Quotes, Ideas, Philosophy in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | સુવાક્યો, સુવિચાર,ફિલોસોફી

Featured Books
  • THE ULTIMATE SYSTEM - 6

    शिवा के जीवन में अब सब कुछ बदल रहा था एक समय पर जो छात्र उसक...

  • Vampire Pyar Ki Dahshat - Part 4

    गांव का बूढ़ा गयाप्रसाद दीवान के जंगल में अग्निवेश को उसके अ...

  • स्त्री क्या है?

    . *स्त्री क्या है?*जब भगवान स्त्री की रचना कर रहे थे, तब उन्...

  • Eclipsed Love - 13

    मुंबई शहर मुंबई की पहली रात शाम का धुंधलापन मुंबई के आसमान प...

  • चंद्रवंशी - अध्याय 9

    पूरी चंद्रवंशी कहानी पढ़ने के बाद विनय की आँखों में भी आँसू...

Categories
Share

સુવાક્યો, સુવિચાર,ફિલોસોફી

જતીન ભટ્ટ (નિજ)રચિત એક સુંદર હાસ્ય રચના:

સુવાક્યો, સુવિચાર, ફિલોસોફી

મને કાયમ વિચાર આવતા હોય છે કે દુનિયા માં આટલા બધા સુવિચાર, ફિલોસોફી , સુવાક્યો ક્યાંથી આવતાં હશે, તમે જુઓ તો ખરા કે વોટ્સએપ ખોલ્યું નથી ને ફિલોસોફી નો વરસાદ શરૂ થયો નથી,
પછી મને થયું કે ચાલો આપણે પણ ટ્રાય તો કરીએ કે આપણને ફિલોસોફી, સુવિચારો, સુવાક્યો બનાવતા આવડે કે નહીં, તો મેં એક પ્રયોગ કર્યો અને સવાર થી રાત સુધીની દિનચર્યા ને નજર માં રાખી ....
ને લો. ' શ્રી શ્રી શ્રી નિજ સ્વામીએ' જાતે બનાવેલી ફિલોસોફી ,સુવિચારો, સુવાક્યો હાજર...

તમેય માણો:

_ સારા વિચારો બ્રશ ને ટંગ ક્લીનર (ઉલ્યું) જેવા હોય છે, સવારે તમારું મગજ ફ્રેશ કરી નાખતા હોય છે...

_જીવન નહાવા ના પાટલા જેવું છે, ગમે ત્યારે આપણે એના પરથી પડી જઈએ ...

_ જેવી રીતે આંખ માં સાબુ જાય છે ને એજ ટાઇમે નળ માંથી પાણી પણ
નથી આવતું, તેવી જ રીતે મુસીબતો પણ પૂછી ને નથી આવતી ,ગમે ત્યારે આવી જાય છે...

_ ટુવાલ માં હમેશા વચ્ચે નો ભાગ જ વપરાય છે, આજુબાજુ કોરું રહે છે, એજ પ્રમાણે મુસીબતો માં ખાસ મિત્ર જ વચ્ચે રહે છે, આજુબાજુ વાળા ફક્ત ' સપોર્ટ' જ કરે છે ...

_ હંમેશા ટાલ પર કાંસકો ફેરવવાનો તો રાખો જ ,be positive...

_ જેવી રીતે ગરમ તપેલી પકડવા સાણસી ની જરૂર પડે છે તેવી જ રીતે ગુસ્સા વાળા માણસ ને ' પકડવા' ઠંડા, ગંભીર દોસ્ત ની જરૂર પડતી હોય છે...

_ જેવી રીતે ઘઉં ના ગુણ ની ગાંઠ છોડતા બધા ઘઉં વેરાય જાય છે એજ પ્રમાણે કુટુંબ માં પણ સગપણ ની ગાંઠ છૂટતા બધા સભ્યો વેરાય જાય છે...

_ ઉનાળા માં કોઈ પણ માણસ નું મગજ બાઈક ની કિક જેવું હોય છે, ગમે ત્યારે છટકે...( હમણાં ઉનાળો ચાલે છે એટલે, ચોમાસા, શિયાળા માં કંઇક અલગ વાક્ય બનાવીશ)

_ કાળી બિલાડી આડી ઉતરે તો અપશુકન ? કદાચ એવું પણ હોય શકે કે તમે બિલાડી ની આડે આવતા હોય ને એ વાત બિલાડી અપશુકન સમજતી હોય?!!!...

_ જેવી રીતે ભર ટ્રાફિક માં બાઈક પર કેવી સરળતાથી ઓવરટેક કરતા કરતા આગળ વધીએ છીએ એવીજ રીતે જીવન ના પ્રોબ્લેમસ પણ સોલ્વ કરતા કરતા આગળ વધવાનું હોય છે...

_ બાઈક ચલાવવા માટે પેટ્રોલ, ડીઝલ કે બેટરી જરૂરી છે, એજ પ્રમાણે જીવન સારી રીતે જીવવા માટે જીવનસંગિની જરુરી છે(તમે મન માં શું બોલ્યા એ મને ખબર પડી ગઈ)...

_ પત્ની નું મગજ અને કોઈ પણ બેટરી, ઓવર ચાર્જ કરવી નહીં, ગમે ત્યારે ફાટી શકે...

_ જેવી રીતે સુકો નાસ્તો કરતી વખતે ચમચી ના હોય તો વિઝીટિંગ કાર્ડ નો ઉપયોગ થાય છે ,એજ પ્રમાણે સ્વાર્થી લોકો આપણો ઉપયોગ કરી જાય છે...

_ જેવી રીતે જમતી વખતે આખી થાળી ભરેલી હોય તો જમવાની મજા આવે ,એવી જ રીતે આપણી જિંદગી પણ મિત્રોથી ભરેલી હોય તો જીવન ભર્યું ભર્યું લાગે...

_ જેવી રીતે બપોરે જમી ને સુઈ જઈએ છીએ ( વામકુક્ષી),તેવી જ રીતે
આપણા મગજ માં આવતા નેગેટિવ વિચારો ને પણ સુવડાવી દેવા જોઇએ...

_ જેવી રીતે સવારે કે બપોરે ચા પી ને ફ્રેશ થઈએ છીએ તેવી જ રીતે ટેન્શન વાળા મગજ ને પણ સારા વિચારો નું આચમન પાઈ ને ફ્રેશ કરવું પડતું હોય છે...

_ જેવી રીતે રાત્રે સૂઈ જઈએ ત્યારે આપણે રજાઈની હૂંફ લઈને સુઈ જઈએ છીએ એવી જ રીતે આપણને પણ વડીલો ની હૂંફ ની જરૂર પડતી હોય છે...


આશા છે કે " શ્રી શ્રી શ્રી નિજ સ્વામી' એ રચેલા સુવાક્યો, સુવિચારો, ફિલોસોફી તમને બહુ બહુ જ ગમશે...

અને હાં,શેર જરૂર જરૂર થી કરશો
.
...
.
.
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995