Trupti - 4 in Gujarati Horror Stories by Jagruti Dalakiya books and stories PDF | તૃપ્તિ - 4

Featured Books
  • कहानी हमारी - 4

    धीरे-धीरे आश्रम मुझे अपना सा लगने लगा था।इतने सालों से जो सु...

  • सनम - 6

    अवनि की ज़िन्दगी अब Yug Pratap Singh के इर्द-गिर्द घूमने लगी...

  • चेहरा - 2

    आरव इस साल इंजीनियरिंग कॉलेज के सेकंड ईयर में था। पुणे के एक...

  • Dastane - ishq - 7

    So ye kahani continue hongi pratilipi par kahani ka name sam...

  • जवान लड़का – भाग 4

    जवान लड़का – भाग 4 जैसे कि हमने पहले के भागों में देखा कि हर...

Categories
Share

તૃપ્તિ - 4

મદદદદદ...મદદદદદ...મદદદદદ..
ગામ માં એક પણ શિયાળ નથી છતાં શિયાળ ની લારી સંભળાય છે.. આકૃતિ દીવાલ માં સમાય જાય છે અને ઓઢણુ ઓઢેલ એક રૂપાળી છોકરી બકરી ના બચ્ચા ને હાથ માં લઇ બહાર આવે છે અને સામેની બાજુ થી જઈ રહી છે..

હવે મીરાં ની હિંમત જાગે છે તે જાણવા માંગે છે કેમાં મારી જ સાથે આ બધું થઇ રહ્યું છે. અને આ મારી પાસે મદદ કેમ માંગે છે.. રહસ્ય જાણવા તે જલ્દી થી ઘર ની પાછળ ના ભાગે જાય છે પણ તે છોકરી ક્યાંય દેખાતી નથી..

મીરાં ઘર માં જઈ અભિ અને ધ્રુવ ને જગાડી બધી વાત કરે છે પણ તે બંને તેને મીરાં નો ભ્રમ ગણાવે છે.. ત્યાં જ ઘરનો દરવાજો જોર જોર થી ખખડે છે.. બધા હોલમાં આવે છે તો દરવાજો તો બંધ છે.. પાછળ થી ઝાંઝર નો અવાજ આવે છે.. જુએ છે તો સામે જ રાખેલા મોટા અરીસા માંથી લોહી ના આંસુ ની ધારા વહે છે.. ત્રણેય એકબીજા ને પકડી ધ્રુજતા ધ્રુજતા ઘરના ચોક પાસે આવે છે. મોટો ડેલો ખોલવાનો અસફળ પ્રયત્ન કરે છે..

ચોક માં તે જ ઓઢણું ઓઢેલ છોકરી બકરીના બચ્ચા સાથે સામેથી આવી રહી છે.. તે મીરાં ધ્રુવ અને અભિ ની નજીક આવી મીરાં ના કાન પાસે ફરી મદદદદદ..મદદદદદ.. કહી અરીસા તરફ ઈશારો કરી ચાલી જાય છે અને બધું પેલા જેવું થઇ જાય છે..

ધ્રુવ અને અભિ ડેલા ને ધક્કો મારી બહાર ભાગી જાય છે. પણ મીરાં અંદર ચાલી જાય છે.. તેને અંદર જતી જોઈ બંને મીરાં ને બહાર આવી જવા કહે છે પણ મીરાં જાણે કંઈ સાંભળતી જ નથી.. અંતે ધ્રુવ ને અભિ પણ તેની સાથે અંદર જાય છે..

મીરાં ક્યાં જાય છે? અને આ અચાનક તારો ડર હિંમત માં કેમ ફેરવાઈ ગયો.? એવો તે પેલી ભૂતની એ કયો મંત્ર ફૂંક્યો?? ધ્રુવ એકસાથે બધા જ પ્રશ્ન નો પોટલો ઠાલવી મીરાં ને ખેંચવા લાગ્યો.

ધ્રુવ બસ કર.. મારે જાણવું છે આ શું છે અને મારી જ સાથે કેમ? હું તો ગામમાં પહેલા આવી પણ નથી કે નથી આ ગામ મારાં પૂર્વજો નું.. તો પછી હું જ કેમ??આમ કહી તે અરીસા તરફ ચાલી જાય છે.. ધ્રુવ અને અભિ પણ તેની સાથે જાય છે.

મીરાં જેવી અરીસા સામે ઉભી રહે છે ત્યાં જ તેમાંથી એક હાથ બહાર આવે છે અને આંખના પલકરે મીરાં ને અંદર ખેંચી લે છે..

ધ્રુવ અને અભિ ગભરાહત માં કંઈ સમજી શકતા નથી કે આ શુ થઇ રહ્યું છે અને મીરાં ક્યાં ગઈ? હવે આપણે શું કરીશું?

અરીસા માંથી નીકળી મીરાં પોતાને એ વડલા પાસે ઉભેલી જુએ છે જ્યાં તેના પગમાં વડવાઈ બંધાઈ હતી અને અજીબ ઘટનાઓ ઘટી હતી..

અચાનક રાત ના અંધકાર માં એક છોકરી બકરીના બચ્ચા ને હાથ માં લઇ વડલા ને ચીરી બહાર આવે છે.હવાની જેમ મીરાં ની પાછળ આવી ઉભી રહે છે. તે મીરાં ના કપાળે પોતાના એક હાથ ની આંગળી રાખે છે ત્યાં જ મીરાં ખુલ્લી આંખે મૂર્તિ બની વડલા તરફ એકીતશે કંઈક જોઈ રહી છે.. થોડીવાર બાદ મીરાં ચોધાર આંસુ એ રોવા લાગે છે..

તે પાછળ ફરે છે અને તેને રડતા રડતા તેનું નામ પૂછે છે..

પેલી છોકરી બકરી ના બચ્ચા ને નીચે જમીન પર મૂકી પોતાના ઓઢણાં નો છેડો પકડી માથા પર મૂકી પોતાનો ચહેરો બતાવે છે.. ત્યાં જ મીરાં બોલી ઉઠે છે... તૃપ્તિ તું!!!

મીરાં ના આશ્ચર્ય પર તૃપ્તિ મૌન રાખે છે અને મીરાં નો હાથ પકડે છે ત્યાં જ મીરાં પોતાને અરીસા પાસે ઉભેલી જુએ છે.. મીરાં નો રડવાનો અવાજ સાંભળી ધ્રુવ અને અભિ ચોક માંથી અંદર આવે છે મીરાં રડતા રડતા માંડ કરીને તે ઘટના વિશે બંને ને જણાવી શકે છે..

ત્રણેય મિત્રો વાત કરી જ રહ્યા છે ત્યાં જ સવાર થઇ જાય છે અને રામજીભાઈ એ મોકલેલ એક પાંત્રીસ છત્રીસ વર્ષ ના બેન આવે છે અને કહે છે.. છોકરાઓ માફ કરશો કાલે મારી દીકરી બીમાર હતી એટલે રાતે આવી ના શકી એટલે આજે સવારે વહેલી આવી ગઈ છું.. તમે રામજીભાઈ ને ના કહેતા બાકી એ અમારા જેવા ગરીબ નું કામ બીજા ને આપી દેશે.. માફ કરી દીધી ને ચાલો બોલો શું ખાવાનું..ચા, કોફી, થેપલા,ખાખરા કે પાછી ઢોકણાં કે???

ત્યાં જ ધ્રુવ વાત કાપતા બોલે છે..કાકી કંઈ પણ ચાલશે બસ ઝડપથી કરીને તમે જતાં રહો.. ને ચિંતા ના કરો અમે રામજીકાકા ને કંઈ નથી કહેવાના.. ઠીક છે..

બધા ફ્રેશ થઇ નાસ્તો કરી બેઠા છે. ત્યાં જ મીરાં ઉભી થઇ વિચારતી વિચારતી ગામ માં ચાલી જાય છે. અભિ અને ધ્રુવ તેની પાછળ જાય છે.વડલા પાસે જઈ જોર જોર થી તૃપ્તિ.. તૃપ્તિ... બોલે છે..

ધ્રુવ તો ગભરાઈ ને થોડો પાછળ ખસી જાય છે અને અભિ મીરાં ને રોકે છે.. હવા ના સુસવાતા સાથે તૃપ્તિ આવીને ઉભી રહે છે.. મીરાં અને તૃપ્તિ કંઈક વાત કરે છે.અભિ પણ ધ્રુવ સાથે દૂર ઉભો રહે છે બંને કંઈ જ બોલવાનું ટાળે છે..


-----------------------------------------------------------------------

એવુ તે શું જોયું કે મીરાં ડરવાની બદલે ચોધાર આંસુ એ રોવા લાગી ???

શું થયું છે તૃપ્તિ સાથે કે તે આત્મા બની મદદ મગી રહી છે??

****વધુ આવતા અંકે ****