WHO IS MENTALLY RETARDED PART-2 in Gujarati Fiction Stories by Tapan Oza books and stories PDF | મંદબુધ્ધિ કોણ...? ભાગ-૨

Featured Books
  • മരണപ്പെട്ടവൾ

    ""സ്വന്തം മകനെ വേദനിപ്പിച്ച രണ്ടാനച്ചനെ വെട്ടിക്കൊന്നിട്ട്,...

  • കോഡ് ഓഫ് മർഡർ - 12 - Last part

    മുഖംമൂടിക്കുള്ളിലെ ആളെ കണ്ടു അവർ ഇരുവരും ഞെട്ടലോടെ നിന്നു.ഒര...

  • കോഡ് ഓഫ് മർഡർ - 11

    "എന്താ നിങ്ങൾ പറഞ്ഞത് അയാൾ എന്റെ ചേട്ടൻ ആണെന്നോ "സൂര്യ ഞെട്ട...

  • താലി - 7

             ഭാഗം 7വീട്ടിൽ എത്തിയപ്പോൾ അമ്മു ബ്രേക്ഫാസ്റ്റ് എല്ല...

  • കോഡ് ഓഫ് മർഡർ - 10

    "എന്താണ് സൂര്യ ഡെത്ത് കോഡ്. അയാൾ എന്ത് ക്ലൂ ആണ് നമുക്ക് നൽകി...

Categories
Share

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૨

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૨

ભાગ-૧ માં આપણે વાંચ્યું કે હું મારા કામ સબબ દાહોદ હતો અને ત્યાં મારા કામના દિવસો વધુ હોઇ મને વસવાટ માટે એક સોસાયટીના મકાનમાં ઉતારો મળેલ. એ સોસાયટીમાં એક પરિવારની દિકરી કે જેનું નામ સેજલ, તેને સોસાયટીના નાના બાળકો અને તેના જ પરિવારના સભ્યો ગાંડી કહીને ચીડવતાં હતાં અને હું એ જાણવા ઉત્સુક હતો, કે કેમ નોર્મલ અને સામાન્ય જણાતી દિકરી સેજલને લોકો ગાંડી કહીને બોલાવી રહ્યા છે...!! હવે આગળ....

સેજલનાં જીવનનું આ રહસ્ય જાણવા માટે હું ઉત્સુક હતો. પણ મનમાં એક અવઢવ હતી કે પૂછવું કોને? એટલે મેં રમેશભાઇ સાથે મિત્રતા કેળવવાનું નક્કી કર્યું. રવિવારના એ દિવસે રમેશભાઇ તેમની દિનચર્યા મુજબ સવારે મંદિર જતાં. એ રવિવારે હું પણ સવારના પહોરમાં તૈયાર થઇને મારા ઉતારાના મકાનના આગળના ચોગાનમાં ઉભો હતો. જેવા રમેશભાઇને તેમના ઘરમાંથી બહાર નીકળતા જોયા, એટલે હું ધીરેધીરે મારા મકાનમાંથી બહાર આવવા લાગ્યો. રમેશભાઇ મારી બાજુમાંથી પસાર થતાં હતાં ત્યારે જ મેં ધીરેકથી તેમને કહ્યું,

હું - રમેશભાઇ, ગુડ મોર્નીંગ.

રમેશભાઇ - ગુડ મોર્નીંગ ભાઇ.

હું - (સામાન્ય વાતચીત કરવાની કોશિશ કરતાં કરતાં) શું રમેશભાઇ, આજે તો નોકરીમાં રજા ને...!

રમેશભાઇ - ના રે ના, ક્યાંથી રજા, જવાનું છે. અત્યારે તો અમારે સિક્ષન ચાલે છે. એટલે ઓવરટાઇમ કરવું પડે છે.

હું - અચ્છા... ઓકે....

હું અને રમેશભાઇ આવી જ આડી અવળી વાતચીતો કરતાં કરતાં મંદિર પહોંચ્યા અને મંદિરમાં ભગવાનના દર્શન કરી અને પરત ફર્યાં. રમેશભાઇ એમની ઓફિસ જવા નીકળી ગયા અને હું પણ મારા કામે જતો રહ્યો. હું આખો દિવસ વિચારતો કે રમેશભાઇને તેમની દિકરી વિશે કઇ રીતે પૂછવું. પણ કંઇ સમજાતું ન હતું. તેવામાં મને એક નવો આઇડિયા આવ્યો. મારૂ કામ પુરૂ કરી સાંજે ઘરે ગયો. અને ફ્રેશ થઇ સોસાયટીના ગાર્ડનમાં બેસવા ગયો.

ગાર્ડનમાં નાના બાળકો રમી રહ્યા હતાં. હું મારા કામ પરથી ઘરે આવ્યો ત્યારે બાળકો માટે ક્રિકેટનો બોલ લઇને આવેલો. એટલે ગાર્ડનમાં જે બાળકો રમી રહ્યાં હતાં તેમને બોલાવી અને મેં ક્રિકેટનો બોલ રમવા આપ્યો. બાળકો ખુશ થઇ ગયાં અને બોલ વડે રમવા લાગ્યાં. ત્યારે જ એક બુઝુર્ગ / વડિલ ગાર્ડનમાં બેસવા આવ્યા. તેમને જોઇને એવું લાગતું હતું કે તેઓ આશરે ૮૦ વર્ષથી વધુની ઉંમરના હશે. વડિલ ગાર્ડનમાં આવીને હું જે બાકડા પર બેઠો હતો, તે જ બાકડા પર આવીને બેઠા. એમણે મારી તરફ મોયું એટલે મેં સહજ સ્મિત વેર્યું અને કહ્યું...

હું - દાદા, જય શ્રી કૃષ્ણ

વડિલ - હેં.....!!

હું - કહું છું, દાદા, જય શ્રી કૃષ્ણ

વડિલ - હેં....!! તમે મને કંઇ કહ્યું..!!

હું - દાદા......

તેવામાં એક બાળક આવ્યો અને મને કહે, અંકલ, દાદા થોડું ઉંચું સાંભળે છે. મોટેથી બોલો...

હું - (મોટા સ્વરે) દાદા, જય શ્રી કૃષ્ણ

વડિલ - હા હા, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

હું - મજામાં?

વડિલ - (થોડા ગુસ્સામાં) મજામાં હોઉં તો જ અહિં આવુંને...!

હું - હમમમમ......!

મને દાદા થોડા ગુસ્સામાં લાગ્યા. એટલે મેં ત્યારે દાદાને વધુ પ્રશ્ર્નો પૂછવાનું ટાળ્યું. અને ગાર્ડનમાં બેસી ઠંડા પવનનો આહલાદક અનુભવ માણતા માણતા બાળકોને રમતા જોતો હતો. ત્યાં જ ફરીથી એ જ સમયે... સેજલ.... સેજલ ત્યાંથી પસાર થઇ. અને આ વખતે પણ બાળકોએ તેને .... “એ ગાંડી....એ ગાંડી....” કહેવાનું શરૂ કર્યું. એટલે મારી બાજુમાં બેઠેલા દાદા બાળકો પર ગુસ્સે થયા અને બોલ્યા. “એય, એને હેરાન ન કરો.... જવા દો એને... નહિંતર મારૂ હમણાં બધાને... એને ગાંડી કહીને હેરાન ન કરો...” આ જોઇને મને એટલુંક તો સારૂ લાગ્યું કે સોસાયટીમાં કોઇક તો એવું છે જે સેજલનું ભલું વિચારે છે. (વધુ આવતા અંકે)