Triveni - 6 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૬

Featured Books
  • One Step Away

    One Step AwayHe was the kind of boy everyone noticed—not for...

  • Nia - 1

    Amsterdam.The cobbled streets, the smell of roasted nuts, an...

  • Autumn Love

    She willed herself to not to check her phone to see if he ha...

  • Tehran ufo incident

    September 18, 1976 – Tehran, IranMajor Parviz Jafari had jus...

  • Disturbed - 36

    Disturbed (An investigative, romantic and psychological thri...

Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૬

શાળાએ જવાનો સમય

વિસાવદરમાં પોલીસ વસાહતથી જ્ઞાનમંદિર શાળા તરફ જતી શેરીમાં સહેદ શર્ટ, અને તે જ શર્ટને પોતાનામાં સમાવતા ઘેરા લાલ રંગના ફ્રોકને ધારણ કરેલ નિશા મસ્તીમાં શાળા તરફ ડગલા માંડી રહી હતી. કિશોરના ડાબા હાથમાં નિશાનો હાથ સમાયેલો હતા. પિતા, નિશા માટે શાળાનો પહેલો દિવસ હોવાને કારણે તેને મૂકવા જઇ રહ્યા હતા. નાનકડું બન્ને ખભાના આશરે લટકતું બેગ, જાણે જવાન યુદ્ધ લડવા જઇ રહ્યો હોય, તેમ હથિયારોથી સજ્જ હતું. શસ્ત્રો એટલે એક પાટી, પાટીપેન અને પાટી પર લખેલું ભૂંસવા માટે એક કાપડનો ટુકડો. ભાર વગરના ભણતરના વિચારને પોષતું બેગ. પગ ઉલાળતાં ઉલાળતાં, મસ્તીમાં શાળાએ જવાનો આનંદ આધુનિક યુગમાં વિસરાઇ ગયો છે. વિસાવદર નાનકડો વિસ્તાર હોવાને કારણે બધાં એકબીજાને ઓળખતાં જ હોય, એ સ્વાભાવિક હતું, અને એમાં પણ કોઇ પોલીસકર્મીને તો આખું ગામ ઓળખતું જ હોય. તેમજ કિશોરને વિસાવદરની પ્રજા ઓળખતી હતી, અને ઓળખતી હતી તેની પુત્રી નિશાને પણ.

આથી જ, શાળા સુધીના માર્ગમાં આવતી દરેક દુકાનોવાળાને નિશા હસતા મોંઢે અભિવાદન કરતી જાય, અને તેને સામે તેવો જ મલકાતો પ્રત્યુત્તર પણ મળે. તેમાં જ એક પાનના ગલ્લાવાળો, કિશોરનો મિત્ર પ્રતિદિન નિશાને એક અડધું લીંબું આપે. આમ તો, લીંબુને જોતાં જ જીભ ચટકારા મારવા માંડતી હોય છે. એમાંય જો નજરસમક્ષ કાપવામાં આવે તો લાળગ્રંથિઓમાં ખાટો ચક્રવાત સર્જાઇ જાય. નિશાને મળતું લીંબુ પણ આ જ કાર્ય કરતું. તે જીભ અને હોઠના સંયોગથી લીંબુનો રસ ખેંચીને પોતાનામાં સમાવી લેતી. લીંબુની ખટાશને કારણે આંખો બંધ થઇ જતી, અને જીભ ચટકારાનો અવાજ ઉત્પન્ન કરતી. હજુ તો લીંબુનો સ્વાદ માણવાની ક્રિયા ચાલુ જ હોય ત્યાં તો ગીરનાર ડેરી આવી જતી. ડેરીનો માલિક પણ કિશોરનો મિત્ર હતો, અને ડેરી હંમેશા નિશા માટે એક પેડાની મદદે આવતી. માલિક નિશાને એક પેડો આપે, લીંબુની ખટાશને દૂર કરી મીઠાશનું આધિપત્ય જીભ પર જામે. આમ, નિશા મોંઢું મીઠું કરીને શાળામાં પ્રવેશી.

શાળાનો પહેલો દિવસ, પ્રત્યેક શાળા માટે યુદ્ધનો દિવસ જ હોય છે. ભલે તે પછી કપડવંજ હોય, વિસાવદર હોય કે રાજકોટ હોય. આમ, જ્ઞાનમંદિરનું પટાંગણ પણ અનેક અવાજોના સેળભેળીયા ઘોંઘાટથી ભરાયેલું હતું. પરંતુ આ કલબલાટમાં જરાક પણ ડગમગ્યા વિના નિશા કિશોરે દર્શાવેલ વર્ગખંડ તરફ મજબૂત મનોબળ સાથે ગતિમાં હતી. નાના વિસ્તારની નાની શાળા, જૂની ઢબનું બાંધકામ, ઓરડાંઓની ચારેય દિવાલોના સહારે ઊંધા વી આકારે ગોઠવેલા છાપરાંઓ. આછા પીળાં રંગની દિવાલોને નજર ન લાગે તે માટે દરવાજાની બરોબર બાજુમાં જ પીળું પડી ગયેલું સ્વીચબોર્ડ અને તેમાં લગાડેલી કાળા રંગની બેકેલાઇટની બનેલી કળો, જેની મદદથી પંખો કે ગોળો ચાલુ કરી શકાય. તેમાંય એક સ્વીચ તૂટી ગયેલી. હાથથી ધક્કો મારતા હોય તેમ ઝોલાં ખાતો પંખો. જમીન પર કોઇ પાથરણું નહી. પલોઠી વાળીને બેઠેલાં અમુક વિદ્યાર્થીઓ. એકબીજાને પાટી મારતા, પાટીપેન ખાતા, રડતાં, પગ પછાડતાં વિદ્યા અર્થે આવેલા બાળકો, નિશાના મગજ પર આ ચિત્રો પકડ જમાવા લાગ્યા. તે વિચારોના કૂવામાં ધકેલાઇ, ખરેખર આ શાળા હતી? આ વિદ્યાર્થીઓ હતા? અને શિક્ષક... તો હજુ આવ્યા જ નહોતા. એટલામાં જ એક પાતળી સોટી જેવા દેહે વર્ગખંડમાં પ્રવેશ કર્યો. નિશાની આંખો આગંતુક દેહ પર ચીપકી ગઇ. થોડાંઘણા વિદ્યાર્થીઓ શાંત થયા. થોડાંક હજુ પણ કલબલ કરી રહેલા. ધીરે ધીરે શિક્ષિકાએ વાતાવરણને સંભાળી લીધું. બાળમંદિરના શિક્ષકો ખરેખર વખાણને લાયક હોય છે, દરેક પ્રકારના બાળકરૂપી રમકડાંને સંભાળવા, સાચવવા અને શિખવવાની તેઓની કળા પ્રશંસાને પાત્ર છે.

આશરે અર્ધા કલાકે બધું શાંત થઇ ગયું. લીલા રંગની સાડી ધારણ કરેલ પાતળા દેહે એટલે કે શિક્ષિકાએ દરેક બાળક સાથે જોડાવવાના કાર્યનો આરંભ કરી દીધેલો.

પહેલો દિવસ એટલે... દુધમાં સાકર ભળવાનો દિવસ. બાળમંદિરમાં પ્રવેશતાં બાળકો ઓરડાના પ્યાલામાં ઉછાળાં મારતું દુધ હોય છે, અને શિક્ષક શિક્ષણરૂપી સાકર છે, જે આ દુધને મીઠું-મધુર બનાવે છે. સાકરને ભળવા માટે દુધ સાથે તાલમેલ સાધવો જ રહ્યો, અને શિક્ષક, આ જ કામ કરે છે.

બાળકો પાસે બાળક બનીને જ શિક્ષિકાએ કામ શરૂ કર્યું. નાના પ્રશ્નો, અને તેટલાં જ ટૂંકા જવાબોની હારમાળા ચાલી. કોઇ જવાબ આપે, કોઇ નાટક કરે, કોઇનો જવાબ સવાલને લગતો ના હોય, કોઇનું ધ્યાન આમતેમ ભટકી રહ્યું હોય, અને આમ... શાળાનો પહેલો દિવસ આગળ વધવા લાગ્યો.

શિક્ષિકાએ શરૂઆત કરી હતી પહેલી હરોળથી. મંદ ગતિએ શિક્ષિકા ત્રીજી હરોળના પ્રારંભ સ્થાને પહોંચી ચૂકેલી. જ્યાં નિશા બેઠેલી. શિક્ષિકાએ પહેલો પ્રશ્ન કર્યો...‘તારા પિતાનું નામ કિશોરભાઇ છે ને?’

નિશા મુખમાંથી એકદમ ટૂંકો જવાબ નીકળ્યો, ‘હા’

‘પોલીસ છે તે જ ને?

‘હા’

‘ખાખી રંગના કપડા પહેરે છે તે જ ને?’

‘હા’

‘તારૂ નામ નિશા છે, કેમ?’

નિશાએ હકારમાં માથું ધુળાવ્યું.

‘સારૂ... આજે તને નિશાળે મૂકવા કોણ આવેલું? કિશોરભાઇ...’, શિક્ષિકા પ્રશ્નો દ્વારા બાળકોની જવાબ આપવાની કળા વિકસાવવા પ્રયત્ન કરી રહેલી.

‘હા’

‘સરસ... હવે મને એમ કહે કે તને શું ગમે?’, બાળકોનો મનપસંદ પ્રશ્ન, કેમ કે તેમને એવું હોય કે આના જવાબ પછી, પુછનાર તે જવાબ તેમને લાવી આપશે.

નિશાએ આંખો ઊંચી કરી, શિક્ષિકા સામે જોયું અને મલકાઇને જવાબ આપ્યો.

નિશાનો જવાબ સાંભળી શિક્ષિકાના ચહેરા પર સ્મિત ફરી વળ્યું, તેમણે હાથ નિશાના માથા પર મૂક્યો, ‘મને પણ...’

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏