tution in Gujarati Comedy stories by Jwalant books and stories PDF | ટ્યુશન

The Author
Featured Books
  • Shadows Of Love - 18

    टूटते मंदिर के धुएँ और राख से घिरी घाटी में जब करन और अनाया...

  • तेरे मेरे दरमियान - 42

    दुसरा बदमास कहता है --->" अरे मेरी जान , इतनी खुबसूरती का क्...

  • और एक बार की सनक

       अपनी असफलता के लिए सिर्फ भाग्य को कोसते-कोसते, वह अपने आप...

  • BTS Femily Forever - 11

    Next Ep,,,  Jimin घबरा कर हड़बड़ाते हुए "ह,न,,नहीं नहीं मै त...

  • सुख की कामना

    सुख की कामना लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्दों की कहानी)...

Categories
Share

ટ્યુશન

સાંજે હું ઘરે આવ્યો ત્યારે મે જોયુ કે બાજુ માં રહેતો છોકરો સાગર સોફા પર બેઠેલ હતો.
"અરે સાગર!તું અહીંયા?" મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું.
"હમ આયે નહિ ભેજે ગયે હૈ" સાગરે ફિલ્મી સ્ટાઈલ માં જવાબ આપ્યો.
"સાગર ની મમ્મી કહેતી હતી કે તેને ભણવામાં રસ નથી. એટલે હું તેને રોજ ભણાવીશ." પત્ની એ કહ્યુ.
મેં સાગર તરફ જોયું. તેના ચહેરા પર કંટાળા ના ભાવ હતા. જાણે કહી રહ્યો હતો, "તમે પણ પ્રયત્ન કરી લો. અહી તો કેટલા આવ્યા અને કેટલા ગયા પણ મને કોઈ ભણાવી નથી શક્યું!"
"તો અત્યારે શું ચાલી રહ્યું છે?" મેં રસ બતાવ્યો.
"વ્યાકરણ" પત્ની એ જવાબ આપ્યો." સાગર મને કહે, હું સુંદર છું એ કયો કાળ કહેવાય?"
"ભૂતકાળ જ હોય ને! અત્યારે તમને કોણ સુંદર કહે?" સાગરે ટપ દઈને જવાબ આપ્યો.
પત્ની આ સાંભળી ને સ્તબ્ધ બની ગઈ! મામલો હાથ થી બહાર જઈ રહ્યો હતો એ જોઈને હું વચ્ચે પડયો.
"એમ નહિ બેટા, ફરી વાર પ્રયત્ન કર. મેં ચોરી કરી છે એનું ભવિષ્યકાળ શું હશે?"
સાગરે મારી તરફ તિરસ્કાર થી જોયું, "તમે જેલમાં જશો."
પત્ની એ કહ્યુ, "મને લાગે છે કે વ્યાકરણ તને પછી સમજાવીશ. અત્યારે આપણે વિજ્ઞાન ભણી લઈએ"કહીને એણે ગુરુત્વાકર્ષણ વિશે એક નાનકડું પ્રવચન આપ્યું.
અચાનક તેનું ધ્યાન ગયું કે સાગર ઝોકાં ખાઈ રહ્યો હતો.
પત્ની એ ગુસ્સો દર્શાવ્યો,"સાગર! તું સૂઈ રહ્યો છે?"
"ના! એ તો ગુરુત્વાકર્ષણ ના લીધે મારી ડોક જમીન તરફ જઈ રહી છે."સાગરે સ્પષ્ટતા કરી.
હવે હું વચ્ચે પડયો, "જોકે છોકરો કોન્સેપ્ટ બરાબર સમજી ગયો છે હોં!"
પત્ની બોલી, "સારું. વિજ્ઞાન માં કંટાળો આવતો હોય તો ભૂગોળ ભણી લે. મને કહે, ભારત ની સૌથી ખતરનાક નદી કઈ છે?"
"ભાવના, કારણ કે તેમાં સૌકોઈ વહી જાય છે!"
"આ નદી નથી બેવકૂફ! સારું ગંગા ક્યાંથી નીકળે છે અને કોને મળે છે?"
સાગર ને આ જવાબ તો આવડતો હતો, " ગંગા ટ્યુશન ના બહાને ઘરે થી નીકળે છે અને તેના બોયફ્રેન્ડ ને મળે છે!"
પત્ની કશું બોલી નહિ. પછી તેણે કહ્યું,"હું થોડી વાર માં આવું છું.ત્યાં સુધી તું નોટબુક માં એક થી સો લખી નાખ."
કહીને તે જતી રહી. હું પણ ઊભો થઈને ફ્રેશ થવા ગયો.
થોડો સમય શાંતિ છવાયેલ રહી. પછી અચાનક પત્ની ની બૂમાબૂમ સંભળાઈ. હું દોડીને લીવિંગ રૂમ માં પહોંચ્યો.
પત્ની સાગર ને કહી રહી હતી, "તું મારા ઘર માં ઊંઘી ના શકે!"
"તમે થોડો અવાજ ઓછો કરો તો ઊંઘ આવી જાય. બાકી આવા ઘોંઘાટ માં તો કોણ ઊંઘી શકે?" સાગર બોલ્યો.
"તું અહી સુવા આવ્યો છે? મેં તને એક થી સો લખવાનું કહ્યું હતું ને?"
"એ તો ક્યારનું લખી નાખ્યું!' કહીને સાગરે નોટબુક પત્ની
આગળ ધરી. તેની ત્રણ શબ્દો લખ્યા હતા, "એક થી સો"
મને હસવું આવી ગયું. પત્ની એ મારી સામે ડોળા કાઢયા.
ત્યાં સાગર બોલ્યો, "તો હું જઈ શકું? એક કલાક તો થઈ ગયો!"
પત્ની ગિન્નાઈ હતી. તેણે સાગરને કહ્યું, "તે આજે ટાઇમપાસ જ કર્યો છે.સારું હું એક સવાલ પૂછીશ. એ તને આવડી ગયો તો તું જઈ શકે છે"
આ સાંભળી ને સાગરે રસોડા તરફ દોટ મૂકી અને થોડી વાર માં પાછો ફર્યો.
"કિચન માં કેમ ગયો હતો?" પત્ની એ પૂછ્યું.
"પાણી પીવા" સાગરે જવાબ આપ્યો." અને મે તમારા સવાલ નો જવાબ આપી દીધી છે, એટલે શરત પ્રમાણે હું જઈ રહ્યો છું."
કહીને તે વિદાય થઈ ગયો!