Badlaav - 1 in Gujarati Classic Stories by Dipak Dudhat books and stories PDF | બદલાવ - 1

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

બદલાવ - 1

હું સમર મારો જન્મ એક એવા પરિવારમાં થયો કે જેમાં કુટુંબમાં કોઈના ઘરે છોકરા નો જન્મ થાય એટલે પુરા કુટુંબ ને ખંજર ભેટ આપવાની.એટલે કે માથાભારે પરિવારમાં મારાં પિતા પ્રતાપસિંગ એટલે શોલે ના ગબ્બરસીંગ ને પણ સારો કેવરાવે એટલા ખતરનાક મારી માતા એટલે કે જાણે ફુલનદેવી અને નાનો ભાઇ વિક્રમ જે દરોજ કોઈ ના માથા ફોડી ને આવે આટલો ખતરનાક પરીવારમાં મારો જન્મ થયો. મારા બાળપણ થી જ મને એવું શીખવવામાં આવ્યું હતું કે મારવાનું મારા નઈ ખાવાનો.મને એ લોકો નું આ વર્તન કઈ સમજ માં ના આવે મને તો બસ બધાની મદદ કરવાની જ ઈચ્છા થાય. હું કોઈને કઈ રીતે મારી શકું? મારાંમાં એ લોકોનું શીખવવું એટલે કે ભેંસ આગળ ભાગવત. ક્યારેક તો એવું લાગે કે કાગડા વચ્ચે કબૂતર નો જન્મ થયો હોય એવું પણ પછી જેવી હરિ ઈચ્છા એવું માની ને પરીવાર માં મોટો થયો.પણ એ લોકોના એક ગુણ પણ મારાં અંદર ના આવે મારું આવું વર્તન જોઈને એ લોકો મારાં પર ગુસ્સે બોવ થાય અને કેય કે તું કેવો થયો છે આપણા કુટુંબ માં તારા જેવું તો કોઈ નથી પણ પછી હું પણ હસીને કહી દેતો કે હિરણ્ય કશ્યપ ના ઘરે પ્રહલાદ એટલે બધા જોર થી હસી દેતા પણ હા મારા આ માસૂમ સ્વભાવ ને કારણે એ લોકો મને પ્રેમ પણ ખૂબ કરતા.અમારા ગામ માં મારા પપ્પા ની બોવ મોટી ધાક હતી મને જે સ્કુલ માં એડમીશન અપાવ્યું ત્યાં પણ ત્યાં ના આચાર્ય ને ધમકાવી ને કહ્યું કે મારા છોકરા નું ધ્યાન રાખજે જો એને કંઈ પણ થયું છે તો તારી ખેર નથી પપ્પા ના સ્વભાવ થી હું ખુશ નહતો સ્કુલ માં મને ભણવું ગમતું હું મેહનત કરીને સારા માર્ક્સ લાવતો
અને મને સ્કુલ ની સિંગિંગ સ્પર્ધા માં ભાગ લેવો પણ ખૂબ ગમતું અને મારું સપનું છે કે હું એક સારો સિંગર બનું. બસ આવી રીતે વર્ષો વીતતા ગયા અને સ્કુલ ની ઘણી યાદો સાચવીને હૃદય માં રાખી ને હવે કોલેજ નો સમય આવી ગયો કોલેજ અમારા ગામ થી ઘણી દૂર હતી એટલે પપ્પા એ કહ્યું કે તું મોટી ગાડી લઈને કોલેજ જજે પણ ના મે કહી દીધું કે પપ્પા હું તો બાઇક લઈને જ જઈશ સારૂ જેમ તને સારું લાગે એમ કર કોલેજ નું એક સેમેસ્ટર પૂરું થયું અને વેકેશન હતું તો મને થયું કે કોઈ સારી જગ્યા પર ફરવા જાવ આમ તો પપ્પા સિવાય કોઈ ગામ ની બહાર જતું નહિ પણ હવે મારે બહાર ની દુનિયા જોવી હતી. પણ શું ખબર હતી કે આગળ જીવનનો આટલો બદલાવ આવશે! મે હિંમત કરીને પપ્પા ને પૂછ્યુ કે પપ્પા મારે બહાર ફરવા જવું છે પપ્પા તો પેહલા કઈ બોલ્યા નહિ અને એમના ચેહરા પર થી લાગતું હતું કે હમણાં મારું આવી બનશે પપ્પા મારી નજીક આવ્યા અને બીક ના મારે મારી આંખો બંધ થઈ ગઈ અને ડર લાગ્યો હવે શું થશે એમ પણ પપ્પા એ મારા માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું કે ક્યાં ફરવા જવું છે બેટા? જાણે જીવ માં જીવ આવ્યો હોય એવું લાગ્યું આમ તો પપ્પા એ હજી સુધી ક્યારેય મારા પર હાથ ઉપાડ્યો નથી એટલે આજે બહુ ડર લાગતો હતો પછી મે કહ્યુ કે પપ્પા મારે દીવ જવું છે ફરવા થોડી વાર વિચાર્યા પછી પપ્પા એ હા પાડી અને મારી ખુશી નો કોઈ પાર રહ્યો નઈ અને પછી પપ્પા એ કહ્યું કે તને એકલો જવા દેવા માં ખતરો છે એટલે નાનકા ને સાથે લઈ જા પણ પપ્પા હું કઈ કવ એ પેહલા તો પપ્પા એ વિક્રમ ને બોલાવ્યો અને કહ્યું કે તમે બહાર ફરવા જાવ છો એટલે આ ભોળા રામ ની જવાબદારી હું તને સોંપું છું ભાઈ ને કયાંય એકલો ના મુકતો અને મારા એકલા જવાની આઝાદી માં ભંગાણ પડ્યું પણ હું ખુશ હતો કે ચાલો ફરવા તો મળશે.

હવે આગળ શું થાય છે સમર ના જીવનમાં જાણવા માટે જોઈએ બદલાવ ભાગ ૨