, જેનું નામ આપણે આદર પૂર્વક લઈએ છીયે. વિચાર્યું છે કે કર્ણ એ પોતાનાં જીવન માં કેટલી ભૂલો કરી અને એનાં જીવન ની સૌથી મોટી મૂર્ખામી શું હતી? શાં માટે એ પોતાનાં જીવન માં આગળ નાં આવી શક્યો? શા માટે એ સર્વશ્રેષ્ઠ ધનૂરધર નાં બની શક્યો?

➰ગજની મૂવી માં આમિર ખાન નો એક બહુ સરસ ડાયલોગ છે કે, હું આ કરી શકું છું ! અને ફક્ત હું જ આ કરી શકું છું ! એ બંને માં અંતર શું છે?
"હું આ કરી શકું છું" એ મારો આત્મ વિશ્વાસ છે. અને "ફક્ત હું જ આ કરી શકું છું" એ મારો ઘમંડ છે. અને આ બંને વચ્ચે અંતર બહુ નાનું જ છે એ સમજવું અનિવાર્ય રહ્યું.

♦️જ્યારે તમે પોતે જ પોતાને કોઈ સ્પર્ધા માં મૂકી દો છો અને સતત જ્યારે દુનિયાં ને જ્યારે સાબિત કરવું તમારાં માટે ફરજિયાત બની જાય છે, ત્યારે તમે એ એક વસ્તુ પાછળ ભાગવામાં તમારૂ પૂરું જીવન નષ્ટ કરી નાખો છો. જાણતાં અજાણતાં તમે પોતે જ પોતાનાં શત્રુ બની જાઓ છો. દુનિયાને તો ક્યારે કોઈ લેવા દેવા નથી હોતા, તમે કેટલાં સર્વગુણસંપન્ન છો, એ તો બસ તમારા જીવન નાં સારા સમય નું તમને સન્માન મળતું હોય છે. કર્ણ જ્યારે પહેલી વાર અર્જુન ને યુધ્ધ માટે આહવાન કરે છે, અને એણે ફક્ત એ સાબિત કરવું હોય છે કે હું અર્જુન કરતાં વધારે સારી વિદ્યા જાણું છું અને હું સર્વ શ્રેષ્ઠ ધનોધર છું. કર્ણ ને પોતાની વિદ્યા પર જે અહંકાર છે, એ અનાયાસે જ અર્જુન ને પોતાનો દુશ્મન માની બેસે છે. તમે ક્યારેય વિચાર્યું છે તમે માનસિક રીતે એટલા સ્વસ્થ કેમ નથી કે તમારે કોઈ પણ વસ્તુ સાબીત કરવી પડે છે. જીવન માં બધું આપણાં હિસાબે નથી થતું. એ સમયે કર્ણ કોઈ કારણ વશ એ સાબિત નાં કરી શક્યો. અને એની આ કમજોરી નો લાભ લે છે દુર્યોધન. આમ તો કર્ણ ક્યારે દાન નથી લેતો, અને અર્જુન જોડે લડાઈ કરી શકે એ માટે એ દુર્યોધન ની મિત્રતા સ્વીકાર કરે છે. એનો ઉપકાર અપનાવે છે.

➰જીવન માં ખોટાં માણસ નો સાથ એક વાર આપ્યો અને પછી આગળ જતાં એ દુર્યોધન નો ઋણી બની ગયો. જીવન માં સાચા ખોટાં નો ભેદ સમજાયો જ નહીં અને કર્ણ ફક્ત પોતાની એક માત્ર જીદ અને અહંકાર ને સંતોષવા માટે કે એ અર્જુન કરતાં સારો ધનુરધર છે એણે પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું. છેવટે એણે દુર્યોધન નાં ઋણ ને ચૂકવવા માટે એ એનાં દરેક સાચા ખોટાં કર્મો નો ભાગીદાર બનતો ગયો. જીવન માં કઈ રાહ લેવી એ આપણાં હાથમાં હોય છે. જ્યારે સત્ય ને અપનાવી નાં શકીએ પચાવી નાં શકીએ ત્યારે માણસ અવળો રસ્તો પકડે છે અને એ અવળા રસ્તા ને આપણે કહીએ છે, ખોટાં માર્ગે જતો રહ્યો છે માણસ. જીવન માં સાચી ખોટી રાહ શું છે એ આપણે નક્કી કરવાનું છે, કઈ દિશામાં આપણે પોતાનું જીવન નિર્વાહ કરવાનો છે એનો નિર્ણય માણસે જાતે જ કરવો રહ્યો.

જીવન માં સાબિત કરવું હમેશા જરૂરી હોતું જ નથી. જીવન માં તમે શું છો? શું કામ છો? અને શા માટે છો? પોતે પહેલાં પોતાની જાત નો સ્વીકાર કરતા શીખો. જીવન જીવવું કેટલું અનિવાર્ય છે એના પર ધ્યાન આપવું જોઇએ.

જીવન માં જ્યારે તમે જાતે પોતાને બીજા થી સર્વ શ્રેષ્ઠ પોતાની જાત ને સાબિત કરવામાં પોતાની જાત ની હવન માં આહૂતિ જાતેજ આપી દેતા હોય છે. કર્ણ ના ઘમંડે આખરે એનું પતન જ નોતર્યુ. બીજું જીવન માં ક્યારે પણ કોઈ ને કઈ સાબિત કરવા કઈ પણ નાં કરવું, પોતાને ગમતું કાર્ય કરો. જીવન માં ક્યારે કોઈને કંઈ પણ સાબિત કરવું અનિવાર્ય તો છે જ નહિ.

કર્ણ નાં જીવન થી બોધ મળે છે.

૧.ક્યારે કોઈના ઋણાનુબંધ ન બનવું.

૨. જીવન માં હંમેશાં સાચી દિશા અને સત્ય નાં પથ પર પોતાનું જીવન જીવવું જોઈએ.

૩. કોઈપણ માટે આપણે આપણા જીવન ને હવન ની આહૂતિ શા માટે બનાવવી.

૪. જીવન માં અહંકાર પચાવી નાં શકાય માટે અહંકાર કરવો જ ના જોઈએ.

સાબિત કરવું અને એ પણ કોઈ એક વ્યક્તિ ને જે વ્યક્તિ ક્યારે તારા સામે લડવા નથી આવ્યું. તો એમાં ભૂલ કોની હતી અર્જુન ની કે કર્ણ ની? કર્ણ ની ઈર્ષા, એનો અહંકાર, આખરે અંત તો બંને નો આવ્યો.