Sheds of pidia - lagniono dariyo - 7 in Gujarati Short Stories by Herat Virendra Udavat books and stories PDF | શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૭

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૭

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૭: "આત્મા..!" એક લોકવાયકા અથવા સત્ય ઘટના...!

લોકવાયકાઓ
લોકકથાઓ
કેટલુ સાચુ કેટલુ ખોટુ, એ હું નથી જાણતો,
પણ ઘણી વાર એવી વાતો સામે આવે છે જે તમને ઘણુ વિચારવા મજબૂર કરી દે છે.
સાંજનો ૭ વાગ્યાનો સમય,
બધા વોડૅમા બેઠા હતા, કાળી ચૌદસ ૨ દિવસ પછી આવાની હતી.
વોડૅમા કામ કરતા માસી અચાનક બોલ્યા,
"કાળી ચૌદસની રાતે સાચવજો સાહેબ, ઘણી ભારે રાત હોય છે.
મે વિચાર્યુ કદાચ તેહવારના સમયના લીધે વધારે પેશન્ટ આવતા હશે,
માસી બોલ્યા, પેશન્ટ વધારે નથી હોતા પણ ભૂત પ્રેત વધારે આવે છે. મે વાતને મજાકમા ગણી લીધી.
એલ.જી. મેડિકલ કૉલેજના પાયા ઘણા વર્ષો પહેલા નખાયેલા હતા, નવી ઇમારત બની ચૂકી હતી પણ જૂના વોડૅ હજી ત્યાના ત્યાજ હતા.
મારો પિડિયાટ્રીક વોડૅ એજ જૂની ઇમારતનો એક ભાગ છે.
માસી એ મારુ હસવાનુ બંધ થતા પોતાની વાત આગળ વધારી,
વર્ષો પહેલા આ પિડિયાટ્રીક વોડૅ બર્ન્સ વોડૅ ( દાજી ગયેલા દર્દીઓનો વિભાગ) હતો, ત્યાંના ઇન્ચાર્જ સિસ્ટરે પોતાના ઘરના કોઇક અંગત તકલીફને લઇને પોતાને આત્મ દાહ આપ્યો. આ વોડૅમાંજ તેમણે અંતિમ શ્વાસ લીધા, સિસ્ટર ઇન્ચાર્જ રૂમમાં હજી પણ રાતે એ સિસ્ટર આવે છે, અડધી રાત્રે પેશન્ટને ચડતા ગ્લુકોઝના પાઇન્ટ પૂરા થાય તો એ સિસ્ટર જાતેજ એ પાઇન્ટ બદલીને જાય છે, અને આ અનુભવ ઘણા સગાને થયેલો છે."
માસીની વાતો બધા સાંભળી રહ્યા હતા,
વાતાવરણ શાંત હતુ, ધબકારા બધાના ઘણા વધારે હતા અને તેમા પણ અમારા અર્ચિતા સિસ્ટર વધારે જ ડરી ગયા હતા,
"બસ ભઇ આ બધી વાતો બંધ કરો નહીતો મારાથી એકલા ઘરે નહી જવાય",
અર્ચિતા બેન બોલ્યા અને બધા હસી પડ્યા.
હોસ્પિટલ એવી જગ્યા છે જ્યાં ઘણા લોકો પોતાનો અંતિમ શ્વાસ લેતા હોય છે, એટલે સારી ખરાબ બધીજ શક્તિઓનો પ્રભાવ હોસ્પિટલ પર કદાચ રહેવો જોઇએ.
ડૉક્ટર્સ ક્યારેય અંધશ્રધ્ધામાં માનતા નથી,
પણ ઘણી વસ્તુઓ એવી સામે આવે છે જેને મેડિકલ સાયન્સ એક્સપ્લેન નથી કરી શક્તુ.
મેડિસિનના વોડૅમા મૂકેલો એક એવો કોટ, જેના પર રહેલા પેશન્ટની હંમેશા એક્સપાઇરી જ થતી હોય છે, કંટાળીને ત્યાના સ્ટાફે એ કોટ ઉપર પેશન્ટ મૂકવાનુ જ બંધ કરી દીધુ છે.
સાયકાયટ્રીક વોડૅના તો કિસ્સા જ અગણિત છે,
વોડૅની તરત બહાર એક લિફ્ટ છે, જેમાથી રોજ રાતે એક પ્રેગનન્ટ લેડી બહાર નીકળે છે અને લેબર રૂમનો રસ્તો પૂછે છે અને અચાનક રસ્તો બતાવનાર વ્યક્તિની સામેથી અદ્રશ્ય થઇ જાય છે હવે આ ઘટના હોય કે પછી લેબર રૂમનો એ છેલ્લો કોટ કે જેમા સૂતેલી એક પ્રેગનન્ટ લેડી એ દુખાવો ના સહન થતા એ કોટની બાજુની મોટી બારીમાંથી કૂદીને આત્મ હત્યા કરી. હજી પણ એ કોટ કોઇક જ વાર પેશન્ટને અપાય છે.
સાયકાયટ્રીક વોડૅની એક ઘટના હજી પણ સમજી ના શકાય એવી છે,
એક ૨૦ વર્ષના સિસ્ટરની નાઇટ ડ્યુટી સાયકિના વોડૅમા આવી,
હજી તો પહેલોજ દિવસ હતો આ વોડૅમા એ સિસ્ટરનો,
અને અચાનક રાત્રે ૧ વાગે એ સિસ્ટર ગીતો ગાવાનુ શરૂ કરે છે, ૧૯૪૦ ના જમાનાના સોન્ગ્સ.
૨૦ વર્ષની છોકરી એ જમાનાના સોન્ગ્સ આટલી લયમા ગાઇ શકે એ વાતજ માનવી મુશ્કેલ હતી.
અચાનક તે ટેબલ પર ચડી જાય છે અને એ ગીત ગાતા ગાતા ડાન્સ કરવા લાગી.
આ ધમાચકડીમા તેના સિનિયર કો સિસ્ટર એકદમ બોખલાઇ ચૂકયા હતા. નીચે મેટ્રન ઓફિસમા આ ડાન્સની કદાચ જાણ થાય તો એ બિચારી જુવાન છોકરીની કારણવગર નોકરી જાય.
અચાનક આવી ડાહ્યી છોકરીને શું થઇ ગયુ તે એ સિનિયર સિસ્ટરની પણ સમજની બહાર હતુ.
રાત વધવા લાગી, તેની સાથે એ સિસ્ટરનુ વર્તન વધારે ખરાબ થવા લાગ્યુ.
સિનિયર સિસ્ટરને તૂકારો કરીને મોટેથી બોલવા લાગી,
"તૂ પહેચાનતી નહી હે મૂજકો, બહૂત પુરાની ચીજ હું મે,
મેરા આધા ખાનદાન તો વો સામને ખિડકી દિખ રહી હે ના, ઉસકે પીછે હે..!!!"
સિનિયર સિસ્ટરે એ વિન્ડો સામે જોયુ તેવુ તરત તેવો ચોંકી જ ગયા,
કારણ કે જેવુ સાયકીના વોડૅની એ વિન્ડો ખોલીયે તેવુ સામે જ પોસ્ટ મોર્ટમ રૂમ દેખાતો.
પેલી સિસ્ટર કોન્સટન્ટલી એ પી.મ. રૂમનો દરવાજો જોઇને ચિસો પાડી રહી હતી,
"વહા બેઠા ક્યા કર રહા હે ચલ જલ્દી સે યહા આ જા."
સિનિયર સિસ્ટર માટે આજની રાત એક દુ:સ્વપ્ન જેવી હતી.
સવાર સુધીમાં તો એ યન્ગ તોફાને ચડેલા સિસ્ટરને એડમિટ કરવા પડ્યા.
જયારે ટ્રિટમેન્ટના અંતે તેવો ભાનમા આવ્યા ત્યારે રાત્રે બનેલી તમામ ઘટના, તેમણે ગાયેલા ગીતો અને કરેલો એ ડાન્સ એ કશું જ તેમને યાદ ન હતુ.
એ દિવસ અને આજનો દિવસ છે, એ સિસ્ટર કયારેય એ વોડૅમાં પાછા નથી ગયા.
આ સાચુ છે કે ખોટુ, હું નથી જાણતો,
ના તો કોઇ અંધશ્રધ્ધાને આ સ્ટોરી વડે જન્મ આપુ છુ, ફક્ત આ લોકવાયકા તમને જણાવુ છુ.
એક અનુભવ મારી સાથે પણ થયો હતો,
આવતા અંકમા ચોક્કસ જણાવીશ.
એક્સપ્લેન ના થઇ શકે તેવા આ અનુભવો છે.....!!

ડૉ. હેરત ઉદાવત