Ek Pooonamni Raat - 53 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-53

Featured Books
  • सपनों की उड़ान

    आसमान में काले बादल घिर आए थे, जैसे प्रकृति भी रोहन के मन की...

  • Dastane - ishq - 5

    So ye kahani continue hongi pratilipi par kahani ka name and...

  • फुसफुसाता कुआं

    एल्डरग्लेन के पुराने जंगलों के बीचोंबीच एक प्राचीन पत्थर का...

  • जवान लड़का – भाग 2

    जैसा कि आपने पहले भाग में पढ़ा, हर्ष एक ऐसा किशोर था जो शारी...

  • Love Loyalty And Lies - 1

    रात का वक्त था और आसमान में बिजली कड़क रही थी और उसके साथ ही...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-53

એક પૂનમની રાત
પ્રકરણ-53
દેવાંશ ઘરે આવીને એનાં પાપા વિક્રમસિહજીને એને આજે થયેલાં અનુભવ કીધાં વિક્રમસિંહ કહ્યું સતત તું આવાં વિચારો અને વાતાવરણમાં રહી આવીજ કલ્પનાઓ કરે છે ? દેવાંશે કહ્યું મેં મારી સગી આંખે જોયેલું અને મારાંજ કાને સાંભળેલું કહી રહ્યો છું આ કોઇ સ્વપ્ન કે કલ્પનાઓ નથી સનાતન સત્ય છે હકીક્ત છે મારો વિશ્વાસ કરો મારાં શરીરમાથી હજી ધુજારી ગઇ નથી અને જીવનમાં મને પહેલીવાર આટલો ડર લાગ્યો છે.
વિક્રમસિહ વિચારમાં પડી ગયાં ત્યાં એમનો મોબાઇલ રણક્યો. વિક્રમસિંહે તરતજ ઉપાડ્યો અને સામેથી એમનો ઇન્સપેક્ટર બોલ્યો સર અમે અહી PM આવવાનાં છીએ એનાં બંદોબસ્તમાં છીએ અને અમારી જીપ રાઉન્ડ લેતી હતી ત્યાં ગોત્રીથી મેઇન રોડ પર આવતાં લીમડાનું મોટું ઝાડ છે ત્યાં એક યુવકની લાશ મળી છે હમણાંજ મૃત્યુ પામ્યો હોય એવું લાગે છે એનાં સામાન અને ખીસા ચેક કરતાં એવું લાગે છે કે એને કોઇ રાત્રીની ટ્રેઇન પકડવાની છે એનાં ખીસામાંથી ટ્રેઇનની ટીકીટ મળી છે એનું નામ બલરામ જાદવ લખેલું છે પેલો એકી શ્વાસે બોલી ગયો પછી કહ્યું. અમે સિધ્ધાર્થ સરને પણ જાણ કરી છે તેઓ આવે છે.
વિક્રમસિહને PM શહેરની વીઝીટે આવવાનાં છે એટલાં ખાસ બંદોબસ્ત માટેની વ્યવસ્થા કરેલી એમણે પેલાને કહ્યું તમે સિધ્ધાર્થ આવે પછી આગળની કાર્યવાહી કરો અને એનાં ફોટા વગેરે લઇલો મીડીયાને હમણાં કોઇ જાણકારી ના આપશો હું સિધ્ધાર્થ સાથે વાત કરું છું પેલાએ ઓકે કહીને ફોન મૂક્યો.
વિક્રમસિંહ દેવાંશ સામે જોઇ રહ્યાં પછી બોલ્યાં જેણે તારી જીપમાં લીફ્ટ લીધી હતી એ મેઇન રોડ પર મૃત્યુ પામેલો પડ્યો છે આ બધી શું ગરબડ છે ?
દેવાંશ સાંભળીને અવાક થઇ ગયો એણે કહ્યું પાપા પેલી ચૂડેલનુંજ કામ છે આ.. ઓહ પેલાને પણ મારી નાંખ્યો ? પાપા એણે જે જે વાતો કરી એમાં ઘણું બધું સંકળાયેલું છે. મીલીંદ મર્ડર કેસ થી માંડીને બધુંજ.. મને સમજ નથી પડતી આ બધું શું થઇ રહ્યું છે ?
વિક્રમસિંહે દેવાંશ સામે ઝીણી આંખો કરીને પૂછ્યું દીકરા એ માણસ તારી જીપમાં બેઠો તારે કંઇ વાત થઇ હતી ? તેં એને બરોબર જોયેલો ? એ યુવાન અને યુવતી સાથેજ હતાં. તારી જીપમાં બેસતાં ઉતરતાં કોઇએ જોયેલાં ?
દેવાંશે કહ્યું પાપા બેસતી વખતે તો રોડ પર કોઇ નહોતું પણ ઉતરતી વખતે ત્યાં રીક્ષાઓ હતી કદાચ રીક્ષાવાળાઓ જોયાં હોય પણ પેલી યુવતી ઉતરી મેં જોયેલું પછી ત્યાં કોઇ નહોતું પેલો યુવાન પણ નહોતો દેખાયો થોડે આગળ આવ્યા પછી જોયુ પેલી છોકરી એકલીજ મારી જીપમાં હતી અને હું એને જોઇ જીપ ઉભી રાખી નીચે ઉતરી ગયેલો. દેવાંશ ખૂબ ગભરાયેલો હતો.
વિક્રમસિહે વિચારીને કહ્યું કંઇ નહીં જે થયું એ થયું તું હમણાં શાંતિથી તારાં રૂમમાં જઇને સૂઇ જા. હું સિધ્ધાર્થ સાથે વાત કરી લઊં છું સવારે પોલીસ સ્ટેશન બેસીને બધો તાગ કાઢીશું. તું કોઇ ચિંતા ના કરીશ ના કોઇ વિચાર કરીશ. જા તું સૂઇ જા.. ડરીશ નહીં.. વિક્રમસિંહે દેવાંશનાં માથે હાથ ફેરવી આશ્વાસન આપ્યું.
દેવાંશ એનાં રૂમમાં સૂવા ગયો એણે વિચાર્યું મારે વ્યોમાની વાત કરવી હતી ત્યાં આ ચૂડેલ વચમાં આવી પેલો યુવાન મરી ગયો. ઓહ.. આ બધું શું થઇ રહ્યું છે એ રૂમમાં આવી બેડપર બેઠો પ્રાર્થના કરીને સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
થોડીવાર થઇને એનાં રૂમનું બારણું ખૂલ્યું એ જાગતોજ પડી રહેલો નીંદર નહોતી આવી એ બેઠો થઇ ગયો. વિક્રમસિંહ હતાં એમણે રૂમની લાઇટ કરીને એમાનાં હાથમાં વ્હીસ્કીની બોટલ હતી એમણે કહ્યું આ અત્યારે દવાનું કામ કરશે થોડું પી લે અને કોઇ વિચાર કર્યા વિના શાંતિથી નિશ્ચિંત સૂઇ જા.
દેવાંશને આષ્ચર્ય થયું અને બોલ્યો ના પાપા એવી કંઇ જરૂર નથી ઊંઘ આવી જશે હું સૂઇ જઇશ. વિક્રમસિંહે કહ્યું પણ મને જરૂર લાગે છે દીકરા હું બધુ સમજુ છું એક કામ કર ચલ હું પણ તને કંપની આપું છું ચાલ બેસ એમ કહીને એમણે ટીપોય પર બોટલ મૂકી
દેવાંશ હવે ઉભો થયો અને કીચનમાંથી બે ગ્લાસ અને સોડા-આઇસ્ક્યુબ લઇ આવ્યો. પાપા સાચેજ જરૂર નથી પણ તમે કોહ છો તો... વિક્રમસિંહે કહ્યું મારુ મગજ થાકી ગયું છે મારે રીલેક્ષ થયુ છે. મારાંથી તો ઊંધાશે નહીં હમણાં સિધ્ધાર્થનો ફોન આવશે મેં એને થોડી વાત કરી છે અને ત્યાં આગળ, કાર્યવાહી કરવા અને રીપોર્ટ કરવા કહ્યું છે.
દેવાંશે એનો અને પાપાનાં પેગ બનાવ્યા અને બંન્નેએ સીપ લઇને પીવાનું ચાલુ કર્યું વિક્રમસીહે બે ત્રણ સીપમાં ગ્લાસ પુરો કર્યો. દેવાંશે પણ ગ્લાસ પુરો કરી બીજો પેગ બનાવ્યો. દેવાંશને સાચેજ જાણે થોડીક્ષણ રાહત થઇ હતી એણે કહ્યું પાપા મારે બીજી પણ વાત કરવાની હતી પહેલાં વિચાર્યુ પછી શાંતિથી કહીશ પણ હવે બેઠાં છીએ તો એ પણ કહી દઊં છું.
વિક્રમસિહે કહ્યું ઓહ હજી કંઇ રહ્યુ છે કંઇ ખાસ વાત કહેવાની રહી છે ? તો કહીદે કેસમાં મદદ રહેશે.
દેવાંશે આછા સ્માઇલ સાથે કહ્યું પાપા કેસ અંગે નથી મારી અંગત વાત છે. જે મારે તમને કહેવી હતી અને વચ્ચે આ બધુ બની ગયું.
વિક્રમસિહ કહે તો કહેને દીકરા શું વાત છે અંગત એવી દેવાંશે કહ્યું પાપા તમે વ્યોમાને મળ્યાં છો હું અને વ્યોમા એકબીજાને પસંદ કરીએ છીએ હું એની સાથે લગ્ન કરવા માંગુ છું એની પણ ખૂબ ઇચ્છા છે અને તમે હા પાડો પછી એનાં ઘરે એ વાત કરશે. મારે આજ વાત કહેવી હતી પણ અત્યારે એવું બધું ચાલે છે કે હિંમત નહોતી થતી લગ્ન અંગે નક્કીજ કરવું છે લગ્ન તો પછી શાંતિથી કરીશું બધુજ સોલ્વ થઇ જાય પછી...
વિક્રમસિહે કહ્યું ઓહો એમ વાત છે વ્યોમાને મેં જોઇ છે અને સારાં ઘરની છોકરી છે એનાં પાપા BMC માં છે મને ખબર છે મને પસંદ છે ના પાડવાના પ્રશ્નજ નથી એનાં ઘરે વાત કરીને પછી જાણીલે હું સ્વીકારી લઇશ તારી મંમી પણ ખૂબ ખુશ થશે.
દેવાંશે કહ્યું મંમીને તો ખૂબ પસંદ છે આજે અમે મિત્રો ઘરેજ ભેંગા થયાં હતાં અહીં સાથે જમેલાં.
વિક્રમસિહે કહ્યું ઓહો આટલુ બધું નક્કી થયાં પછી મને કહે છે તારી મંમીને પસંદ છે એટલે સારીજ હશે. કંઇ નહીં તું મારાં તરફથી નિશ્ચિંત થઇ જા અને આગળ વધ એનાં ઘરેથી સંમતિ હશે તો આ નવરાત્રીમાંજ નક્કી કરી દઇશું. અને વાતો કરતાં બે પેગ પુરા થઇ ગયાં પછી વિક્રમસિંહે કહ્યું કંઇ નહીં હવે શાંતિથી સૂઇજા તને આરામ મળશે હું ડ્રોઇંગરૂમમાં બેઠો છું હું હજી એકાદ પેગ પીશ એમ કહી એ બોટલ અને ગ્લાસ લઇને રૂમની બહાર નીકળી ગયાં. દેવાંશને હાશ થઇ મનમાં હતી બધી વાત મેં પાપાને કહી દીધી... પછી વિચાર આવ્યો હું વ્યોમાને મેસેજ કરી દઊં એણે મોબાઇલ લીધો અને વ્યોમાને મેસેજમાં લખી દીધું મેં પાપાને આપણાં લગ્ન અંગે વાત કરી છે એમણે હા પાડી છે તું ઘરે પૂછી લેજે. એમ લખીને મોબાઇલ બંધ કર્યો અને બેડ પર સૂઇ ગયો.
થોડીવારમાં મેસેજનો ટોન આવ્યો એણે ફરી મોબાઇલ લીધો વ્યોમાનો મેસેજ હતો એણે લખ્યુ વાહ તેં તો પૂછી લીધું હું પાપાને મંમીને સવારેજ પૂછી લઇશ તું બપોરે આવે ત્યારે જવાબ આપીશ પણ દેવું ફોન કરું ? તું ઊંધીનાં જવાનો હોય તો ?
જવાબમાં દેવુએ સીધો ફોનજ કર્યો. વ્યોમાએ કહ્યું દુશ્મનજ છે સીધો ફોન કર્યો ? કંઇ નહી તે સૂતાં પહેલાં ખૂબ સરસ સમાચાર આપ્યા દેવું આઇ લવ યુ. હું સવારે પૂછી લઇશ. તું અહીંથી ગયો પછી તને હું ખૂબ મીસ કરું છું ઊંધજ નહોતી આવતી પણ પાપાએ થોડું કામ આપેલું એ હમણાંજ પત્યું એટલે તને ફોન નીકળ્યા પછી નહોતો કર્યો.
દેવાંશને થયું સારુ થયું નહોતો કર્યો મારી સાથે શું બની ગયું મારે હમણાં નથી જણાવવું. એણે વાત કોઇ કર્યા વિના કહ્યું ચલ સરસ સમાચાર આપ્યા હું થાક્યો છું સવારે વાત કરીશ અને બપોરે લેવા આવીશ તક મળે તો પૂછી રાખજે લવ યુ. ચલ સૂઇ જઇએ બાય. વ્યોમાએ કહ્યું ઓકે બાય માય લવ અને દેવાંશે ફોન મૂક્યો.. સૂવા પ્રયત્ન કર્યો ત્યાંજ .....
વધુ આવતા અંકે - પ્રકરણ - 54