Vasudha - Vasuma - 35 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-35

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-35

વસુધા

પ્રકરણ-35

       ગુણવંતભાઇ ભટ્ટ વસુધાનાં સસરાં બીજે દિવસે દૂધ મંડળીનાં બધાં સભ્યોને એકઠાં કર્યા. ગામનાં અગ્રણી દૂધ ઉત્પાદક પશુપાલન કરનાર બધાને બોલાવીને મીટીંગની જાણ કરી. ગામમાં દૂધ સહકારી મંડળી ચલાવનારમાં મોતીભાઇ આહીર, પશાભાઇ પટેલ, રમણભાઇ પટેલ, કૌશિક નાયી, ભુરાભાઇ ભરવાડ અને પોતે ગુણવંતભાઇ ભટ્ટ આ બધાં પાસે દુધાળા જાનવર વધારે હતાં બધાં મંડળીનાં કારોબારી સભ્ય હતાં. એમાં સૌથી વધૂ દૂધાળા જાનવર ધરાવનાર મોતીભાઇ આહીર પ્રમુખ હતાં.

       મોતીભાઇએ કહ્યું ગુણવંતભાઇ કેમ એવું શું કામ પડ્યું કે બધાને સંભા માટે આમંત્ર્યા છે ? મંડળીનું કામ તો સરસ રીતે ચાલી રહ્યું છે.

       ગુણવંતભાઇએ કહ્યું આપણી મંડળીની આવક વધારવા માટે મારે સૂચન કરવાનું છે એટલે બધાંજ સભ્યો હાજર થઇ ગયાં પછી ગુણવંતભાઇએ કહ્યું આપણી મંડળીની વધુ પ્રગતિ માટે વધુ આવક મેળવવા માટે મારે સૂચન કરવાનું છે કે આખુ ગામ અને મંડળી દૂધ ઉત્પાદનમાં આખાં તાલુકામાં મોખરે છે આપણે મોટી ડેરીમાં વધુ દૂધ જમા કરાવીએ છીએ એમાં જે આવક મળી છે એ સારીજ છે પરંતુ એનાંથી વધુ આવક મેળવવા ત્થા ગામનાંજ યુવાનોને ગામમાંજ કામ મળી રહે એવું સૂચન કરવા માંગુ છું. એમાં ગામનેજ ખૂબ લાભ છે.

       બધાં સભ્યો શાંતિથી સાંભળી રહેલાં એમાં યુવાન સભ્ય કૌશીક નાયીએ કહ્યું સારી આવક છેજ તો નવું સૂચન શું છે ?

       ગુણવંતભાઇએ કહ્યું હું એજ મુદ્દા પર આવું છું એમણે કહ્યું ગામમાં જે દૂધ એકઠું થાય છે એમાંથી દૂધની બનાવટો માખણ, ધી, દૂધ, દહી છાશ અને એમાંથી માવો બનાવી માવાની મીઠાઇઓ આપણી મંડળીનાં નામે બનાવીને ગામમાં અને આજુબાજુનાં નાનાં શહેરોમાં વેચવાની શરૂઆત કરીએ એમાં આપણી મંડળીનું નામ થશે. આવક વધશે. અને રોજગારની નવી તકો ઉભી થશે. ગામનાં યુવાનોને બહાર કામ કરવા નહીં જવુ પડે.. બીજું શરૂઆતમાં થોડું રોકાણ થશે પણ એટલું જોખમ લેવાં સાથે આવક વધશે.

       બધાં પહેલાં સાંભળી રહ્યાં. મોતીભાઇ આહીરે કહ્યું પણ આપણે જે મોટી ડેરીમાં દૂધ આપીએ છીએ એમની સાથે કરાર કરેલાં છે એમાં પાછા હટવાનું નહીં થાય ? મોતીભાઇએ એમનાં મળતીયાં સભ્યો સામે જોયું તો મોટાં ભાગનાં એ કહ્યું આપણાથી કરાર ભંગ ના થાય અને એમાં રોકાણ કરવુ જોખમ ભર્યું છે એની જવાબદારી કોણ લે ? અને એનું કામ સાથે વેચાણ વ્યવસ્થા ગોઠવવી રમત વાત નથી.

       ગુણવંતભાઇએ કહ્યું મેં પ્રસ્તાવ ગામનાં ભલા માટે મૂક્યો છે આપણે એનો અભ્યાસ કરીને આગળ વધીશું. એનો આંકડો કાઢીશું. થોડી મહેનત વધારે થશે પણ સામે લાભ અને રોજગાર વધશે આપણે આત્મનિર્ભર થઇ જઇશું. ગામનાં વિકાસ માટે કામ કરી શકીશું.

       રહી વાત કરારની તો ડેરીનાં સંચાલકોને આપણે બે મહિના પેહલાં એમનાં ધ્યાન પર લાવીને અરજી આપીએ પણ શાંતિથી વિચારશો તો એમાં આપણને અને ગામનેજ લાભ છે. હું આશા રાખું છું કે બધાનાં સહકાર અને હકારાત્મક અભિગમથી પ્રગતિજ થશે.

       થોડીવાર અંદર અંદર ગણગણાટ થયો અને મોતીભાઇએ કહ્યું આમાં વિચાર કરશું પછી ફરીથી કારોબારી સભા ભરીને નિર્ણય લઇશું.

       ગુણવંતભાઇએ કહ્યું ભલે પણ આ વિચાર મુલત્વી રાખવા જેવો નથી સમય જાય એમ દૂરંદર્શી વાપરીને ગામનાં અને મંડળીનાં વિકાસ માટે વિચાર કરવો જોઇએ. સભ્યોએ અંદર અંદર ચર્ચા કરી છૂટા પડ્યાં. ગુણવંતભાઇ સભા પત્યા પછી વ્યક્તીગત રીતે પણ બીજા સભ્યોને આનાં પર વિચાર કરી સાચો નિર્ણય લેવાં દબાણ કર્યું અને બધાં છૂટા પડ્યાં.

**********

           ગુણવંતભાઇનાં મંડળી મકાનમાંથી વિદાય થયાં બાદ મોતીભાઇએ એમનો ખાસ પરાભાઇ પટેલ કૌશિક નાઇ અને ભુરા ભરવાડને કહ્યું મોટી ડેરીનાં સંચાલક સાથે આપણાં વર્ષોથી સારાં સંબંધ છે અને આ ગુણવતંભાઇ નવો વિચાર લાવ્યાં છે એમાં રોકાણ કરવાનું વેચાણ વ્યવસ્થા ગોઠવવાની એની ગુણવતાનું ધ્યાન રાખવાનું આખું માળખું ઉભું કરવું પડે એ રમતવાત નથી અને ધીમે રહીને બોલ્યાં આપણને જે કમીશન મળે છે એ બંધ થઇ જશે.

       બધાંએ મોતીભાઇ આહીરને કહ્યું એવી ઉપરની આવક ક્યાં બંધ કરવી આપણે ઘેર બેઠાં દૂધની આવક ક્યાં ઓછી છે કે આ બધાં ઝમેલામાં પડવું ?

       કૌશિકનાયી એ કહ્યું આ ગુણવંતકાકાને આટલાં સમયે કેમ આવો વિચાર આવ્યો ? આ વિચાર એમનો નથી કોઇએ એમને ભણાવ્યા છે. સીધેસીધી આવક આવે છે એ શાંતિથી લઇને રહોને.

       પશાભાઇએ કહ્યું માનો ના માનો આ પેલાં પીતાંબરની વહુનો વિચાર છે એ થોડું ભણેલી છે અને મેં સાંભળ્યું છે એ દૂધનો હિસાબ બધું જુએ છે. એણેજ આ નવો ફણગો ફોડ્યો છે. અત્યારની આવેલી વહુ આપણને શીખવવા નીકળી છે. મોતીભાઇ અમે તમારી સાથેજ છીએ ફરી સભા ભરીને સીધે સીધી ના પાડી દો કે અમારે આ બધામાં નથી પડવું જે દૂધની આવક છે એમાં સંતોષ છે.

       મોતી આહીર મૂછમાં મલકાયો એણે કહ્યું ભલે હું એમને મળીને સીધી ના પાડી દઇશ કે સભ્યોને તમારી પ્રસ્તાવના મંજૂર નથી જે રીતે મંડળી કામ કરે છે એવી રીતેજ કરશે એટલે વાત પર પૂર્ણવિરામ આવી જાય.

************

            ગુણવંતભાઇ ડેરીએ પીતાંબરની મદદથી દૂધ ભરાવીને ચોપડીમાં નોંધ કરાવતાં હતાં અને ત્યાં એમનાં મિત્ર રમણભાઇ આવ્યાં. એમણે દૂધ ભરાવી કેન મૂક્યાં. પછી ગુણવંતભાઇને કહ્યું ગુણવંતભાઇ મેં સાંભળ્યું છે કે તમારી વાતને આ લોકોએ નામંજૂર કરી છે તમારો સૂચન બધાને પસંદ નથી આવ્યું જે દૂધની આવક છે એમાં બધાને સંતોષ છે.

       આ સાંભળી ગુણવંતભાઇને નિરાશા સાંપડી ગઇ એમણે કહ્યું રમણભાઇ મેં શું ખોટો પ્રસ્તાવ મૂકેલો ? એમાં ગામને લાભ થાત અને રોજગાર નવો ઉભો થાત થોડે સમય ધીરજ રાખીને જોખમ ઉઠાવવાનું હતું. આ એકવારની મહેનત છે પછી એની જાતે બધુ તંત્ર ચાલત પછી જેવી બધાની ઇચ્છા. રમણભાઇ તમને શું લાગે છે ? મેં ખોટું સૂચન કરેલું ?

       રમણભાઇએ કહ્યું મને તો એજ દિવસે તમારો વિચાર ગમી ગયેલો. દરેક ઘરમાં જુવાન છોકરાઓ છે એમને તાલિમ આપીને આપણે આ નવો ધંધો મંડળી થકી કરી શક્યા હોત એમાં ગામને અને લોકોને ફાયદોજ છે.

       પણ ગુણવંતભાઇ અંદરની વાત હું જાણું છું આ મોતી આહીર પશાભાઇ પેલો નાયી અને ભરવાડ બધાની એક ટીમજ છે બધામાં એ લોકો સંપ કરીને પોતાનું કામ કાઢે છે અને મને વ્હેમ છે મોટી ડેરીથી એમને અલગથી કોઇ લાભ થતોજ હોવો જોઇએ નહીતર આંખે દેખ્યો મંડળીનો વિકાસ થતો હોય એમાં એમને શું વાંધો હોય ?

       ગુણવંતભાઇએ કહ્યું મને તો આ ખબર નથી અને કદી વિચારજ નથી આવ્યો. આપણે બધાં સહકારથી મંડળીનું કામ ચલાવીએ છીએ. ઠીક છે મોતી આહીર પાસે ઢોર વધારે છે પણ બાકીનાં સભ્યો પાસે આપણી પાસે છે એટલાંજ દૂધાળાં ઢોર છે છતાં એ લોકોની આવક આપણાથી વધારે છે આજ સુધી મને આવો વિચાર નથી આવ્યો. પણ રમણભાઇ આપણે એકલા હાથે આવું સાહસ ના કરી શકીએ અને આપણે ડેરી ઉભી કરીએ તો એમાં એટલું દૂધ પણ ભેગું કરવું આપણા માટે અશ્કય છે.

       રમણભાઇએ કહ્યું જોઇએ ભવિષ્યમાં કંઇક થાય તો સારું બાકી મને તમારો વિચાર ખૂબ ગમેલો મેં ઘરે વાત કરી તો મારી પત્નિ છોકરાની વહુઓ પણ ખુશ થઇ ગઇ હતી એમાં મારી રશ્મીએ કહ્યું બાપા એમાં અમેય કામ કરીશું. બધાં ઉત્તસાહમાં આવી ગયેલાં. એ બોલી ગુણવંતકાકાએ સરસ વિચાર આપ્યો છે. એમની વહુ વસુધા બહુ હુંશિયાર ભણેલી અને મહેનતું છે એણેજ કીધું હશે હું તો વસુધાનાં પક્ષેજ છું.

       ગુણવંતભાઇએ કહ્યું રમણભાઇ તમારો સાથ છે જાણી ખૂબ આનંદ થયો તમારાં છોકરાઓની વહુઓ પણ સંસ્કારી અને મહેનતુ છે જોઇએ આગળ જતાં શું થાય છે ? હું હજી એકવાર મોતી આહીર અને અન્ય સભ્યોને સમજાવી જોઇશ. નહીંતર પછી મહાદેવ કરાવે એ કરીશું. એમ કહીને છુટા પડ્યાં. ઘરે આવી વસુધા અને પીતાંબરને કહ્યું...

 

આગળ આવતા અંકે - પ્રકરણ-36