Neelam Sanjeev Reddy in Gujarati Biography by Tr. Mrs. Snehal Jani books and stories PDF | નીલમ સંજીવ રેડ્ડી

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

નીલમ સંજીવ રેડ્ડી

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

મહાનુભાવોની મુલાકાત યાત્રા આગળ વધારતાં આજે મળીશું સ્વાતંત્રય સેનાની, ભારતનાં છઠ્ઠા રાષ્ટ્રપતિ અને આંધ્ર પ્રદેશનાં પ્રથમ મુખ્યમંત્રી એવા શ્રી નીલમ સંજીવ રેડ્ડીને.

તેમનો જન્મ 19 મે 1913નાં રોજ આંધ્રપ્રદેશ રાજ્યનાં અનંતપુર જિલ્લાનાં ઈલ્લુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિન્નપ્પા રેડ્ડી હતું. તેમનાં પત્નીનું નામ નીલમ નાગારત્નમ્મા હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ મદ્રાસની થિયોસોફિકલ હાઈસ્કુલમાં થયું હતું. સ્નાતક અભ્યાસક્રમ માટે તેઓ મદ્રાસ યુનિવર્સીટીની સાથે જોડાયેલ અનંતપુર ગવર્મેન્ટ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.

ઈ. સ. 1958માં શ્રી વેંકટેશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા તેની સ્થાપના કરવામાં આપેલ યોગદાન બદલ શ્રી નીલમનું ડૉક્ટર ઑફ લોની પદવી આપી સન્માન કરવામાં આવ્યું. ઈ.સ. 1929માં ગાંધીજીની અનંતપુરની મુલાકાત દરમિયાન તેમનાથી પ્રેરાઈને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા.

ઈ. સ. 1931માં કોલેજનો અભ્યાસ પડતો મૂકી આઝાદીની ચળવળમાં સક્રિય બન્યા. તેઓ યુવા મોરચા સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. તેમણે વિદ્યાર્થી સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો. ભારત છોડો આંદોલન દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો.

ઈ. સ. 1938માં તેઓ આંધ્રપ્રદેશ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ બન્યા અને દસ વર્ષ સુધી આ પદ ઉપર રહ્યા. ભારત છોડો આંદોલન દરમિયાન પણ તેમણે જેલવાસ ભોગવ્યો હતો.

માર્ચ 1942માં તેમને જેલમાંથી છોડી દેવામાં આવ્યા અને ઓગસ્ટમાં ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી. આ વખતે તેમને અમરોતી જેલમાં મોકલવામાં આવ્યા.

ઈ. સ. 1946માં મદ્રાસ લોકસભાના સભ્ય બન્યા.

ઈ. સ. 1946માં મદ્રાસ વિધાનસભામાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કોંગ્રેસ વિધાયક દળના સચિવ બન્યા. તેઓ મદ્રાસથી સંવિધાન સભાના સભ્ય પણ રહ્યા હતા. એપ્રિલ 1949થી એપ્રિલ 1951 દરમિયાન તેઓ મદ્રાસ રાજ્યના નશાબંધી અને આબકારી તેમજ વન વિભાગના મંત્રી હતા.

શ્રી નીલમ સંજીવ રેડ્ડીનો રાજકીય ગ્રાફ નીચે મુજબ છે:

કૉંગ્રેસ પ્રમુખ ઈ. સ. 1960 થી ઈ. સ. 1962
આંધ્રપ્રદેશનાં પહેલા મુખ્યમંત્રી ઈ.સ. 1962 થી ઈ. સ. 1964
બે વાર લોકસભાના સ્પીકર ઈ. સ. 1967 થી ઈ. સ. 1969
કેન્દ્ર સરકારમાં મંત્રી.

લોકસભાના સ્પીકર બન્યા બાદ તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું હતું. પહેલી વાર જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓ હારી ગયા હતા. આથી નિરાશ થઈને રાજકારણ છોડી દીધું હતું. પોતે પોતાના માદરે વતન જતા રહ્યા હતા. પરંતુ કટોકટીના સમયગાળા દરમિયાન જયપ્રકાશ નારાયણનાં સંપૂર્ણ ક્રાંતિના આહવાન પછી ફરીથી રાજકારણમાં જોડાઈ ગયા.

21 જુલાઈ 1977નાં રોજ દેશનાં છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને 25 જુલાઈ 1977નાં રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા. 25 જુલાઈ 1982 સુધી તેઓ રાષ્ટ્રપતિ તરીકે રહ્યા. તેમણે મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી અને ચૌધરી ચરણસિંહની સરકારો સાથે કામ કર્યું. તે સમયે તેઓ ભારતનાં સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા.

નાગાર્જુન બંધનો પ્રારંભ અને અનુસૂચિત જનજાતિઓની રચના એ તેમની રાજકીય કારકિર્દીની સૌથી મોટી સફળતા છે. દેશની આઝાદીના ત્રીસ વર્ષની પૂર્વ સંધ્યાએ તેમણે રાષ્ટ્રપતિ ભવનને બદલે એક સામાન્ય ઘરમાં રહેવાની અને પોતાનાં પગારમાં સિત્તેર ટકા કાપની જાહેરાત કરી હતી.

તેઓ મોરારજી દેસાઈની સરકારમાં સ્પીકર રહ્યા હતા અને 25 જુલાઈ 1977થી 25 જુલાઈ 1982 સુધી જનતા પક્ષનાં ઉમેદવાર રહ્યા હતા અને એ પક્ષમાંથી જ રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત રહ્યા હતા.

આ ઉપરાંત, એમની રાજકીય કારકિર્દી પર વધુ નજર ફેરવીએ તો ઈ. સ. 1953થી ઈ. સ. 1955 દરમિયાન આંધ્રપ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. ઈ. સ. 1956થી ઈ. સ. 1960 તેમજ ઈ. સ. 1962થી ઈ.સ. 1964નાં સમયગાળા દરમિયાન તેઓ મુખ્યમંત્રી પદે રહ્યા હતા.

આ સમય દરમિયાન જ તેઓ ઈ. સ. 1960 થી ઈ. સ. 1962 દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં અધ્યક્ષ રહ્યા હતા. ઇ ઈ. સ. 1964થી ઈ. સ. 1967 દરમિયાન લોકસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કેન્દ્રીય મંત્રી બન્યા. આ પદે રહીને તેમણે ખાણ ખનીજ, પોલાદ, વાહન વ્યવહાર, વિમાન તેમજ પર્યટન વિભાગનાં મંત્રી તરીકે સેવાઓ આપી.

1 જૂન 1996નાં રોજ 83 વર્ષની વયે ન્યુમોનિયાને કારણે બેંગ્લોરમાં તેમનું અવસાન થયું.

ભારતીય ટપાલખાતાએ તેમની જન્મજયંતિએ એક સ્મારક ટિકિટ અને વિશેષ કવર બહાર પાડ્યું હતું.

શ્રી નીલમ સંજીવ રેડ્ડીએ 'Without Fear or Favor: Reminiscences and Reflections of a President' નામનું પુસ્તક લખ્યું હતું, જે ઈ. સ. 1989માં પ્રકાશિત થયું હતું.

તેમનાં માનમાં હૈદરાબાદમાં 'નીલમ સંજીવ રેડ્ડી કૉલેજ ઓફ એજ્યુકેશન' આવેલી છે.

ઈ. સ. 2005માં આંધ્રપ્રદેશમાં હૈદરાબાદના સચિવાલયમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા રેડ્ડીના માનમાં શ્રીશૈલમ બંધ પરિયોજનાને નીલમ સંજીવ રેડ્ડી સાગર નામ આપવામાં આવ્યું છે.

આભાર
સ્નેહલ જાની