Kone bhulun ne kone samaru re - 96 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 96

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 96

પોતાની જાતને તોપ સમજતા ચંદ્રકાંત તમાચો ખાઇને ગાલ લાલ કરવાનો પ્રસંગ જીંદગીભર ભુલ્યાનહી...નાનપણમા હંમેશા જીવરામ જોષીની મીંયા ફુસકી અને તભાભટ્ટ વાંચતી વખતે "અમે તો ભાઇસિપાઇ બચ્ચા ...અમે કોઇથી ડરીયે નહી "કહેનારા ચંદ્રકાંત પહેલી પછડાટની કળ વળી ત્યારે રોજસાંજે સયાજીબાગ જઇને સાંજે એકાંતમા બસતા થયા...મન હોયતો માળવે જવાય કહેવતચંદ્રકાંતને લાગુ પડી નહી...અજ્ઞાત ભય કે ફોબીયા જે ગણો તે અમરેલીથી નજીકના માચીયાળાસુધીયે પહોંચ્યા...ડગલુ ભર્યુ કે ના હઠવુ વેણ કાઢ્યુ તે ...."નહી મુળ વાણીયાવૃતિ બહાર આવીગઇ...મુંછ નીચી તો સાતવાર નીંચી કરીને સયાજી ગાર્ડનના બાંકડે પોતાની જાતને ફંફોસતા બેઠા ત્યારેયાદ આવ્યુ..."અરે અમરેલીથી ભાઇ ઉર્ફે બાપુનો પત્ર ઇંસ્ટીટ્યુટમાં આવ્યો હતો તે હજી ખોલ્યો નહોતો...ઝટ ખીસ્સામાંથી ઇનલેન્ડ ખોલીને સમીસાંજના અજવાળે વાંચવા બેઠા.

"ચિ. ચંદ્રકાંત,

તારો પત્ર નથી આવ્યો એટલે રાહ જોઇને કાગળ લખ્યો છે .તારી બા અને હું કુશળ મંગળવારછીએ .બીજું ,રોજ રોજ પુછપુછ કરતા નાનાભાઇ અને કુટુંબીઓને મેં જણાવી દીધુ છેકે આપણોચંદ્રકાંત બીઝનેસ મેનેજમેન્ટનુ કરવા વડોદરા ગયો છે(ત્યારે બરોડા નામ હતુ..)બધા બહુ ખુશ થયાછે..નવાઇ પણ લાગી છે કે ચંદ્રકાંતતો ભણવામા થી જરાક આગળ છે કેવી રીતે ગયો..? એવુતારીબા તારણ કાઢ્યુ છે...મુંબઇ નાનાફુવાને તારા સમાચારનુ પોસ્ટકાર્ડ લખેલુ તેનો જવાબ આવ્યોછે .લખે છે કે ચંદ્રકાંતની પ્રગતિથી બહુ રાજી થયો છું તમે હિમ્મત કરીને તેને બહારગામ મોકલ્યો તેસારુ કર્યુ છે....તેમણે ખાસ લખ્યુ છે કે તેમના મોટાભાઇ મદ્રાસવાળા લાલદાસભાઇની દિકરી ચિંપુષ્પા બરોડામા એમ એસ યુનિવર્સીટીમા સાઇકોલોજીના પ્રોફેસર છે એકલી છે પરણી નથીતારી મોટીબેન ગણાય....તેમણે સરનામુ મોકલ્યું છે અને ફુવાએ પુષ્પાને કાગળ લખીને જાણ કરી છે... એટલે સમય મળ્યે મોટીબેન પુષ્પાબેનને મળવા જરુર જજે...તબિયતનુ ધ્યાન રાખજે મન દઇનેભણજે.મારી તારીબાની તબિયત સારી છે નાનીબેન યાદ કરે છે લિ. જગુભાઇના વંદન...(બાપુજીનેઘરના બધાએ બહુ ટોક્યા હતા કે ઘરનાને કાગળ લખો તો જગુભાઇ નહી ભાઇ લખો અને આષિશઆપો પણ બાપા એટલે બાપા)નીચે ત્રણ ચાર લાઇનની જગ્યા પોસ્ટકાર્ડમા માંડ છોડી હતીચિ.ચંદ્રકાંત,અંહીયા બધાને બહુ ઇર્ષા થઇ છે કે તુંતો ઠોઠ હતો ને મેનેજમેન્ટ કરવા ગયો હવે આપણેદેખાડી દેવાનુ...બા ના આશિષ.છેલ્લી બે લાઇન ઉપર નીચે કરતી કરતી સરનામાના કોલમમાં અંદરધુસી ગઇ હતી ચંદ્રકાંતના બાની સ્ટાઇલ હતી...

સાંજે ચંદ્રકાંત નવુ જોમ ભરી મનને ટપારતા જરા મોટેથી પોતાની જાતને બોલી ગયા...રસ્તો હવેબદલાઇરહ્યો છે મંઝીલ તરફ તો જે કંઇ નિરાશા હતાશા છે તે ખંખેરી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટેમંડી પડો

"તેલ લેને ગઇ ઝાંઝરી...અને તેની આશા ...ચંદ્રકાંત,બસ કદમ કદમ બઢાયેજા...."નો પ્રેમલા પ્રેમલી...

ચંદ્રકાંત એક હાસ્ય સભર શેર ગણગણતા રહ્યા..."હમ મર્દ હૈ મર્દમેં કુછ કમ નહી ...લકિન (ઇશ્કમે મરજાનેકી બાત છોડદો) મરનેકી બાત છોડદો ઉસમે કુછ દમ નહી..."

........

કોની કિસ્મત કોને નામે રહેવા દે...યાદ કરતા સરદાર હોલની મેસમા જમતા જમતા યાદ આવ્યુ એટલેઆજુબાજુમાં જમતા મિત્રોને પુછ્યુ ત્યારે ખબર પડી કે સાહિત્યમાં જેમ રમેશ પારેખ અનિલ જોષીરાવજી પટેલ ચીનનું મોદી લાભશંકર ઠાકર ગદ્યમાં ક્રાંતિની મશાલ સળગાવી હતી તેવી રી તે સુરેશજોષીએ ગદ્યમાં નવી મશાલ ચગાવી હતી ,અરે ગુજરાતી ભાષાના ધુરંધર કવિ લેખકસર્જક...સુરેશ જોષીજી પણ સાવ પાછળના ક્વાટરમાં રહે છે..!!!!પ્સાવ શાંત નાના નાના સામ સામેબંગલાઓની વિશાળ કોલોની જાણે શાંતિ નિકેતનની યાદ આપતી હતી .દરેક ક્વાટર આગળ ફુલોનીનાનકડી ક્યારીઓ માં મધમધતા પારિજાત ગુલાબ ચંપો એને જુઇના માંડવાથી ભરડક લીલોતરીમાંપ્રોફેસરો કોલોની . સાંજે સાત વાગે લટાર મારતા મારતા મહાન કવિના ઘરના ઓટલાને બેહાથથી નીચા નમી વંદન કર્યા અને ગુજરાતી સાહિત્યના ગદ્ય મશાલચીનું સલામ કરી . ચંદ્રકાંત ક્વાટરનંબર જોતા એક જગાએ ઉભા રહી ગયા .સામે પીત્તળની નેમ પ્લેટ હતી પ્રો. પુષ્પા ગાંધી.. મોટી બેન હતા જેમણે સાવ નાની ઉમ્મરે અમરેલીમાં ચંદ્રકાંતને જોયેલો રમાડેલો.ઘરની અંદર વિણાવાદનની શાસ્ત્રીય ધૂન બહારનાં વાતાવરણને પણ મસ્ત મદહોશ બનાવી રહી હતી . આછા પીળાઝુમ્મરનાં અજવાળે બહારની પરસાળમાં આછું અજવાળું હતું. પરસાળ લાકડાની ક્રોસ ચોકડીઓથીઆરક્ષીત હતું . ચંદ્રકાંત ધીરેથી એક પગથિયું ચડી અને એક મિનિટ થોભી ગયા . મોટીબેનને ડીસ્ટર્બતો નહી થાય ને ? “મને ઓળખશે ? હજીતો હમણાં લાગણીઓ પર કુઠારાધાત ખાઈને માંડ સ્વસ્થથયા પછી કોણ તું?તને નથી ઓળખતી કે આવી મોડી સાંજે એકલી શ્ત્રીને ઘરે જવાય ? એલચીએસમજણ નથી પડતી એવા અનેક કાલ્પનિક ભયનાં લખંલખા પસરી ગયા .

અને ધીરેથી બેલ મારી....

ચંદ્રકાંત