Kone bhulun ne kone samaru re - 54 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 54

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 54

ચંદ્રકાંતની જીંદગી હીચકો બની ગઇ હતી ..એકબાજુ રમેશભાઇ બીજી બાજુ મનહર...સમય મળ્યેરમેશભાઇને મળવુ નવી રચનાઓ દેખાડવી આમ કરતા કરતા દરરોજ સાંજે ફોરવર્ડ હાઇસ્કુલનીપાળી ઉપર સાંજે સાડા વાગે બે મિત્રો અચુક મળતા હતા અનિલભાઇ જોષી અને રમેશભાઇ...

હવે સાઇકલ ઉપર ઘોડી ચડાવી ક્યારેક ચંદ્રકાંત સામે બેઠા હોય અને બસ બન્ને સર્જકોનાં આકાશીવિશ્વને આંબતી કલ્પનાઓનુ ચંદ્રકાંત આકંઠ પાન કર્યા કરે...તો કોઇ દિવસ હવેલીના મહારાજોનીરંગીન રાતોની વાતો પણ હોય .રમેશની મિત્રોની મંડળીમા બહુ સારા દાસ્તાનગોઇ ગણાય. એકવાત શરુ કરે એટલે પોતે પણ વાતમાં રસધોયા થઇ જાય. રાજ મહેલની પાળી પાંસે એકખુણામાં પશુ દવાખાનું કહો કે પશુ સંવર્ધન દવાખાનું એને અડીને જકાત નાકાની રુમ તેને અડીને ચાનીકીટલી અને પાનબીડીની દુકાન . રમેશનાં ખીસ્સામા ક્યારે પૈસા રમતા હોય ક્યારે ખાલી ભુસકામારતા ખીસ્સા બતાડે . ત્યારે કોઇએ રમેશને એમ કહ્યું કે પૈસા નહી તો બીડી પાન કે ચા નહી . સહુએ મળીને રમેશને સાચવ્યો . બહુ લાડ કરાવ્યા .રમેશની અને અનિલની બાદશાહી ઠાઠ જેવી વાતોનાં પણ ચંદ્રકાંત સાક્ષી બન્યા .અદ્ોભુત કાવ્ય પંક્તિઓ સર્જવી ગણગણવી અને તેને ઇર્શાદ કરતાપણ નીરખ્યા .ક્યારેક અલગ મિજાજમાં રમેશ વાત કરતા કહે ચંદ્રકાંત રાત્રે બાર વાગે હુ હવેલીનીસામેના ઓટલે બેઠો હતો અને ...જે તાલ થાપી ઢોલક અને સંગીત સાથે નાચ કરતા એમને અમેહવેલીમાં જોયા છે...પછી ચુપ થઇ જાય... વળી એક દિવસ મારો હાથ પકડીને કહે "તારુ મોત શ્વાસરુંધાવાથી થશે જા.."એતો બધ્ધાનુ એમ થાય સ્વાસ પુરા અને વાત પુરી.. “ ચંદ્રકાંત દલીલ કરતાત્યારે મોઢું સહેજ વાંકું ખુલે અને માવો બહાર પડે કે પાનની પીચકારી લાંબી છોડે પછી એક આંખમીચીને કહેહા એલા વાત સાચી

પછી લાલ દોરાની બીડી જગવી ઉંડા સટ લે ...બે આંગળી વચ્ચે બીડી દબાવી ચપટી મારી રાખખંખેરે...અનિલભાઇ સીગરેટના સટ લે .."રમેશ મને દેશી જામી તે જામી ..." કહે ત્યારે વાંકાહોઠ કરી હો હો હો કરતા હસી પડે...

.......

મારાં ગુરુ રમેશભાઇ પણ ફાટફાટ થતા કવિ નહોતા થયા અલપ ઝલપ રચનાઓ પ્રસિધ્ધ થતી ...પણતેમની છલાંગોથી ચંદ્રકાંત અભિભૂત થઇ જતો..હવે "ઉલાળીયા"માંથી એક લાંબી રચનાને ચોકડામારી ને કહે હમમ હવે બરોબર...'સ્ટેશન' મોકલ કવિતામા... બે મહીને દ્વીમાસીક કવિતા તરફથી વીસરુપીયાનુ મની ઓર્ડર અને પ્રસિધ્ધ કવિતાના કટીંગ આવ્યા ... સાંજે રાજમહેલની પાળી પાંસેસાઇકલને સ્ટેડ ઉપર ચડાવી ચંદ્રકાંતે બહુ રાહ જોઇ પણ રમેશ આવ્યા નહી.

સોમવારે મોટી રીસેસમા ચંદ્રકાંત પવનપાવડી થઇ ઉડ્યા..."બાપુ આજે તો જામો જામો થઇ ગયો...

રમેશભાઇને પગે પડ્યો ને કવર તેમને સોંપી દીધુ ...બસ ગુરુ વંદના છે...."

શું થયુ ? શું છે વાત કર . કવર શેનું છે ?”

ચંદ્રકાંતનું હસું હસું થતું મોઢું ખુલી ગયું . ગુરુજી કવર ઉપર નામ વાંચો . તમારા ચેલાની કવિતા તમેકહ્યું હતુંને કે મોકલ ,તે સ્ટેશન નામે મોકલી હતી તે પ્રસિદ્ધ થઇ તેનું કટિંગ આવ્યું ને મનીઓર્ડરઆવ્યોરૂપીયા વીસ રુપીયાનો જૂઓ અંદર છે .મને તો એમ હતું કે આતમે ચોકડા મારી મારીને હાથ પગવર્ગની ગડગડતી મુકેલી રચના સામેથી ગડગડતી પાછી આવશે પણ ગુરુજી સુરેશભાઇ દલાલેપાસ કરી . વાહ વાહ.

હવે તેમજ કહે ગુરુ દક્ષીણાકહેવાય કે નહી ? “

"ગાંડો થામા ચંદુ પૈસા રાખજે તારા ઉલાળીયામા...અને રોજ તને એમાંથી હાઉકલાકરીશ..."લખતો રહેજે નહીતર તને કાતરીયામા ચડાવી દઇશ...જા જલ્સો કર ...

આજે મારા તરફથી ઉકાળો ને તારા તરફથી ચા બસ?" રમેશજીના સબડકા મારતી ચા ના ઘુંટડા નેઉકાળાની મીઠી સોડમ મધમધી ઉઠી...ચાની કીટલીવાળાએ ઉકાળો બનાવતા બનાવતા વાતસાંભળી એટલે પણ રંગમાં આવી ગયોમારાતરફથી ઉકાળો ને ચા બેયને .વાહ જગુકાકાનોદીકરો કવિતા લખે ?હાળુ માન્યામાં નથી આવતું ! તેં હે રમેશભાઇ તમે વાણીયા થઇને કવિથી ગયા ને ?ઓલા ભામણ અનિલભાઇ જોષી લખે તો હમજ્યા કે લોકોને માં સરસ્વતી વરેલી છે પણહવે વાણીયા તો ટપી ગયા ..!!!હવે અમારે તો ચાની કીટલી કરવીપડશે ..ત્રણેય સાથે હસ્યા .

કવિતા સાહિત્ય બધુ રોજ લખવાનું ..નાનું મોટું લખ્યા કરવાનું . નહીતર કાટ ચડી જાય . “

પણ રમેશભાઇ ગધની કવિતા રોજ વિંયાતી નથી ..” ચંદ્રકાંતે સાચી વાત કરી .

બસ કવિતા સમજ્યોક્યારે વેદના બહુ થાય ઉચાટ થાય મગજ એમાં ને એમાં ભટક્યા કરેપણ શબ્દ મળે તો મળે ,ક્યારેક એક હારે ધધૂડા છૂટે તે બે પાંચ કવિતા નિકળી જાય જાણે વડીઠેબીમાં ઘોડાપૂર ભઇલા , ને ક્યારેક ચક્કરભમ થઇ જાય“……

…….

મનહર સાંજે દુરથી દેખાયો ત્યારે ચંદ્રકાંત હાથ ઉંચા કરીને હલાવતા હતા .ચંદ્રકાંતના ઘરમા પણપહેલી વખત ચંદ્રકાંતને ભી દમ હૈ કરીને સ્થાન મળ્યું હતું .

જયાબાએ ચંદ્રકાંતની સિધ્ધીનાં માનમાં શીરો પુરી ભજીયા કર્યા હતા .જગુભાઇની ખબર છુપાવવાનાંઆવી હતી સરપ્રાઇઝ માટે પણ મનહર ચંદ્રકાંતને ઘરે પહોંચ્યો ત્યારે ચંદ્રકાંતે મનહરને બથમાંલઇલીધોમનહરે મજાક કરી

બહુ સારું લાગે છે હોંમસ્ત હૂંફ મળે છે પછી આગળ બોલવા જતો હતો એટલે ચંદ્રકાંતે મોઢાઉપર હાથ મુકી દીધો. મના મારીપહેલી કવિતા પ્રસિદ્ધ થઇ . કવિતામાં

રમેશભાઇએ જે કાપકૂપ કરેલી કવિતા . “સ્ટેશન.”જો કવર જો .વીસ રૂપીયા પુરસ્કાર પણ આવ્યો .

મનહરે બહુ પ્રેમથી જાદુની જપ્પી દીધી . “માસી બ્રાહ્મણો ભાવના ભુખ્યા નહોય ભોજનનાં ભુખ્યાહોય..એટલે…”

મનહર,આમ રસોડામાં આવજો શીરો પુરી તૈયાર છે

હવે આશિર્વાદ ચંદ્રકાંતને પાક્કા .” મનહર


ચંદ્રકાંત.