The positive thought of dawn in Gujarati Human Science by Dhinal Ganvit books and stories PDF | પરોઢ નો પોઝીટીવ વિચાર

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

પરોઢ નો પોઝીટીવ વિચાર

"પરોઢ નો પોઝીટીવ વિચાર". શીર્ષક માં આવતો પરોઢ શબ્દ એટલે સવાર અને પોઝિટિવ એટલે સકારાત્મક. સવાર નો સકારાત્મક વિચાર. જીવનમાં દરેક સવારની શુરુઆત સકારાત્મક વિચારો રાખી ને કરીએ તો જીવન કેવું હોય શકે?

આપણા વિચારો આપણા જીવનમાં એક આગવું સ્થાન ધરાવતા હોય છે. આપણા જીવનમાં આપણા વિચારો જે રીતે ના હશે એ પ્રમાણે જ આપણે આપણા જીવનમાં આપણો મનોવ્યાપાર થશે. મનોવ્યાપાર અર્થાત્ આપણા મનનો વ્યવહાર.
આપણા વિચારો તેમજ આપણો સ્વભાવ જીવનમાં કેવી રીતે નો છે આ જ બાબત નું આગવું સ્થાન આપણા જીવન ને પાર પાડે છે. આપણા વિચારો એ આપણા જીવનની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. કારણ કે મનુષ્ય નાં મગજમાં સકારાત્મક અને નકારાત્મક બંને રીતે ના વિચારો ઊભા થતા હોય છે.

યુ. એસ. નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નાં રિસર્ચ દ્વારા શોધવામાં આવેલ છે કે મનુષ્યના મગજમાં સામાન્ય રીતે એક દિવસમાં 50 હજારો જેટલા વિચારો આવતા હોય છે. અને તેમાંથી પણ આશ્ચર્યજનક વાત તો એ જાણવામાં આવી કે 50 હજાર વિચારો માંથી 70% થી 80% વિચારો મનુષ્યના નકારાત્મક હોય છે. એક ગણના કરીએ તો એક દિવસમાં 40 હજાર અને એક વર્ષમાં 1 કરોડ 46 લાખ બાજુ તો આપણું મન નકારાત્મક વિચારો જ કરતું હોય છે.

વિચારો એ ભગવાનની અમૂલ્ય ભેટ મનાય છે. તેના ખરા ઉપયોગથી જીવનમાં અદ્ભુત શકિતઓ પ્રાપ્ત થઈ શકે છે. સકારાત્મક વિચારો થી જ આપણા ભાગ્ય ને પણ બદલી સકાય છે એ કેહવુ ખોટું નથી.

આપણા વિચારો જેટલા પ્રમાણમાં સકારાત્મક હશે, નિ:સ્વાર્થ હશે, ઈશ્વર પરાયણ હશે તેટલા પ્રમાણમાં આપણી માનસિક અને બૌદ્ધિક કાર્યક્ષમતા રહેશે. આપણા મનોબળ ની સીધી અસર આપણા શરીર પર પડતી હોય છે. આપણા શરીરમાં આવતા મોટા ભાગના રોગો આપણા લોભ, ઈર્ષા, ગુસ્સો, અહંકાર જેવા વિચારોને કારણે થતા હોય છે.

જીવનમાં સકારાત્મક વિચારો થી માનસિક તેમજ શારીરિક સ્થિતિ માં ખૂબ જ સારો સુધારો થાય છે. જ્યારે વ્યકિત તણાવ ની પરિસ્થિતિમાં હોય ત્યારે પણ તેને સકારાત્મક વિચારોની ઊર્જા તેની પરિસ્થિતિને દૂર કરવાની હિંમત આપતા હોય છે. સકારાત્મક વિચારોથી જ આપણા જીવનઅવધિકાળ માં વધારો તેમજ ઉદાસીનતા અને પરેશાની માં ઘટાડો જોવા મળતો હોય છે. સામાન્ય ઠંડીથી રક્ષણ તેમજ આપણા શરીરની પ્રતરોધક ક્ષમતા માં વધારો સકારાત્મક વિચારો નાં લીધે જોવા મળે છે.

નિયમિત સવારમાં યોગાભ્યાસ, સારું વાંચન, સારા લોકોની સંગત, પ્રાર્થના, સેવાનો ભાવ વગેરે આપણા વિચારોને જીવનમાં બળવાન અને સકારાત્મક બનાવતા હોય છે તેમજ આપણી મનોવિકૃતિઓ ને દૂર કરવામાં પણ મદદ કરતા હોય છે.

આપણા જીવનમાં દિવસની શરૂઆત જ સકારાત્મકતા થી થાય તો દિવસ દરમિયાન માં થતી કોઈ પણ પ્રવૃત્તિઓ આપણા મનને નિરાશ નથી કરી શકતી. પરંતુ તેના માટે આપણા સકારાત્મક વિચારો સક્ષમ હોવા ખુબ જ જરૂરી છે. કોઈ પણ પરિસ્થિતિ થી આપણા મનમાં નકારાત્મક વિચારો પ્રવેશ કરે નહીં તેનું ખાસ ધ્યાન રાખવા પડે છે. દિવસ દરમિયાનની આવી સકારાત્મકતા ને ટકાવી રાખવા માટે જીવનમાં ખાસ કરીને ભગવાનની પ્રાર્થના, કસરતો તેમજ સ્વ થી સકારાત્મકતા રાખવી અને નિયમિત પણે તેનો ઉપયોગ આપણા જીવનમાં કરવો જોઈએ.

સકારાત્મક વિચારો માટે ઈશ્વરની પ્રાર્થના કરવી એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી તેમજ લાભદાયક પણ સાબિત થાય છે. આજના માનવીનું મન ખૂબ જ ચંચળતા, લોભ વગેરેથી ભરેલું હોય જ છે. આવા સમયે જીવનમાં સકારાત્મકતા માટે ઈશ્વરની પ્રાર્થના કરવી જ જોઈએ. પરંતુ અહીં પ્રાર્થના પણ કોઈ ઇચ્છિત ચીજ વસ્તુઓની ઈશ્વર પાસે માંગણી કરવા માટે નથી. 'સુખ, સંપત્તિ ઘર આવે'-એ કંઈ ઈશ્વરને કરવા જેવી પ્રાર્થના નથી. જો ઈશ્વર પાસે કંઈ માંગણી કરવી જ હોય તો આપણે જીવનમાં સદબુદ્ધિ, સદાચાર અને સકારાત્મકતા જેવા સદગુણોની માગણીનો આગ્રહ રાખવો જોઈએ.

ઈશ્વરનું ધ્યાન કરવું એ પણ એક પ્રાર્થના છે. ઈશ્વરનું સ્મરણ કરવું એ પણ પ્રાર્થના છે. પૂજા કરવી એ પણ પ્રાર્થના છે. નામ ગુણ સંકીર્ણ કરવું એ પણ પ્રાર્થના છે. દીન દુખી ની સેવા કરવી એ પણ પ્રાર્થના છે. કરેલા બધા કાર્યો ઈશ્વરને અર્પણ કરવા એ પ્રાર્થના છે. ઈશ્વરે આપેલા તમામ સુખ દુખ ને સમાન ગણીને સ્વીકારી લેવા એ પણ એક પ્રાર્થના જ છે.

જીવનમાં થતી કસરતો પણ આપણા જીવનમાં સકારાત્મકતા નું એક અનોખું સ્થાન ધરાવે છે. નિયમિત કસરત કરવાથી આપણા શરીરમાં પણ સ્ફુર્તિ આવતી હોય છે. દિવસ દરમિયાનની 20 મિનિટ માટે થતી આપણા શરીરની કસરત પણ આપણા મનને સકારાત્મક વિચારોની સ્ફૂર્તિ અપાવે છે. યુનિવર્સિટી ઓફ નોર્થ કોરોલાયના મા પણ એક સંશોધન દરમિયાન સાબિત થયેલ છે કે રોજિંદા જીવનમાં કસરતો કરતા વ્યક્તિઓમાં સકારાત્મક વિચારોનું પ્રમાણ વધુ જણાયેલ છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થોડું જાણીએ તો વ્યક્તિ પ્રયત્ન કરી ને હસવામાં તેમજ સ્વ થી હશે તેમાં વ્યક્તિના મગજને એક જેવી જ સકારાત્મકતા પ્રાપ્ત થતી હોય છે. પબમેડ સેન્ટ્રલ માં પ્રકાશિત થયેલ એક વિદ્યા પ્રમાણે હસવા ની પ્રક્રિયા એટલે કે લાફટર યોગા આપણને સકારાત્મક બનાવવા મદદ કરે છે. જે ઍન્ગ્ઝાયટી નો નાશ કરે છે. તેમજ આપણા શરીરની અસંતુલિત ઊંઘને પણ સારી કરે છે.

યુનિવર્સિટી ઓફ ટોરંટો ના એક સંશોધન દરમિયાન સાબિત થયું કે સ્વથી સકારાત્મક વાતો કરવાથી આપણા ઇનર વોઇસ મા હંમેશા સકારાત્મકતા રહે છે. આપણે આપણા જીવનમાં આ બધી જ બાબતો નું ધ્યાન આપીએ તો આપણા જીવનની હરેક ક્ષણોમાં, સુખદુઃખની તમામ પરિસ્થિતિઓમાં આપણું મન સકારાત્મકતા અને ખુશીથી ભરાયેલું રહેશે જ.