lawaris in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | લાવારિસ

Featured Books
  • नज़र से दिल तक - 5

    अगले हफ़्ते ही first-year students को हॉस्पिटल block में पहल...

  • Where Are We Heading in the AI Age?

    Introductionठीक है… सोचिए, अगर सरकार का कोई काम अब इंसानों क...

  • The Demon Catcher - Part 5

    "The Demon Catcher", all parts को प्रतिलिपि पर पढ़ें :,https:...

  • हमराज - 13

    आका की बात सुनकर ज़ेबा चौंक गयी और बोली, " क्या, क्या कह रहे...

  • अदाकारा - 20

    अदाकारा 20*"मुन।मैं क्या कहता हूँ।अगर हम उस लड़के से एक बार...

Categories
Share

લાવારિસ

લાવારિસ

રાકેશ ઠક્કર


અમિતાભ બચ્ચનની 'લાવારિસ'(૧૯૮૧) ને માત્ર તેના 'મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...' ગીતને કારણે જ વધારે યાદ કરવામાં આવતી રહી છે. પરંતુ એ ગીતને કારણે અમિતાભને વર્ષો સુધી લોકોની ટીકા સાંભળવી પડી હતી. નિર્માતા- નિર્દેશક પ્રકાશ મહેરાએ પોતાના જીવનના કેટલાક પ્રસંગો પરથી લેખક દિનદયાલ શર્મા પાસે ફિલ્મની વાર્તા તૈયાર કરાવી હતી. પરંતુ વાર્તા કરતાં 'મેરે અંગને મેં...' ગીતને કારણે જ ફિલ્મ કાયમ ચર્ચામાં રહી. આ ગીત અમિતાભ નાનો હતો ત્યારથી જ ગાતો હતો. તેને એ એટલું પસંદ હતું કે ઘરના આનંદ-ઉત્સવના પ્રસંગોમાં જ નહીં ફિલ્મી હસ્તીઓ સાથેની ગપ્પા-ગોષ્ઠી વખતે પણ ગણગણતો રહેતો હતો. નિર્દેશક પ્રકાશ મહેરાએ એ ગીત સાંભળ્યું હતું. જ્યારે 'લાવારિસ' પર કામ શરૂ કર્યું ત્યારે તેમણે ફિલ્મમાં આ ગીત લેવાનો વિચાર રજૂ કર્યો. અમિતાભને પહેલાં તો લાગ્યું કે એ મજાક કરી રહ્યા છે. પછી એમની ગંભીરતા જોઇને અમિતાભે ગીત માટે હા પાડી દીધી. અને ગીતકાર અંજાને ગીત લખી આપ્યું. મહેરાએ આ ગીત વળી અમિતાભના અવાજમાં જ રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. અમિતાભે પહેલી વખત કોઇ ગીતમાં સ્વર આપ્યો. જ્યારે ગીતના શુટિંગની વિચારણા ચાલતી હતી ત્યારે અમિતાભે સૂચન કર્યું કે હું પોતે જ છોકરીના મેકઅપમાં વિવિધ પોશાક પહેરીને અભિનય કરું તો કેવું રહેશે? બધાને એ વિચાર ગમી ગયો. ફિલ્મ રજૂ થઇ ત્યારે અમિતાભના ચાહકોએ પણ આ ગીતને અશ્લીલ ગણીને પોતાની નારાજગી વ્યક્ત કરી. લોકોએ સુરુચિનો ભંગ થતો હોવાની રજૂઆત પણ કરી. આમ છતાં આબાલવૃધ્ધ નવરાશના અને મિત્રમંડળી સાથેના કાર્યક્રમોમાં આ ગીત ગણગણતા હતા એ હકીકત હતી. એ સમયના હરિફ ગણાતા રાજેશ ખન્નાએ તો અમિતાભ પર આ બહાને નિશાન તાકીને એમ કહ્યું હતું કે,'હું ક્યારેય મારી ગરિમા સાથે સમજૂતિ કરીને, સાડી પહેરીને 'મેરે અંગને મેં' ગાઇશ નહીં. પછી ભલે એના બદલામાં મને આખી દુનિયાની દોલત કે પ્રશંસા કેમ ના મળતી હોય.' ફિલ્મો ગીતોને કારણે પણ ચાલતી હોય છે. કલ્યાણજી-આણંદજીના સંગીતવાળી 'લાવારિસ'માં જિસકા કોઇ નહીં, અપની તો જૈસે તેસે, કહીં પૈસે પે, કબ કે બિછડે હુએ... જેવા બીજા જાણીતા ગીતો હોવા છતાં માત્ર આ ગીતને કારણે જ ફિલ્મ જાણીતી થઇ. ફિલ્મના પ્રિમિયરમાં અમિતાભ સાથે જયા બચ્ચન ગયા હતા. એમને ત્યારે આ ગીત ગમ્યું ન હતું. તેમને ગીતનાં દ્રશ્યો અશ્લીલ લાગ્યા હોવાથી ફિલ્મ છોડીને જતા રહ્યાં હતાં. એ પછીના સમયમાં અમિતાભ જ્યારે પોતાના સ્ટેજ શોમાં આ ગીત ગાવા લાગ્યા ત્યારે એને પસંદ કરવામાં આવતું અને 'જિસકી બીવી છોટી...' કડી આવતી ત્યારે તે જયા બચ્ચનને સ્ટેજ પર બોલાવતા ત્યારે તે જતા પણ હતા. અને અમિતાભ જયાને ઉંચકીને એ પંક્તિ ગાતા હતા. આ ગીત અલકા યાજ્ઞિકના સ્વરમાં પણ હતું. એ માટે અલકાનું 'શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકા' માટે ફિલ્મફેરમાં નામાંકન થયું હતું. અમિતાભે ગાયેલા ગીતને એવોર્ડ નહીં પણ લોકોના રીવોર્ડ મળ્યા હતા. બહુ ઓછાને ખબર છે કે 'લાવારિસ' પહેલાં આઇ.એસ. જોહર, જગદીપ, પેન્ટલ, કેશ્ટો મુખર્જી, અસિત સેન વગેરેને ચમકાવતી કોમેડી ફિલ્મ 'મેજે લે લો' (૧૯૭૫) માં સંગીતકાર બેલડી મહેશ-નરેશ દ્વારા મૂળ ગીત પરથી 'મેરે અંગના મેં કિસી કા ક્યા કામ હૈ' નરેશકુમારના સ્વરમાં હતું. જ્યારે અમિતાભનું 'શ્રેષ્ઠ અભિનેતા' માટે નામાંકન થયું હતું. અમિતાભની 'લાવારિસ' ને ભલે ખાસ સફળતા નહોતી મળી પરંતુ તેની રીમેક એનટીઆર સાથે તેલુગુમાં 'ના દેશમ' (૧૯૮૨) અને રજનીકાંત સાથે તમિલમાં 'પનાક્કરન'(૧૯૯૦) નામથી બની હતી. 'લાવારિસ' નું 'મેરે અંગને મેં...' હિટ થયું હોવાથી જ યશ ચોપરાએ 'સિલસિલા' માં અમિતાભ પાસે 'રંગ બરસે...' ગવડાવ્યું હતું અને એ પણ લોકપ્રિય થયું હતું. ફિલ્મમાં અમિતાભ સાથે જીનત અમાન, રાખી, કાદર ખાન, બિન્દુ વગેરેની પણ મહત્વની ભૂમિકા હતી.