The Author Maheshkumar Follow Current Read ડીએનએ (ભાગ ૧૦) By Maheshkumar Gujarati Thriller Share Facebook Twitter Whatsapp Featured Books Shadow That Wears Your Face “Shadow That Wears Your Face” Chapter 1 — The Phone Under... Discover All Cat Breeds in the World – Detailed Information, History, Traits Pictures Get information on All the Cat Breeds in the world. Discover... Chasing butterflies …….4 Chasing butterflies ……. (A spicy hot romantic and suspense t... One Letter a Day One Letter a DayArthur Penhaligon, at seventy-eight, lived... Conflict of Emotions - 14 Conflict of Emotions (The emotional conflict of a girl towar... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Maheshkumar in Gujarati Thriller Total Episodes : 23 Share ડીએનએ (ભાગ ૧૦) (11.5k) 2.5k 5.1k શ્રેયા ઝબકીને જાગી ગઈ. તેની દીકરી રુચિ તેને આવીને લપેટાઈ ગઈ હતી. તેણે આંખ ખોલીને જોયું. રુચિ ચાદર ઊંચી કરીને ક્યારે તેની સોડમાં આવીને સુઈ ગઈ તેની શ્રેયાને ખબર જ ન પડી. તેને બાથ ભરીને રુચીએ એક તસતસતું ચુંબન ગાલ પર કર્યું. શ્રેયાએ પણ તેને બાથમાં જકડી લીધી અને સામે બેચાર ઉપરાઉપરી પપ્પીઓ કરી.અચાનક શ્રેયાના નાકે સુગંધ પકડી. સવાર સવારમાં તેને રોજ આવી અલગ અલગ સુગંધ આવતી અને તરત એના હોઠ ફફડી ઉઠતા. આજે પણ તેના હોઠ ફફડી ઉઠ્યા, “બટાકાપૌંઆ.”રુચીએ કહ્યું, “હા. મમ્મા તમને તરત ખબર પડી જાય છે.”શ્રેયાએ રુચીને એક હળવું આલિંગન આપ્યું અને કહ્યું, “શેફ શ્રેયસના હાથની દરેક વાનગીની સુગંધ આવતા જન્મ સુધી પણ યાદ રહેશે.” બંને હસ્યાં.બહારથી અવાજ આવ્યો, “સ્વાદ પણ લેવો હોય તો જલ્દી પલંગ છોડીને આવી જાઓ, નહીંતર ઠંડા થઈ જશે તો સ્વાદ અને સુગંધ બંને ફિક્કા પડી જશે.” અને બહારથી હસવાનો અવાજ આવ્યો.શ્રેયાએ ચાદર હટાવીને એક બાજુ કરી અને રુચીને તેડીને બહાર આવી. બહાર આવીને તેની નજર શ્રેયસ પર પડી. શ્રેયસ ડાયનીંગ ટેબલ પર નાસ્તો ગોઠવી રહ્યો હતો. શ્રેયાએ રુચીને ડાયનીંગ ટેબલની એક ખુરશી પર બેસાડી દીધી અને શ્રેયસને આલિંગન આપતા ગૂડ મોર્નિંગ કહ્યું. શ્રેયસે સામે વેરી ગૂડ મોર્નિંગ કહ્યું.શ્રેયસે ઉમેર્યું, “જલ્દી ફ્રેશ થઈને આવી જા ત્યાં સુધી ચા તૈયાર કરી દઉં.”શ્રેયાએ મજાક કરતાં કહ્યું, “શેફ સાથે લગ્ન કરવાનો ફાયદો જ આ છે.”શ્રેયસે એની ખીલ્લી કરતાં કહ્યું, “જા જઈને બ્રશ કરી લે, કાલ રાતની ડુંગળીની વાસ હજી આવે છે.” શ્રેયાએ હળવો કોણીનો ગોદો માર્યો. શ્રેયસથી અલગ થઈને શ્રેયાએ બાથરૂમ તરફ જવા પગ ઉપાડ્યા. જતા જતા તેણે મોં આગળ હથેળી રાખીને શ્વાસ હથેળી પર અથડાવ્યો અને શ્રેયસ સામે જોયું. શ્રેયસ આ જોઈ જોરથી હસી પડ્યો અને સાથે રુચિ પણ હસી.શ્રેયસે હસતાં હસતાં કહ્યું, “કાલે રાત્રે આપણે ખીચડી અને દૂધ ખાધું હતુંને રુચિ.”રુચીએ હસતાં હસતાં હા પપ્પા કહ્યું અને ફરી બંને હસ્યાં સાથે શ્રેયા પણ હસી પડી. શ્રેયા અને શ્રેયસના પ્રેમ લગ્ન ન હતા, પણ કોઈ એમને જોઇને એમ ન કહી શકે કે એમના અરેન્જડ મેરેજ હશે. શ્રેયસ પોતાની કારકિર્દી શેફથી શરૂ કરી હતી અને હવે એની પોતાની રેસ્ટોરન્ટ હતી. શ્રેયા ફ્રેશ થઈને આવી ગઈ. બધાએ સાથે નાસ્તો કરવા માંડ્યો. શ્રેયસે બટાકાપૌંઆ ડીશમાં કાઢતાં કહ્યું, “એટલા બધા કામમાં વ્યસ્ત પણ ન થવું કે કાલે શું ખાધું હતું એ પણ ખબર ન રહે.”શ્રેયાએ કહ્યું, “ખબર જ છે કે કાલે શું ખાધું હતું.”શ્રેયસે હથેળી મોં આગળ લાવી શ્વાસ હથેળી સામે બે વાર ફેંકીને પૂછ્યું, “તો પછી એ શું હતું?”શ્રેયાએ જવાબ આપતા કહ્યું, “તું એટલા કોન્ફીડન્સથી કહે છે કે ખોટું પણ સાચું લાગે છે.”શ્રેયસે અવાજમાં પ્રેમ લાવીને કહ્યું, “ખરેખર.”શ્રેયાએ પણ પ્રેમભરી અદાથી કહ્યું, “ખરેખર”શ્રેયસે પણ આગળ ચલાવ્યું, “આય હાય, બસ આજ અદા ઘાયલ કરે છે.”રુચિ વચ્ચે બોલી, “તમારો રોમાન્સ પતિ ગયો હોય તો નાસ્તો કરી લઈએ.”શ્રેયા અને શ્રેયસ બંને એક સાથે બોલી ઉઠ્યા, “જી મેડમ.” બધા હસ્યાં.રુચીએ ઉમેર્યું, “પછી મારે સ્કુલ પણ જવાનું છે.”નાસ્તો પતાવી ત્રણેય જણા પોતપોતાના રોજિંદા કામ પતાવવા લાગ્યા. લગભગ પોણા દસની આસપાસ શ્રેયા રુચીને લઈને નીકળી. રુચિની સ્કુલ તેની ઓફીસ જવાના રસ્તે જ હતી. રુચીને મુકીને તે ક્રાઈમ બ્રાંચની ઓફીસે પહોંચી.ઓફીસના પગથીયા ચડીને અંદર આવી. ત્યાં અંદર પ્રવેશતાં જ એક તરફ લગાડેલા ટીવી પર ચાલી રહેલા ન્યુઝનો અવાજ તેના કાને પડ્યો. “મૈત્રી જોશી અપહરણ કેસમાં ફરી એક વાર પોલીસની નિષ્ફળતા.” આટલું સાંભળતા તે ત્યાં જ અટકી ગઈ. તેણે એક નજર ટીવી સ્ક્રીન પર નાંખી. એન્કર બોલી રહી હતી, “બે મહિનામાં આ ચોથી છોકરીનું અપહરણ થયું છે, પણ હજી સુધી પોલીસ એક પણ કેસમાં કંઈ શોધી શકી નથી.” શ્રેયા પોતાની ઓફીસ તરફ ચાલી.ઓફિસમાં પહોંચી તેણે બેલ વગાડ્યો. એક હવાલદાર અંદર આવ્યો. શ્રેયાએ તેને પાણી લઈ આવવા કહ્યું. પેલો બહાર નીકળ્યો તેની સાથે મનોજ અને રેશ્મા બંને પ્રવેશ્યા અને જય હિંદ કહીને ઉભા રહ્યા.શ્રેયાએ પૂછ્યું, “મૈત્રી જોશી કેસમાં કંઈ પ્રોગ્રેસ?”રેશ્માએ પોતાનો રીપોર્ટ આપતા કહેવાનું ચાલુ કર્યું, “મેડમ ત્યાં આસપાસના બધા સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગની ફૂટેજ જોવાનું ચાલુ કરાવી દીધું છે.” શ્રેયાએ ફક્ત ગુડ કહ્યું. રેશ્માએ આગળ બોલતા કહ્યું, “મારી ટીમે ત્યાં આજુબાજુના ઘરોમાં અને ત્યાં દુકાનોવાળાને મૈત્રીના ફોટા બતાવીને પૂછપરછ કરી હતી. એક વ્યક્તિનું એવું કહેવું છે કે તેમણે મૈત્રી જેવી એક છોકરીને એક લાલ ગાડીવાળા સાથે વાત કરતાં જોઈ હતી. પણ એ ચોક્કસપણે કશું કહી નથી શકતો કે એ મૈત્રી જ હતી.”“એના મિત્રોની પૂછપરછ કરી જોઈ?” શ્રેયાએ પૂછ્યું.રેશ્માએ જવાબ આપતા કહ્યું, “હા મેડમ, પણ બધાનું કહેવું છે કે એને કોઈની સાથે ઝઘડો કે બોલાચાલી થતી જ નહીં. બધા સાથે એનો વ્યવહાર સારો હતો.”શ્રેયા હં કહી થોડીકવાર અટકી અને પછી મનોજને પૂછ્યું, “મનોજ તને કંઈ મળ્યું?”મનોજે પોતાની માહિતી આપતા કહ્યું, “મેડમ. મૈત્રીના ફોનનું લાસ્ટ લોકેશન ત્યાં જ બતાવે છે. ગુજરાત વિદ્યાપીઠના એરિયામાં. એણે સાત ને ત્રણે એક મેસેજ કર્યો હતો.”શ્રેયાએ પોતાની ખુરશીમાં ટટ્ટાર થતાં પૂછ્યું, “શું?”“આપણે આવતીકાલે ફરવા સવારે નવ વાગ્યે ફરવા જઈશું.” મનોજે કહ્યું.શ્રેયાએ આંખો ઝીણી કરી પૂછ્યું, “કોને કર્યો હતો?”“એની ફ્રેન્ડ જીયાને. મેં એને પૂછ્યું પણ એને મૈત્રી વિશે કંઈ ખબર નથી.” મનોજે ફોડ પાડતા કહ્યું. મનોજે વાત આગળ ચલાવી, “એનો ફોન એ પછી ત્યાંથી ટ્રાવેલ થયો અને બે કિલોમીટર પછીના એરિયામાં જઈને સાત ને અગિયારે સ્વીચ ઓફ થઈ ગયો. એ એરિયામાં કાલે સાડા ચાર થી સાડા સાત સુધીમાં ૧૬૯૪૫ ફોન ટ્રાવેલ થયા છે. એનું એનાલીસીસ ચાલુ છે. આખા અમદાવાદના ફોનનું ટ્રેકિંગ પણ શરૂ કરાવી દીધું છે. બધાના ફોનના રેકોર્ડીંગ થઈ રહ્યા છે અને તેનું પણ એનાલીસીસ ચાલુ કરાવી દીધું છે.”રેશ્માએ પોતાની તપાસની માહિતી આપતા કહ્યું, “મેડમ જોશી પરિવારની પૂછપરછ કરી, પણ એમને ન તો કોઈ સાથે વિવાદ છે કે ન કોઈ ઝઘડો. સોસાયટીના રહીશોનું પણ કહેવું છે કે આખો પરિવાર શાંતિપ્રિય છે. સગાસંબંધીઓમાં પણ કંઈ એવું ખાસ નથી કે વિવાદાસ્પદ હોય.”શ્રેયાએ નિસાસો નાંખ્યો, “આટલું કર્યા પછી પણ મીડિયા તો આપણા માથે માછલાં ધુએ છે.”મનોજે જાણે કોઈ અગત્યની વાત કહેતો હોય એમ કહ્યું, “મેડમ મીડિયા તો આપણી ભવેભવની દુશ્મન છે.”રેશ્માએ ઉમેર્યું, “હજી તો ૩૬ કલાક થયા છે અને આપણે આપણી પૂરી કોશિશ કરી જ છે ને. આપણે કંઈ જાદુગર તો નથી કે મંત્ર ફૂંકીને આરોપીને હાજર કરી દઈએ.” શ્રેયાએ ટેબલ પર ડાબા હાથની કોણી ગોઠવી બે આંગળીયો લમણાં પર રાખી અને અંગુઠાને દાઢી પર ફેરવતા વિચાર કરવા લાગી, “છોકરી જાય ક્યાં? ન તો કોઈએ જોઈ કે ન તો હજી સુધી કોઈ કિડનેપરનો ફોન આવ્યો? ન તો એના પરિવાર કે એને કોઈની સાથે ઝઘડો કે દુશ્મની છે.” રેશ્મા અને મનોજ શ્રેયા સામે જોઈ રહ્યા હતા.શ્રેયાએ ધ્યાનમાંથી બહાર આવતા કહ્યું, “તમે જાઓ અને કંઈ હોય તો મને જાણ કરજો.” બંને નીકળી ગયા.મૈત્રી જેવી કેટલીએ છોકરીઓની ગુમશુદગીના કેસ પોલીસના ચોપડે નોંધાયેલા પડ્યા છે, પણ બધી છોકરીઓ પરત આવતી નથી. કોઈની લાશ મળે છે તો કોઈ પોતાના પ્રેમી સાથે મળે છે. પણ અમુક છોકરીઓ હજી સુધી પોલીસના ચોપડે લીસ્ટમાં એમ ને એમ ગુમશુદગીના લીસ્ટમાં છે. એમનું શું થયું એની ખબર હજી સુધી મળી નથી. ધીમે ધીમે પરિવાર પણ એમને ભૂલી જાય છે. અને એકવાર પરિવાર ભૂલી જાય પછી પોલીસ તસ્દી લે ખરી? પણ મૈત્રીનો કેસ ખાસ હતો. એક તો એ નેશનલ સ્વીમર હતી અને બીજું કે શ્રેયાને ગમે તે રીતે તેને શોધવી હતી. કારણ કે તે પોતે એક દીકરીની માં હતી. કુમુદબેનની વ્યથા પોતે અનુભવી શકતી હતી. સમય વીતી રહ્યો હતો પણ મૈત્રીના કેસમાં કોઈ કડી મળતી નહતી.મૈત્રીના ગુમ થયાને અઠવાડિયા પછી એક દિવસ લગભગ બપોરે સાડા બાર વાગ્યે મનોજ શ્રેયાની ઓફિસમાં દાખલ થયો, “મેડમ મૈત્રી જોશી કેસમાં એક કડી મળી છે.” શ્રેયાએ મનોજ સામે જોયું. તેની આંખોમાં તેજ આવ્યું. ‹ Previous Chapterડીએનએ (ભાગ ૯) › Next Chapter ડીએનએ (ભાગ ૧૧) Download Our App