TRUE LOVE - 2 in Gujarati Short Stories by Dodiya Harsh books and stories PDF | TRUE LOVE - 2

Featured Books
  • दिल ने जिसे चाहा - 27

    Dr. Kunal तो उस दिन Mayur sir को ये बता कर चले गए थे कि—“शाद...

  • अदाकारा - 62

    *अदाकारा 62*     शर्मिलाने अपने दिमाग पर ज़ोर लगा...

  • Tere Ishq Mein - Explanation - Movie Review

    फिल्म की शुरुआत – एक intense Romanceफिल्म की शुरुआत एक छोटे...

  • Between Feelings - 1

    Author note :hiiiii dosto यह एक नोवल जैसे ही लिखी गई मेरे खु...

  • Mafiya Boss - 3

    in mannat गीता माँ- नेहा, रेशमा !!ये  तुमने क्या किया बेटा?...

Categories
Share

TRUE LOVE - 2

1 - કોઈ પણ પુષ્પને આપણે સુંદર કહીએ છીએ. શા માટે? કારણ કે આપણે એ પુષ્પને જોયું છે. આવી જ રીતે જ્યારે પ્રેમ ની વાત આવે ત્યારે લોકો કોઈનું મુખ સ્મરણ કરે, આવી આંખો, એવી smile, ઘાટ અને લાંબા વાળ. પણ શું આજ પ્રેમ નું અસ્તિત્વ છે? નહિ. આ એ શરીરનું અસ્તિત્વ છે જેને આપણી આંખોએ જોયું અને એને સ્વીકાર કર્યું. પણ "પ્રેમ" પ્રેમ ભિન્ન છે. "પ્રેમ એ વાયુ જેવો છે જે આપણને દેખાતો નથી પણ એજ આપણને જીવન આપે છે."
સંસારમાં કોઈ, સ્ત્રીને કુરૂપ કઈ શકે છે કારણ કે એ એમને એના તનની આંખોથી જોય છે. પરંતુ કોઈ પણ સંતાન એજ માતાને સંસારમાં બધાથી સુંદર ગણે છે. કારણ કે એ ભાવથી જોડાયેલા છે. તનની આંખોથી જોશો તો કોઈ ને પણ ઓળખી નય શકો.
એટલા માટે પ્રેમ સમજવો હોય તો મનની આંખો ખોલો તનની નય.

🙏 ....રાધે....રાધે.... 🙏


2 - આપણે બધા માટલાને જોઈએ છીએ, એ માટલું જેમાં પાણી રાખવામાં આવે, જેમાં પાણી શુદ્ધ અને શીતળ રહે છે. પણ વિચારો એ માટલાની માટી ઠીક ન હોય, એને કુંભાર દ્વારા સરખી રીતે ઘટ ન આપ્યો હોય, આકાર આપીને એને અગ્નિ પર પકાવ્યું ન હોય, તો શું થાય? તે સરખી તૈયાર ન થાય અને માટી વેરવિખેર થઈ જાય.
આવું જ મનની હરે પણ થાય છે. કારણ કે જો પ્રેમ જળ છે તો એની મટકી છે મન. મન રૂપી પાત્ર માં જો વિશ્વાસની માટી ન હોય, સમય રૂપી એને આકાર ન આપ્યો હોય અને પરીક્ષાની અગ્નિ માં એને પકવ્યો ન હોય તો પ્રેમ મનમાં ન રહે. જો પ્રેમ પ્રાપ્ત કરવો છે તો હૃદય પર કામ કરવું પડે.
જેવી રીતે પાણીથી ભરેલા માટલામાં વધુ પાણી ન સમાય શકે એવી રીતે વિકારોથી ભરેલા મનમાં પ્રેમ ન સમાય શકે. તો પ્રેમ સમજવા માટે પેલાં મન ખાલી કરો...


🙏 ....રાધે....રાધે.... 🙏


3 - કોઈ પણ વસ્તુને બાંધવા માટે કોઈ બંધન કે દોરીની જરૂર પડે. પરંતુ આ દોરીને બાંધી શકવાની શક્તિ કોણ આપે? એ છે ધાગા. જેનાથી જોડાય ને આ દોરી બની છે. તો પ્રેમ ને કઈ દોરીથી પોતાના હારે બાંધશો? પ્રેમ બને છે વિશ્વાસથી. અને વિશ્વાસની દોરી ના ધાગા સત્યથી ગુંથવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે સત્ય શું છે? એ જે આપણે જોયું, એ જે આપણે વિચાર્યું, ના. આપણું સત્ય એ છે કે જેના પર આપણે વિશ્વાસ કર્યો અને વિશ્વાસ એ જેને આપણે સત્ય સમજી લીધું છે. વાસ્તવિકતામાં સત્ય અને વિશ્વાસ એક જ સિક્કા ની બે બાજુ છે. જ્યાં સત્ય નથી ત્યાં વિશ્વાસ નથી, અને જ્યાં વિશ્વાસ નથી ત્યાં સત્ય પોતાનું ધરાતલ ખોઈ નાખે છે. તો કોઈનું સત્ય જાણવું હોય તો વિશ્વાસ કરો. પ્રેમનું ધરાતલ બની જશે.

🙏 ....રાધે....રાધે.... 🙏

4 - પ્રેમ ભગવાને આપેલી આપણને એક અનમોલ ભેટ છે. બધાથી સુંદર કૃતિ છે. પણ બધી જ કૃતિ સાંભળવી પડે છે. એક કોઈ પણ મૂર્તિ ધ્યાનમાં લો. જ્યારે કોઈ શિલ્પકાર મૂર્તિ બનાવે છે ત્યારે એ કેટલી સુંદર રીતે એને ઘાટ આપે અને એ મૂર્તિ પણ તેટલીજ સુંદર હોય. હવે એ મૂર્તિ કોઈ ખરીદે. અને જે વ્યક્તિ એ મૂર્તિ ખરીદી છે એ વ્યક્તિ મૂર્તિની સરખી રીતે સંભાળ ન કરે ,સરખી રીતે સાંભળવાનું જે કર્તવ્ય હોય તે કર્તવ્ય પૂર્ણ ન કરે તો? તો એ મૂર્તિ અસુંદર દેખાવા લાગે.
એજ પ્રમાણે માત્ર કઈ દેવાથી પ્રેમ.... પ્રેમ ન બની જાય . એના માટે પ્રેમના કર્તવ્ય પૂર્ણ કરવા પડે.જેમ કે દેશની રક્ષા, પરિવારની સુરક્ષા, સંતાનને સંસ્કાર, જીવન સાથીનો આભાર, પ્રેમીનું માન સન્માન. આ કર્તવ્ય જ્યાં સુધી નિભાવશો નહિ ત્યાં સુધી પ્રેમથી દૂર થતાં રહેશો. "પ્રેમ" નું અમૃત જોઈતું હોય તો કર્તવ્યની અંજલિ બનાવવી પડે.

🙏 ....રાધે....રાધે.... 🙏