Kone bhulun Ane Kone Samaru Re - 49 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલું ને કોને સમરું રે - 49

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

કોને ભૂલું ને કોને સમરું રે - 49

એકબાજુ ચીન સાથેની પહેલી લડાઇ અને રાષ્ટ્રવાદની આંધી ચડી હતી બીજી બાજુ રોજ લાઇબ્રેરીમા જઇ એક પુસ્તક લાવી વાંચી લેવાનુ પછી જ ઉંઘ આવે  ...મોટા રાઇટીગ ટેબલ અને બે ચેર તથા મોટો જાજરમાન હીંચકો અમારા નરસીંહભાઇ મિસ્તરીએ બનાવ્યો ત્યારે એ પોતે પણ ખુશ થઇ ગયેલા...એ અમારા ઉપરના રુમનો અસબાબ... ચંદ્રકાંત વિક્રમની ગ્લેઝ પેપરની બસો પાનાની બુક લાવ્યા .

પહેલા પેજ ઉપર રજનીશજીનો એક માત્ર ફોટો ચિપકાવ્યો.બીજા પેજ ઉપર લખ્યુ "ઉલાળીયો.."પહેલી વખત પ્રતાપની એબોનાઇટની કાળી પેન પકડી ચંદ્રકાતે બહુ વહાલથી પોતાની બુકને પંપાળી વહાલ કર્યુ...પછી બચ્ચીઓ ભરી... પેનને કાનમા કહ્યુ "આમ તો મારી ચારેબાજુ ઘણા છે પણ એ બધ્ધા વચ્ચે હું સાવ એકલો છુ...મને છોડીને ન જતી..."જીંદગીની આપાધાપીમા પચ્ચીસ વરસે જ્યારે કલમ અને કાગળ સાથ છોડી પેટીમા ભરાઇ ગયેલા ત્યારેતો ખુદ ચંદ્રકાંતે પણ માનેલુ કે હવે એમા પ્રાણ નથી ...પણ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ફરી બેઠા થયા  ત્યારે બમણા જોરથી કાગળ કલમને વળગી પડ્યા  હતા.ત્યારે પ્રતાપની પેન ક્યાંય ન મળી..!

........

"ભાઇ મારે પણ નુતનથી ફોરવર્ડ સ્કુલમા જવુ છે...મને આ સ્કુલ હવે નથી ગમતી...રોજ મારે બહુ ચાલવુ પડે છે ને વરસાદમા ફરીફરીને રાજમહેલથી આવવુ પડે છે .. આ નવા ઘરમાં."ચંદ્રકાંત

"ઠીક છે જોઇશુ.."ભાઇ.

એકતો મનમા ગુસ્સાનો લાવા ધધકે ,નુતનમા સતત હેરાન કરતા વિદ્યારથીઓના ટોળા સામેની લાચારી પાંગળુ શરીર...એની અસર ઘરમા ભાઇ બહેનો સાથે જરા પણ અન્યાય થાય કે ઝગડી પડે...રીસાઇ જાય ...કોઇ મનાવે નહી...સાવ એકલતામા ચંદ્રકાંત ઘેરાતા ગયા ...

નવાધરની બહાર પીપળે ચડીને એક ઉંચી ડાળ ઉપર પોતાનો બપોરનો આવાસ બનાવેલો...કુદરત પક્ષીઓ વૃક્ષોએ તેને બહુ વહાલ કર્યુ...પીપળો  પેપડી આપે તે તોડીને થોડા ખાય બાકીની કાગડાને નિશાન બનાવીને ફેકે...સીઝનમા સુક્કી ડાળીની લાકડી બનાવી ઘર પાછળ બોરડીમાથી પાકેલા બોર તોડે ...એક દિવસ પોતાની જાતને અદાલતે ચડાવી..."આ શું માંડ્યુ છે?આમ એકલો ભટકીશ તો પાગલ થઇ જઇશ...કેટલા બધા શોખછે વિકસાવો ...સવારે અખાડામા કસરત કરો શરીર મજબુત બનાવો ...ખોખો હુતુતુ રમો...મલખંભ કુસ્તી કરો ...અરે કુસ્તી કરો આ ન ચાલે.."અંતે જાત જીતી ગઇ અને ચંદ્રકાંત અખાડામા દાખલ થયા ....તેને પોતાનો નવો ઉધાડ બહુ ગમ્યો ...હવે મારે બધુ કરવુ છે...

સાતમી પાસ કરીને  વેકેશનમા કલેક્ટર સાહેબ અહેમદભાઇનો દિકરો ઇસ્માઇલ  દોસ્ત બની ગયો..

તેણે સ્ટેંપ કલેકશનનો ચસકો લગાડ્યો ..આફ્રીકાથી નાનામાસીના પત્ર આવે કે રસ્તામા રઝળતા પરબિડીયા મળે તેમાંથી ટીકીટો કાઢી લે...આલ્બમ બનાવતા જાય ઇસ્માઇલ ખુશ થઇ ગયો તેણે ટીકીટો એક્સચેંજ કેમ કરવી એ ટીપ આપી...સુખનિવાસના મિત્રો બનતા ગયા અને કલેક્ટર બંગલાના ગેટ પાંસેની બંધ રુમમા પ્રગતી ટીમ બની ...રોજ સાંજે ક્રીકેટ રમવુ ..કાંટા ઝાડી સાફ કરી પીચ બનાવી અને ટેનીસબોલથી રમવાનુ ચાલુ થયુ...પરેશ માંકડ જેની આંખો ઢળતી જ રહેતી તે સારો કાતિલ બોલર બન્યો ચંદ્રકાંત બેટીંગ મા પણ ઇસ્માઇલનો જવાબ નહોતો...અટલો પતલો નાજુક ઇસ્માઇલ ઘુમાવીને બેટ ચોકા મારતો...ક્યારેક તેમને ઘરે લઇ જાયતો આયેશા કાકી અમને નાસ્તો કરાવે ,અહેમદકાકા(કલેક્ટર)આવી ગયા હોય તો થોડા હસાવે અને વાતો કરે...

.......

આજે ફોરવર્ડ સ્કુલમા એડમીશન મળ્યુ ત્યારે પહેલી વખત આચાર્ય દશાણી સાહેબે કેબીનમા બોલાવ્યો...પાંચ ફુટ ત્રણ ઇંચના દશાણી સાહેબનો એટલો ફફડાટ કાયમ રહેતો એટલે પટ્ટાવાળાએ બોલાવ્યો ત્યારે ચંદ્રકાંત હાથ જોડી નમન કરી ઉભા રહ્યા...એક બીજા વિદ્યાર્થીને નેતરની પાતળી સોટી સબાક કરતી ચટકાવી અને ઉંહકારા માફી માગતા કરગરતા એ વિદ્યારથીને પોતે ઉભા થઇ પાચફુટ પાંચ ઇંચના વિદ્યારથીને નીચો નમાવી કપાળમા જોસથી ચોક દબાવીને ચોકની ચકરી કરી...

આજે છેલ્લી વાર સમજ્યો?ફરીથી જરાપણ ફરીયાદ મળી કે તોફાન નજરે ચડ્યુ એટલે રસ્ટીકેટ..

ચંદ્રકાંત લાવ ફોર્મ ...બરોબર ભણજે નહીતર આવો વતીપાત થઇશ...સમજ્યો...?"

ચંદ્રકાંત પરસવે રેબઝેબ...