Success ?? - 2 in Gujarati Short Stories by Trushna Sakshi Patel books and stories PDF | સફળતા?? - 2

Featured Books
  • एक लड़का एक लड़की

    एक लड़का एक लड़की फिल्म की समीक्षासन 1992 में प्रदर्शित हुई...

  • गायब

    एक पार्टी की रात हैं । जिसमें डीम लाइट में मिस राठौड़ ने अजय...

  • बचपन के खेल

    बचपन के खेल ️ लेखक – विजय शर्मा एरीगाँव की कच्ची गलियों में...

  • शंम्मो जान भाग- 1

    हां उसका नाम है शंम्मो, मोहल्ले के लड़के उससे शंम्मो जान कहत...

  • तेरा वो रास्ता

    कहानी: तेरा वो रास्ता भाग 1: मिलन की शुरुआतवो शाम की हल्की र...

Categories
Share

સફળતા?? - 2

રાહુલ એ પણ દિલ્હીમાં સેટ છે .. એ એમના બીઝનેસ મા ધ્યાન આપે છે .. વાત થાય છે અમારી .. બસ હવે નેકસ્ટ મન્થમા આવશે .. ..

રોહન ખૂબ જ હાસ્ય જનક અંદાજમાં અને ટીનાને ચીડવતા " હા હા હમે તો યે પતા નહીં ચલ રહા કી જિસકે પાસ કોહીનૂર હે વો ચંદ નોટ કે લિયે પસીના બહા રહા હે , વો જનાબ આપસે મોહબ્બત નહિ કરતે ક્યાં ? યા ફિર આપકી તરહ હી મોહબ્બત ઓર પૈસે મેસે રૂપે ને બાઝી મારલી ??

ટીના એના જ એક અલગ સ્વભાવ માં રોહન ને જવાબ આપે છે .. પૈસે હે તો જિંદગી હૈ ..
તારા ગીતો સાંભળું છું હું .. સારું લાગે છે ..
હવે લગ્ન જીવનમાં ક્યારે બંધાવાનો..

રોહન હસતા હસતા કહે છે બસ હવે વિચારું છું અને છોકરી શોધું જ છું

ટીના રોહન ને ચીડવતા કહે છે તારે છોકરી શોધવા પડે એમ ? કેટકેટલી છોકરી ની તારા માટે તો લાઈન લાગી છે ... તારે તો સ્વયં વધુ કરવું જોઈએ ..

રોહન થોડા અલગ અલગ અંદાજ માં જવાબ આપે છે .. લાઈન તો આજે પણ લાગી છે અને ગઈ કાલે પણ લાગી હતી .. બસ જેને હું સમજતો અને જેના માટે હું લાઈન માં હતો એ ટ્રેન આજે ઉપડી ગઈ છે ..

ટીના હસતા હસતા કહે છે . હા હા .. રોહન ચાલ બોલ તને કેવી છોકરી જોઈએ છે કયા ટાઇપ ની ..

ટીના ને જવાબ આપતા રોહન કહે છે .ટીના મને એવી છોકરી જોઈએ જે રૂપ રંગ નહિ પણ મન ને સમજે ,જે મારા મંદ બોલા શબ્દ સમજે , જે મારા સંગીત ની નહિ પણ મને પ્રેમ કરતી હોય

ટીના કહે અરે વાહ !! આપ તો જનાબ

ટીના ને રોહન વાત કરતા અટકાવે અને કહે ટીના છોકરી કોઈ પણ ચાલશે બસ તારા જેવી નથી જોઈતી ..

ટીના ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ને પૂછે છે ... કેમ? મારા જેવી નથી જોઈતી એટલે ..

રોહન ટીના ને કટાક્ષ કરતા કહે છે .. ટીના તારા જેવી એટલે .. કે તે હંમેશા રૂપિયાની વેલ્યુ કરી પણ માણસ ની નહિ કરી .. તને પણ એ ખબર છે .. આજે એટલે જ તું અહી છે . તારા પાસે ખૂબ બધા એવોર્ડ્સ છે પણ એ એવોર્ડ મળ્યા પછી ખુશી સેલિબ્રિટ કરવા માટે કોઈ નથી .. તું એ ખુશી રૂપિયા આપી ને પણ નથી ખરીદી શકવાની .. તારા પાસે ઘણું એવું ધંધાકીય નૉલેજ છે .. પણ પ્રેમ સાથે ના શબ્દ પણ નથી .. એટલે જ આજે રાહુલ તારા પાસે નથી .. યાદ રાખજે ..ટીના.. એટલે તારા જેવી છોકરી મારા માટે ના શોધતી .

ટીના ની આંખ માં આશું આવે છે અને ગુસ્સા માં રોહન ને કહે છે .. તું શું બોલી ગયો ખબર છે .. તને ખબર છે ..

રોહન ટીના વાત કરતા આંખ માં આંસુ આવી જાય છે .. ટીના તું મને ખાલી ના કહી દીધી હોત ને તો કંઈ વાંધો ના થતે પણ તે મારી ફાઈનાંસિલ કન્ડીશન જોઈએ ના કહી .. તારા પાસે આજે બધું જ .. છે નામ , ફેમ , રૂપિયા , કંપની પણ આ નામ આ બધી ફેમ આ.બધા રૂપિયાથી લાગણી નથી ખરીદાતી યાદ રાખજે .. તું તારા પતિ રાહુલની વાત કરે છે એ દિલ્હી કેમ છે ખબર છે .. એ કેમ તારા થી દુર રહે તને ખબર છે ??????????

તારી કોઈ પણ સફળતામાં તારા કોઈ પણ ઇવેન્ટ માં એ કેમ નથી હોતો ? તારી જે આ સફળતા જે તને લાગે છે એ ખરેખર સફળતા છે ? વિચાર એક વાર !!! તારા પાછળ ઘણા બધા માણસો છે પણ તારી સાથે એક પણ નથી .. એનું કારણ શું છે ખબર ??


Part 3 Coming Soon