Falsehood - 4 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | ગલતફેમી - 4

Featured Books
  • Horror House

    शहेर  लगभग पाँच किलोमीटर दूर एक पुराना, जर्जर मकान था।लोग उस...

  • वरदान - 2

    दिन ढल रहा था और महल की ओर जाने वाले मार्ग पर हल्की धूप बिखर...

  • राघवी से रागिनी (भाग 5)

     बाहर लगे सार्वजनिक हेण्डपम्प से पानी भरकर लौटने के बाद मंजी...

  • कुछ तो कमी थी

    तुम चाहते थे मैं दूर चली जाऊं ।जा रही हूं कभी न वापस आने के...

  • धुन इश्क़ की... पर दर्द भरी - 53

    साहिल देखता है कि पूरा कमरा मोमबत्तियों की रोशनी से जगमगा रह...

Categories
Share

ગલતફેમી - 4

પણ પાર્થ તો ફરી પાછો આવી ગયો હતો અને પિત્ઝા નો ટેસ્ટ રિચાનાં તાણા ને લીધે એને કડવો પણ લાગતો હતો.

"હા, તો પણ, તું રહે છે તો વનિતા સાથે જ ને!" રિચા એ ઉદાસીનતાથી કહ્યું. એનાથી એક નિશ્વાસ નીકળી ગયો.

"અરે એણે બસ એક વાર આઇસ્ક્રીમ જ મને ખવડાવી હતી!" પાર્થે કબૂલ્યું.

"હા, પણ મારી પહેલાં ખવડાવી હતી ને!" રિચા નાં આંસુઓ બસ બહાર જ આવી જવાના હતા! એની માટે આ વાત કોઈ અપમાન થી કમ નહોતી.

"એક પ્રશ્નનો જવાબ આપ તો... તારે કેમ મને પહેલાં ખવડાવવું છે?!" પાર્થે રિચા ની આંખોમાં આંખો પરોવતા પૂછ્યું.

"કઈ નહિ..." રિચા એ નજર ઝુકાવી લીધી. એની મોટી મોટી આંખો આજે અલગ જ ભાવ દર્શાવતી હતી.

"કઈ કેમ નહિ, બોલ ને!" પાર્થે એની હડપચીને પકડતા એનાં ચહેરાને ઉપર કર્યો. સાથે જ રિચા એ એક કંપારી એના શરીરમાં મહેસૂસ કરી.

"યુ નો વૉટ! મને તો લાગે છે કે વનિતા એ તને કિસ પણ કરી દીધી હશે!" રિચા સાવ રડમસ રીતે જ બોલી.

"આટલું બધું ના વિચાર... આય હાય, મારી રિચુ પાગલ ના થઈ જાય!" પાર્થે એનાં બંને હાથને રિચા ના કપાળે ફેરવી એની નજર ઉતારતો હોય એમ આંગળીઓને ખુદનાં કાનની ઉપરના ભાગે લઈ જઈ આંગળીઓ ફોડવા લાગ્યો!

"તને ખબર છે, એકવાર તો વનિતા એ મને કિસ પણ કરી દીધી હતી!" પાર્થ બોલ્યો તો જાણે કે રિચા ને કોઈએ અંધારાં રૂમમાં એકલી બંધ ના કરી દીધી હોય!

"એની એટલી હિમ્મત!" રિચા બહુ જ ગુસ્સામાં હતી!

"એટલે એણે મને કહ્યું કે જો તો પેલી છોકરી કેટલી મસ્ત લાગે છે, હું એ છોકરી જોવા ગયો એટલામાં તો એણે મારા કપાળે એક હળવી કિસ કરી પણ લીધી હતી!" પાર્થે વાર્તા કહેતો હોય એમ કહી દીધું.

"હા અને તને તો બહુ મજા આવી હશે ને! એણે કઈ કીધું કેમ ના તો તુએ?!" રિચા એ ગુસ્સામાં જ પૂછ્યું.

"જો હવે એણે મળવા તો દે, બસ હવે તો મારે એણે સાફ સાફ કહી જ દેવું છે!" રિચા કઈ પણ વિચાર્યા વિના બસ બોલી જ રહી હતી.

"એક મિનિટ... રિલેકસ... રીલેકસ..." પાર્થે કહ્યું અને એણે બાહોમાં જ લઈ લીધી. જાણી ગયો હતો કે ખુદ એને આવું કહેવું જ નહોતું.

"જો હું તો મજાક કરતો હતો!" પાર્થે કહ્યું તો રિચા ખુશ થઈ ગઈ. જાણે કે કોઈ હારી ગયેલી બાજી એ ફરી ના જીતી ગઈ હોય! કોઈ એ ખરાબ સમાચાર આપીને કહીં દીધું હોય કે એ તો જૂઠ હતું!

પાર્થે એણે માથા પર એક હળવી કિસ કરી દીધી. "માય સ્વીટ રીચુ! પાગલ જ છું, સાવ!" એ બોલી રહ્યો હતો. ખુદ જાણે કે મહેસૂસ પણ કરી રહ્યો હતો, રિચાની નારાજગીને દૂર કરી રહ્યો હતો.

વધુ આવતા અંકે...
                                     
આવનાર એપિસોડસમાં જોશો: યાર, મારાથી બધું જ સહન થઈ જશે. પણ આમ તારી આ નારાજગી તો હું ક્યારેય સહન નહિ કરી શકું! આઈ જસ્ટ વોંટ હિમ બેક! રિચા વિચારી રહી હતી.

"હા તો મેં પણ તો ખાઈ જ લીધું છે ને..." વનિતા એ પણ જૂઠ બોલવું જ પડ્યું. પાછળથી રિચા એ ઈશારામાં વનિતાને કહી દીધું હતું કે પોતે પણ ખાઈ લીધું એમ બોલ.

"ઓકે... તો ચાલ આપને બહાર ખાવા જઈએ!" વનિતા ને હાથથી પકડીને પાર્થે લગભગ ખેંચી.