Rakshko - 6 in Gujarati Fiction Stories by Yash Jayeshkumar Patel books and stories PDF | રક્ષકો - ૬

Featured Books
  • शून्य योद्धा - 2

    कुछ पल की खामोशी के बाद, उस मंच के ऊपर की वो नीली रोशनी गायब...

  • माफिया की नजर में - 12

    माफ़िया की नज़र में – Part 12: "पुरानी मिल का जाल""सच की तला...

  • JANVI - राख से उठती लौ - 2

    अनकहे रिश्ते"कभी-कभी जो हमें सहारा लगता है, वही हमारी सबसे ब...

  • वीराना

    वीराना सिर्फ एक हवेली नहीं थी, बल्कि ज़मीन के भीतर दबी यादों...

  • Seen at 2:00 AM - 1

    Part 1 – Insta से DM तकरिया, 20 साल की, एक मिडिल क्लास फैमिल...

Categories
Share

રક્ષકો - ૬

માફ કરજો, આ ભાગ આવવામાં થોડું મોડું થયું.

આગળના ભાગમાં આપણે જોયું કે સેમ અને તેના સાથીઓ પાંચમી શક્તિ માટે યોગ્ય વ્યક્તિની શોધ કરવાનું નક્કી કરે છે. હવે આગળ,

6. પાંચમા સાથીની શોધ

સેમ બંને સુવાનું તો કહે છે પરંતુ તેની આદત પ્રમાણે તેને ઊંઘ નથી આવતી. આથી તે પાંચમાં સાથીની શોધ માટે કેટલાક પ્રયાસો કરવાનું વિચારે છે. તેને ખબર છે કે આ કાર્ય કપરું છે જે જુલી એકલી નહિ કરી શકે. સેમ પોતાના જ્ઞાનથી દુનિયાના મોટા ભાગના CCTV કેમેરા હેક કરી નાખે છે. તે આગળની ક્લિપ્સનું લિયો પાસે નિરીક્ષણ કરવાનું કહે છે. સેમને અચાનક કેમેરા દ્વારા ડિસ્ટ્રોયરના આવાસ વિષે જાણકારી મળે છે. સાથે સાથે તેને ડિસ્ટ્રોયરની શક્તિ શોધવાની રીત પણ જાણવા મળે છે જેથી તેને હાશ થાય છે કારણકે તે રીતથી એને ક્યારેય શક્તિ મળી ન શકે. હવે સેમ સુવા જાય છે.

સવારનો સમય છે. બધા ઉઠીને પોતાનો નાસ્તો પતાવે છે. સેમને લિઓ દ્વારા છ વ્યક્તિઓ મળે છે જે આ પાંચમી શક્તિને લાયક હોય. હવે તેઓએ આ છ વ્યક્તિમાંથી સૌથી યોગ્ય વ્યક્તિની શોધ કરવાની હતી.સેમ અને તેના સાથીઓ આખો દિવસ ચર્ચા-વિચારણા કરે છે.

સાંજ પડી જાય છે. હવે તેઓને એક તરુણ નામે ધવલ નજરે ચડે છે જે રોજ આત્મહત્યા કરવાની કોશિશ કરતો હોય છે પરંતુ નાકામયાબ થાય છે. જુલી અને ઇવને પોતાની શક્તિઓ દ્વારા એના માનનાં ભાવ પણ ખબર પડે છે. ચર્ચાને અંતે તેઓ ધવને યોગ્ય સાંજે છે. જુલી ભવિષ્ય જોઈ શકે છે આથી તેને જાણ થાય છે કે જો આજે રાતે ધવલને બચવાવમાં નહિ આવે તો તે મારી શકે છે.

રાતનો સમય થાય છે. ધવલ આત્મહત્યા કરવાની તૈયારીમાં છે. તે ઊંચી ઇમારત પરથી કુદે છે ત્યારે જ જુલીની શક્તિ વડે બનાવેલી પોર્ટલ મારફતે તે રક્ષક બનવાની ગુપ્ત જગ્યા પાસે આવી પહોંચે છે. તેને અજુક્તું લાગ્યું પણ તે આને ભાગ્યનો ઈશરો સમજી આગળ વધે છે. અહીં તે જેવો આગળ વધવાની કોશિશ કરે છે તેવો તેને ખતરાનું ભાન થાય છે. તે હિંમત કેળવી આગળ વધે છે. તે તમામ ખતરા પર કરી જાય છે.

હવે પરીક્ષાનો સમય આવે છે. સેમ અને તેના સાથીઓની નજર ધવલ પર છે. ધવલની આગળ રેતઘડીમાં રેતી નીચે પડતી જાય છે. તે બુદ્ધિપૂર્વક તમામ સવાલના જવાબ આપી દે છે. સેમ અને તેના સાથીઓ ખુશ છે. ધવલ ત્યાંની કોઇ જાદૂઈ શક્તિ વડે રાક્ષકોના મથક પર આવી જય છે. આ સાથે જ તેની શક્તિ અપાર થઇ જય છે. તેના કિરણો જુલીના જાદુ અને સેમની ટેક્નોલોજીને પાર કરી જય છે. આ ઘટનાથી સેમ અને તેના સાથીઓ અજાણ છે. આ કિરણોની ભનક ડીસ્રોયરને લાગી જય છે.

સેમ અને તેના સાથીઓ આનંદમાં આવી જાય છે. તેઓ નવો સાથી મળવાથી ખુશ છે. તેઓ નવા રાક્ષકને બધું જણાવે છે. આ શક્તિ ડિસ્રોયર ન લઈ શકે એવું તેઓને લાગે છે. આથી તેઓ નિશ્ચિંત થઇ જાય છે. આ તરફ ડિસ્રોયરને શક્તિની ભનક થતા તે શક્તિ મેળવવા પ્લાનિંગ કરે છે. તે પોતાના સૈનીકોને સેમ અને તેના સાથીઓની આસપાસ જાસુસી કરવા મોકલે છે. આ સાથે તેમને અદૃષ્ય થવાની શક્તિ આપે છે કે જેથી તેઓ પકડાય ન જાય.

સેમ અને તેના સાથીઓ ધવલને પ્રશિક્ષણ આપે છે. સાથે તેઓ તેને શક્તિનો ઉપયોગ કરવાનું તેમજ તેના પર નિયંત્રણ કરવાનું શીખવે છે.તેઓને તેની શક્તિનો અંદાજ પણ આવે છે.રાતના 2 વાગ્યાનો સમય છે આથી બધા રક્ષકો સુવા જાય છે.

* શું ડિસ્રોયર સેમ સુધી પહોંચી શકશે ?*

* શું ધવલ ડિસ્રોયરને હરાવવા સક્ષમ છે ? *

આ પ્રશ્નોના જવાબ મેળવવા વાંચતા રહો રક્ષકો. જલ્દી મળીએ નવા ભાગ સાથે.