લવ બાઇટ્સ
પ્રકરણ-3
	સ્તવન પૂજારીજી પાસેથી મંદિરે દર્શન કરીને ઘરે પાછો આવ્યો એણે માં ને બધી વાત કરી. માંની આંખમાં આંસુ ધસી આવ્યાં એમણે કહ્યું "મારાં દીકરા બધાં સારાં વાના થશે. નાહક ચિંતા કર્યા વિનાં તારાં આગળનાં જીવનનાં વિચાર કર. ઘરમાં તારી નાનીબેન છે એ મોટી થઇ રહી છે એનો વિચાર કર. કંઇ એવું અમંગળ ના થાય કે એનાં જીવન પર પણ અસર થાય. તું સમજુ દીકરો છે અને અમે રીતે બધાં પ્રયત્ન કરીશું તારાં સાથમાં રહીશું પણ બસ તું સ્વસ્થ થા. 
	સ્તવન ખિન્ન મનથી બે કોળીયા જમીને ઉપર પોતાનાં રૂમમાં આવી ગયો એણે કમાડને સાંકળ વાસીને એનાં બેડ પર આડો પડ્યો અને પાછો અચાનક દોરો પડ્યો એને એની નજર સામે જાણે કોઇ આકૃતિ રચાતી દેખાઇ એનાં શરીરનાં રૂંવાડા ઉભા થઇ ગયાં કપાળે પરસેવો વળી ગયો એને બોલવું હતું પણ અવાજ નહોતો નીકળતો એ ચીસ પાડીને બોલવા મળ્યો. તું મને દેખાય છે.. તું મને દેખાય છે કોણ છે ? બોલ ? કહીને શા માટે પીડા આપે છે ? અને એની આંખમાંથી આંસુ ઘસી આવ્યા. એણે જોયુ તો આકૃતિ અદશ્ય થઇ ગઇ હતી. 
	એ બેડ પર આંખ મીચીને સજળ નયને પડી રહ્યો. આંખોનાં પોપચાં બંધ હતાં અને આંસુની ધાર વહી રહી હતી એમને એમ એ નીંદરમાં સરી પડ્યો. 
	સ્તવનને સ્વપ્નમાં આછી આકૃતિનો આભાસ થયો એણે જોયુ કોઇ સ્થળ દેખાય છે કોઇ ઊંચી જગ્યાએ આસપાસ ખૂબ લીલોતરી છે કોઇ ઐતિહાસીક સ્થળ છે એની બાજુમાં એક આકૃતિ છે જેને એ પ્રેમ કરી રહ્યો છે અને એની નીંદર માંથી આંખ ખૂલી જાય છે એનો શ્વાસ જોર જોરથી ચાલી રહ્યો છે આંખો ચોળી એ સ્થળ યાદ કરવા પ્રયાસ કરી રહ્યો એને આભાસ થાય છે પણ ઉકેલી નથી શકતો. એને એની પારાવાર પીડા થઇ રહી છે સમજાતું નથી કે આ બહુ શું દેખાય છે ? એનો જીવન સાથે કેમ જોડાયેલુ છે. રહસ્ય અકબંધ છે ને માત્ર આભાસ પીડી રહ્યો છે. ફરીથી સૂવાનો પ્રયત્ન કરે છે. અને એ ઊંડી નીંદરમાં ઉતરી જાય છે.. ઘસઘસાટ ઊંધ્યા પછી વહેલી પરોઢે આંખ ખૂલી જાય છે. 
	સ્તવન વહેલો ઉઠી નાહી પરવારીને નીચે આવે છે અને સવારે પણ રાત્રીનાં સ્વપનની જગ્યાને એહસાસ થાય છે એને વિચાર આવે છે કે મેં આ જગ્યા ક્યાંક જોઇ છે ખૂબ નજીકથી જોઇ છે ક્યાં છે ? ક્યારે જોઇ છે ? એ મારી સાથેની વ્યક્તિ કોણ છે ?
	ત્યાં એની બહેન મીહીકા એની પાસે આવીને કહે છે ભાઇ ઉઠી ગયા ? નીંદર આવીને કે હજી આભાસમાં જ જીવો છો. ભાઇ ચાલો તમારાં માટે ગરમા ગરમ નાસ્તો બનાવ્યો છે આપણે સાથે ખાઇ લઇએ. સ્તવને બહુ ભૂલતાં સ્વસ્થ કહીને કહુ વાહ પણ સાથે મસાલેદાર ગરમા ગરમ ચા બનાવી આ આપજે. 
	મીહીકાએ કહ્યું " બધુજ તૈયાર છે તમે આવો તો... અને એ મકાનનાં વરન્ડામાં આવેલ હીંચકા પર દોરી ગઇને કહ્યું અહીં બેસો હું અહીં જ લઇ આવું છું માં મંદિર ગઇ છે અને પાપા કારખાને અને જવાબદારી સોંપીને ગયા છે અને હસવા માંડી. સ્તવન કહે ચાલ હવે બહુ બોલી લાવ ચા નાસ્તો. 
	મીહીકા ચા નાસ્તો લઇને આવી અને મીઠી વાતો કરવા લાગી. એટલીવારમાં મંદિરથી માં આવી. ભાઇબહેનને હીંચકે બેઠાં જોઇને આંખો ઠરી. સ્તવનની માં પર નજર પડીને બોલ્યો માં આ નાનકી હુંશિયાર થઇ ગઇ છે સ્વાદીષ્ટ નાસ્તો અને મસાલેદાર ચા બનાવી છે એનાં સાસરીયા ફાવી જવાનાં.. 
	મીહીકા શરમાઇને ખોટાં ગુસ્સા સાથે બોલી "શું તમે પણ ભાઇ અત્યારથી આવી થતો કરો છો ? મારે તો ખૂબ ભણવાનુ છે અને પહેલાં ભાભી ઘરે લાવવાની પછી મને વળાવવાની વાતો કરજો. 
	માંએ કહ્યું "દીકરા તું સ્વસ્થ થઇ તૈયાર થઇ જાય એટલે ગંગા ન્હાયા. નાનકીનું પણ પછી બધુ થઇ રહેશે હજી એ નાની છે પણ રસોઇમાં સાચેજ હુંશિયાર થઇ ગઇ છે. માંની આંખમાં આશાનાં કીરણ પ્રગટેલાં બસ મારો સ્તવન સારો થઇ જાય અને નોકરીએ લાગી જાય તો એનો જીવ બીજે પરોવાય કોઇ દોરા ના પડે મારાં દીકરાને અને અંદર રસોઇ ઘરમાં ગઇ. 
	મીહીકાએ કહ્યું "ભાઇ તમને નોકરી મળી ગઇ તો શું તમે જયપુર જવા રહેશો ? હું એકલી રહી શું કરીશ ? 
	સ્તવને કહ્યું "એકલો થોડો જવાનો ? તમને બધાને સાથે લઇ જવાનો આપણે બધાં મોટાં શહેરમાં રહીશું બસ એકવાર નોકરી મળી જાય. જયપુર કેવુ મોટું સીટી છે વાહ મને ખૂબ ગમે છે. 
	ત્યાંજ સાયકલ પર પોસ્ટમેન આવ્યો એણે કાથમાં એક પરબીડીયું હતું સ્તવનને આપતાં કહ્યું "ભાઇ લો તમારી પોસ્ટ કોઇ સારાં સમાચાર હોય તો મોં મીઠું કરાવો. 
	સ્તવન હીંચકેથી ઉભા થઇને કવર લીધું કવર ઉપર એ કંપનીનું નામ હતું એણે ત્વરાથી કવર ખોલી કાગળ બહાર કાઢ્યો અને વાંચીને આનંદથી ઉછળી પડ્યો વાહ પોસ્ટમેમ કાકા તમે સાચેજ આનંદનાં સમાચાર લાવ્યાં મને નોકરી મળી ગઇ. 
	માં અંદરથી બહાર દોડી આવી શું પત્ર આવ્યો દીકરા ? માં મને નોકરી મળી ગઇ છે અને 1 લી તારીખથી જોઇન્ટ કરવાની છે આજે 24મી થઇ અઠવાડીયુ છે હાથમાં.
	માં તો રાજીનાં રેડ થઇ ગઇ એમણે સાડીનાં છેડે બાંધેલાં રૂપીયામાંથી વીસની નોટ કાઢીને પોસ્ટમેનને આપ્યાં કહ્યું લો શુકન કરાવ્યાં અને ઉભા રહો મો જરુર મીઠું કરાવું કહી પાછા રસોઇકા ઘરમાં જઇ ડબામાંથી સુખડી લાવીને એમના હાથમાં આપી. પોસ્ટમેન અભિનંદન આપીને ખુશ થતો ગયો. 
	માં એ સ્તવન અને મીહીકાનાં મોઢામાં સુખડી મૂકીને કહ્યું આજે સવારે જ મહાદેવને ચઢાવવા લઇ ગઇ ગઇ હતી બનાવીને અને એમનો પ્રસાદ ફળ્યો. હાંશ મારાં મહાદેવે સારાં દિવસ દેખાડ્યાં. જા તારાં બાપુને સમાચાર આપી આવ. 
	મહીકાએ કહ્યું "હું જઊં છું બાપુને કહેવા અને દોડતી સાયકલ લઇને નીકળી ગઇ. 
	સ્તવને કહ્યું "માં નોકરી મળી ગઇ એટલું સારું લાગે છે જયપુરની ખૂબ મોટી કંપની છે માં ઓફીસતો તે જોઇ હોય તો એવી મોટી અને સરસ છે... માં તમે લોકો પણ હવે તૈયારી કરજો આપણે બધાં જયપુર જઇને રહીશું. 
	એટલીવારમાં માણેકસિંહ મીહીકા સાથે ખુશી મનાવતાં આવ્યાં આવીને સ્તવનને વળગી વ્હાલ કરી કહ્યુ... દીકરા ખૂબ સારાં સમાચાર મળ્યાં આજે. સ્તવન માં-પાપાને પગે લાગી આશીર્વાદ લીધાં અને કહ્યું હું મહાદેવ જઇને આવું છું કહી મંદિર તરફ ભાગ્યો. મંદિર આવી મહાદેવને સાષ્ટાંગ પ્રણામ કર્યા ખૂબ ખૂબ આભાર માન્યો પછી પૂજારીજીને કહ્યું "પૂજારીજી મને જયપુરની નોકરી મળી ગઇ તરત જ એ લોકોનો આજે પત્ર આવી ગયો. મારે હવે જયપુર જવાનુ છે 1લી તારીખથી નોકરીમાં જોડાવા કહ્યું છે. 
	પૂજારીજી સ્તવની આંખોમાં ઊંમગ જોઇ રહ્યાં પછી બોલ્યાં દીકરા હવે બધું જ સારુંજ થશે એક પછી એક વળ ઉકલતાં જશે મહાદેવ તારું બધુ સાચું કરશે મારાં આશીર્વાદ છે. સ્તવન એમને પગે લાગ્યો અને આશીર્વાદ લીધાં. 
	નાનપણથી સ્તવન માં સાથે આ મહાદેવ આવતો અને અહીંજ રમતો. પૂજારીએ અહીં નાનેથી મોટો થતો જોયો છે એની દોરા પડવાની બિમારી માટે ઇલાજ કરવા પ્રયત્ન કર્યા છે. પૂજારીજીએ મનમાં વિચાર્યુ જરૂર હવે બધાં ઉકેલ નજીક આવશે આ છોકરો... પછી મૌન થઇ ગયાં. 
	સ્તવન હરખાતો આશીર્વાદ લઇને ઘરે આવ્યો. એનાં પિતા માણેકસિંહે કહ્યું "દીકરા પહેલાં આપણે બંન્ને એકલાં જયપુર જઇશું મારાં મૂર્તિનાં વેપારીઓ સાથે સંબંધ છે એમાંય આપણે જેને મૂર્તિઓ આપીએ છીએ એ રાજપાલસિંહ મારાં ખાસ છે એમને ફોન કરીને જણાવી દઊ છું એ લોકો તારાં માટે મકાન શોધવા મદદ પણ કરશે. શરૂઆતમાં કોઇ ઓળખીતાની મદદ મળે તો ઘણું કામ સરળ થઇ જાય છે. 
	સ્તવને કહ્યું "ઓકે પાપા તમે એમને ફોન કરીને જણાવી આપણું જવાનુ નક્કી કરી દો હું સ્ટેશન જઇને આપણી ટીકીટ કરાવી આવું છું... પાપા હું આજે ખૂબ જ ખુશ છું પછી એનો ચહેરો થોડો ઉતરી ગયો એણે માં ને કહ્યું. પણ તમારાં વિના મને નહીં ગમે. મકાનની વ્યવસ્થા થઇ જાય મારો પગાર આવી જાય પછી આપણે બધાં સાથે જ રહીશું માં. 
	માં એ કહ્યું "હાં દીકરા જરૂર પણ બધુ ઇશ્વરના હાથમાં છે એની દોર શું કરે છે એને ખબર કોણે જાણ્યું શું છે ? બસ સારું થશે એટલી ખબર છે અને પછી કહેવત બોલ્યાં ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે ? આપણે તો પામર મનુષય દીકરા. અને માણેકસિંહે જયપુર ફોન પર વાત કરવા નીકળ્યાં અને.... 
વધુ આવતા અંકે --- પ્રકરણ-4