shu aa chhe prem ? ek charcha - 1 in Gujarati Short Stories by Ravi Lakhtariya books and stories PDF | શું આ છે પ્રેમ? - એક ચર્ચા - 1

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

શું આ છે પ્રેમ? - એક ચર્ચા - 1

ખુબ આભાર
મિસ. કે ‌મિસિસ‌ દિયા....

અને માફ કરશો...ઘણા લાંબા સમય પછી લખી રહ્યો છું અને તમને જવાબ આપવામાં મોડું થઈ ગયું

-----------------------------------------------------------------------

પણ શું કહું પ્રેમ શું છે?
ઘણું વિચારુ છુ કે પ્રેમ શું છે?
તેનો વિચાર આવવો એ પ્રેમ છે?
તેની સાથે વાતો કરવી એ પ્રેમ છે?
પ્રેમ શું છે?

હા પ્રેમ કરવાનો ‌નથી પણ થાય છે....એ પણ સત્ય છે

હું સપોર્ટ પણ નથી કરી શકતો અને આ સત્યને જુઠ પણ નથી કહી શકતો...

--------------------------------
પણ શું છે આ પ્રેમ?

આજનો live in relationship નો ‌વિચાર સમાજમાં આવી રહ્યો છે....

શું આ છે પ્રેમ? જ્યાં ફાવ્યું ત્યાં સુધી સાથે રહેવું ....ને હવે સ્વભાવ ગમતા નથી..કે જરુરીયાત પુરી એટલે પ્રેમ ખત્મ....

શું આ ને પ્રેમ કહેશો?

પુછ્યું ક્યારેય એ વેશ્યાઓને કેમ થઇ હશે? એ લોકોને ઇજજતથી જીવવું છે...પણ શું જીવી શકે છે.....

શા માટે નથી જીવી શકતા....કારણ મારે લખવું પણ અયોગ્ય છે....

અને આજે કોલેજમાં , ફિલ્મોમાં ...આ જ જોવા મળે છે....એક સાથે ન ફાવ્યું તો બીજું.... "મારી જિંદગી છે હું કોઇની સાથે વાત કરું પછી પરિણિત સ્ત્રી હોય કે પુરુષ?"
તો તમારા ને વેશ્યમા ફેર શું?

આ પ્રેમ છે........?

--------------------------------

માની શકુ છું પ્રેમ એ જીવનનું એક એવું પાસું છે ...જે દરેક ને ગમે....

ગમતું પાત્ર મળૂ તો જીવનનો આનંદ પણ કઇ અલગ ‌જ હોય....
પણ ‌કઇક જોવું......

-----એક નાનકડી સ્ટોરી કહું...એક સ્નેહા નામની છોકરી ..જે સ્વભાવે ચંચળ...અને હસમુખી....તેને એક સુરજ નામના ‌અત્યંત સુદર છોકરા સાથે પ્રેમ થાય છે.....

સુરજ કમાઇ પણ ‌સારુ છે.... શાંત છે.. હવે પ્રેમ એટલે ફિલ્મમાં કહેવાતું કે પહેલી નજરથી જ પ્રેમ થઇ જાય છે...
આ વાત સાચી છે...

અને ‌પછી માતા પિતાની મંજૂરી લઇ લગ્ન કર્યા...અને હવે ધીમે ધીમે એક બીજાને ઓળખવા લાગ્યા....

અને સમય જતાં અમુક સ્વભાવ ખુચવા લાગ્યા.....અને તે ઝઘડામાં ફેરવાઈ ગયા....

પછી શું અલગ......

----------------------------------

હવે એક એવા લોકોની વાત કરુ જે ક્યાંક હકીકત છે....
એક ડોકટર કપલ.. પતિ પત્ની બને ડોકટર....

હવે સમય જતા પત્ની ને સારું કામ મળ્યું...અને એની ઇન્કમ વધી...
અને હોસ્પિટલમાં પણ હોદો વધ્યો...જે ધીમે ધીમે તે જ વાત ખુચવા લાગી....

ને અંતે છુટા પડ્યા

-----------------------------------

એક ફિલ્મ નામ તો હું ભૂલી ગયો
પણ એ યાદ છે મને કે એમાં હિરોઈન સમંથા અને હિરો ‌નાગાજૂન નો ‌સન અને સમંથા નો જે હસબન્ડ છે રીઅલમા તે...

ફિલ્મ સ્ટોરી ના એક જ ભાગનુ હુ વણૅન કરીશ... સ્ટોરી કઇક આવી કે
તે હીરો અને હિરોઈનના લગ્ન થઇ ગયા હતા...અને બને વચ્ચે કઇક નાના વિચારોથી મતભેદ થતો રહેતો...

જોકે બને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા પણ...વિચારોનો મતભેદ....

અને હીરો એ વાત કોઇ એની બીજી ફ્રેન્ડને કરતો....
અને એક દિવસ આ તેની પત્ની જોઇ લે છે....
એટલે શું થવાનું એ તમને ખ્યાલ પડી જ ગયો હશે...
અને વાત તલાક સુધી પહોંચી....

હવે અહી હીરોઇન ને એના પતિ પર શક થવો જોઈએ જ....
એ જ પ્રેમ.. કહેવાય

પણ આ સ્વભાવ અંત લાવી દીધો....

એટલે અમુક વ્યવહારમાં પડીએ તો ‌અમુક પ્રકારના મિત્રો સાથે પણ ડિસ્ટંસીગ થઇ જાય તો જ વ્યવહાર કે પતિ-પત્ની વચ્ચે સંબંધ જળવાઈ શકે કે રહી શકે....

દરેક જગ્યાએ દરેક પ્રકારના મિત્રને અનુમતિ પણ ન રાખવી...
છાનુંમાનું પણ નહીં ....અને કહીને પણ નહીં

ઘણા એવા છે જે કહી દે કે આ મારી મિત્ર છે કે મારો મિત્ર છે....
એવું કહીને પણ ‌મિત્રો રાખે પણ શું શંકાની આ વાત તમે મગજમાં આવતી થોભી શકો....

એક જાણીતુ ફિલ્મ ... જેમાં સાહરુખ ખાન, સલમાન ખાન અને માધુરી દિક્ષિત છે....જેમા શાહરૂખ ખાનને ખબર છે કે સલમાન ખાન તેની વાઇફ માધુરી દિક્ષિત નો ફ્રેન્ડ છે....

પણ છતા એ વાત કયા સુધી પહોચે છે...તલાક સુધી....કેમ અમુક સંબંધો બંધાયા પછી ... મિત્રોથી અમુક પ્રકારની દુરી ન કરી તેનુ પરિણામ તમને ખ્યાલ જ છે...

ન જોયું તો ‌ફિલ્મ જોજો....

-----------------

પ્રેમ થાય યોગ્ય.... સમજાવવા મા-બાપને....

પણ જીવનમાં શું એ યોગ્ય પાત્ર છે કે નહીં કેમ ચકાસસો?

ખરેખર કહું તો ‌
જે તમારી સાથે કે ‌તમે કોઇની સાથે જિંદગી ‌વિતાવવા ઇચ્છો છો....

શું એને તમારી સંભાળ કરી?....
શું એને તમારા સારા માટે કયાય તમને ટોકયા? એક યા બીજી રીતે?

કદાચ શું તમે પ્રેમ કરો છો.....જરુરુ નથી એ તમને કહી શકે...
પણ શું તમને કોઇ રીતે રજૂ પણ કર્યું... શબ્દો થી કે લખીને કે બીજા દ્વારા.....

----------------------------
અને શું બંનેને પ્રેમ છે?

તો કે માતા-પિતા માનતા નથી...

જો ‌બીજા ધમૅમા હશો ‌તો હુ તમારા વિશે કહી શકતો નથી...

પણ પ્રેમ છે તો ‌વિચારો....એકબીજાના શરીર કરતાં એકબીજાના સાથની ઇચ્છા ખરી?

આ ચર્ચા ને એક વધુ ભાગ ‌હુ પ્રકાશિત કરીશ....

-------------------------------------

તમારો મિત્ર
રવિ લખતરિયા